Gujarat

કચ્છના અંજાર GIDCમાં આવેલી રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગની ઘટના

કચ્છ જિલ્લાના અંજાર GIDC વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર GIDC માં આવેલી એક જાણીતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની મળતી માહિતી અનુસાર, અંજાર GIDC માં આવેલી ‘રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ‘ નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં આ આગ લાગી છે. કંપનીમાં પ્લાયવુડ અને લાકડાનો […]

Gujarat

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું વાવેતર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી‘ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. ૪૦૫ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની […]

Gujarat

ભાવનગરમાં રેલવે માર્ગ પર ભૂસ્ખલન થતાં, ૧૪ જુલાઈની પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસનો રૂટ બદલાયો

અતિ ભારે વરસાદના કારણે ભાવનગર – રેલવે માર્ગ પર ભૂસ્ખલન થવાથી આગામી ૧૪ જુલાઈના રોજ દોડનારી પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસ તેના નિર્ધારિત રૃટના બદલે ડાયવર્ટેડ માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પોરબંદરથી સુરત, પાળધી, મનમાડ, દૌંડ અને સોલાપુર થઈને સિકંદરાબાદ જશે. મુસાફરોને મુસાફરી શરૃ કરતા પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી.

Gujarat

અમદાવાદના નારણપુરા જૈન દેરાસરમાં ૨૦ દિવસ પૂર્વે થયેલી ચાંદીના મુગટ અને છતરની ચોરીનો ભેદ ઉકેલાયો

જૈન દેરાસરમાં ચોરી કરનારા ૩ શખસોને એલસીબી પોલીસે ૧.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા શહેરમાં થોડા દિવસો પહેલા નારણપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યાં હતા અને દેરાસરમાંથી ચાંદીનો મુગટ અને છતરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ […]

Gujarat

બારીપાડા-માનમોડી-સુરગાણા માર્ગનું ધોવાણ થતાં યુદ્ધના ધોરણે સમારકામ

ડાંગ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જનજીવન સામાન્ય રહે અને વાહનવ્યવહારને કોઈ મોટી અસર ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની સુવિધા માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, આહવા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા દુરસ્તી કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત દિવસોમાં ડાંગ પંથકમાં પડેલા […]

Gujarat

વાપીમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ શરૂ

આગામી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપી ટાઉન પોલીસના નેતૃત્વમાં યોજાયેલા આ ઓપરેશન દરમિયાન પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તાર પર હવાઈ નજર રાખવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય […]

Gujarat

હાઈવે પર વિવિધ વિભાગોના અધિકારીઓની સ્થળ મુલાકાત

જિલ્લા કલેક્ટરના સૂચનાથી રાજુલા તાલુકાના કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામને જોડતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક, રાજુલા મામલતદાર, રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી અને આરટીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા […]

Gujarat

ખાંભામાં PGVCL કર્મચારી પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

ખાંભાના કોટડા ગામની સીમમાં વીજ લાઇનનું સમારકામ કરવા ગયેલા PGVCLના એક કર્મચારી પર હુમલો થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. PGVCLના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એસ.વી. ડામોર પર આ હુમલો થયો હતો. ડામોરે જણાવ્યું કે તેમના પર ઢીકા-પાટુ અને લોખંડની પાઇપ વડે […]

Gujarat

ખાંભા પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપ્યો

ખાંભા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દેશી બનાવટની મેગઝીન પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સંજય ખરાત અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ, ખાંભા પીઆઈ કરણસિંહ ચુડાસમાની ટીમને બાતમી મળી […]

Gujarat

મકરપુરા પોલીસે રહેણાંક મકાન અને દુકાનમાંથી ચોરી કરનાર બે શખસોને ₹1.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા કેસોના નિકાલ માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન મકરપુરા પોલીસની ટીમને ચોરીના ગુનામાં સંડોવાયેલા સાતત્યપૂર્ણ ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની ઊંડી તપાસ શરૂ કરી છે. કોન્સ્ટેબલોની સતર્કતા […]