સિહોર કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસમાં સજા ફટકારાયા બાદ લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટના આદેશ અનુસાર તેને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 10 જુલાઈ, 2026ના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીને તેના રહેણાંકેથી […]
Gujarat
ઘોઘા રોડ પર જમવા બાબતની માથાકૂટનો ખાર રાખી 5 શખસે યુવાન પર છરી-પાઇપથી હુમલો કર્યો
ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા તિલકનગરમાં જમવા બાબતે થયેલી જૂની માથાકૂટની અદાવત રાખીને પાંચ શખ્સોએ એક યુવાન પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે શહેરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે આ મામલે પાંચેય […]
ધ્રોલ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો
નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ધ્રોલ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ કેમ્પ યોજાયો હતો. સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. આ કેમ્પ ‘રક્તદાન કરી જીવનદાતા બનવાના’ સંકલ્પ સાથે […]
જામનગરમાં અષાઢી બીજે 7 હજાર લાડુનું વિતરણ
જામનગરમાં અષાઢી બીજના પાવન અવસરે ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા ગૌસેવા અને વરુણદેવને રીઝવવાના હેતુથી ભંડારાનું આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ 7,000 લાડુનું વિતરણ કરવામાં આવશે. આ લાડુઓનું વિતરણ 12 જુલાઈ, રવિવારના રોજ શહેરની વિવિધ ગૌશાળાઓ, મંદિરો અને અન્ય સ્થળોએ ગાયોને ઘઉંના લાડુના પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે. આ […]
મેંદરડા : પંથકમાં મેઘમહેર થતાં વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ:
મેંદરડા : પંથકમાં મેઘમહેર થતાં વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ: ધરતી માતાનું પૂજન કરી ખેડૂતો એ મગફળી સોયાબીન અડદ વગેરે ના વાવેતરના શ્રીગણેશ કર્યા મેંદરડા અને તેની આજુબાજુના સમગ્ર પંથકમાં ચાલુ સીઝનનો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ અંતે વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વહેલી […]
મેંદરડા : પૂજ્ય મુક્તાનંદ બાપુનો અનોખો સેવા યજ્ઞ: 5000 નિરાધાર વૃદ્ધોને રોજ ઘરેબેઠા ગરમ ટિફિન સેવા,
મેંદરડા : પૂજ્ય મુક્તાનંદ બાપુનો અનોખો સેવા યજ્ઞ: 5000 નિરાધાર વૃદ્ધોને રોજ ઘરેબેઠા ગરમ ટિફિન સેવા, ચોમાસાને ધ્યાને રાખીને વૃદ્ધોને સાડી-કપડાં,છત્રી મ,રિચાર્જેબલ ટોર્ચ સાથેની વિશેષ કીટનું કરાયું વિતરણ “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પરમ સૂત્રને સાર્થક કરતા જાણીતા સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ […]
વસ્ત્રાપુરના પીજીમાં રહેતી યુવતીને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી અને સરખેજ ધોળકા રોડ પર કંપનીમાં નોકરી કરતી યુવતી ને તેના જ વતનના યુવક દ્વારા તેના ન્યૂડ ફોટા વીડિયો મોકલી અને હેરાન પરેશાન કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી અગાઉ તેની સાથે રહેતી હતી અને મિત્રતા હતી પરંતુ ઝઘડાના કારણે તેનાથી અલગ થઈને વતન જતી […]
જામ્યુકોની સ્ટે.કમિટીમાં રૂ.125.87 કરોડના વિકાસના કામોને લીલીઝંડી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ કામો માટે રૂા.125.87 કરોડના અંદાજીત ખર્ચના કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સ્ટે.કમિટીના ચેરમેન સહિતના તમામ 10 સભ્યો હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન ધીરેનકુમાર પી.મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં 15માં નાણાપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કમિશ્નર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને પગલે રૂા. 122.79 કરોડના […]
લાલપુરમાં રૂપાવટી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માંગ
લાલપુરમાં રૂપાવટી સહભાગી સિંચાઈ પિયત મંડળી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં રૂપાવટી ડેમને સૌની યોજનાના પાણીથી ભરવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. મંડળીએ જણાવ્યું કે, લાલપુર પંથકમાં અત્યાર સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ મોટાભાગના ખેડૂતોએ […]
જામનગરમાં બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહીબિશનના ગુનામાં સંકળાયેલા એક બુટલેગર વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં અગાઉ પણ […]










