Gujarat

અમદાવાદ પ્લાઝમા કૌભાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો ખુલાસો, મહારાષ્ટ્રની ૮ બ્લડ બેંક સાથે નીકળ્યું કનેક્શન

અમદાવાદ ગ્રામ્ય પોલીસે દેશના સૌપ્રથમ પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કરી મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. SOG જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરવામાં આવેલા બ્લડ યુનિટ્સ સાથે છેડછાડ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. બી.જે. મેડિકલ કોલેજના […]

Gujarat

જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા

જુનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુનામો આચરનાર કુખ્યાત મકસુદ શેતાને એસ.ઓ.જી પોલીસે માણાવદરથી પકડી પાડ્યો જુનાગઢ જીલ્લાના પોલીસ વિભાગને એક મોટી સફળતા મળી હતી જેમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુના આચરનાર કુખ્યાત આરોપી મકસુદ શેતાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માણાવદરના કોઠારીયા રોડ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મકસુદ […]

Gujarat

રાજકોટના જેતપુરમાં રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત, કેન્સરની અસહ્ય પીડાથી કંટાળીને જીવન ટૂંકાવ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

જિલ્લાના જેતપુરના બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ આપઘાત કર્યાના સમાચાર મળતાજ સમગ્ર પંથકના સેવકો અને શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહંતે ગંભીર બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં જાણવા મળ્યું છે. આ ઘટના મામલે મીડિયા […]

Gujarat

વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત‘નો કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઔદ્યોગિક ક્ષેત્રે મધ્ય ગુજરાતની વિશાળ સંભાવનાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્ર્ેં કરવામાં […]

Gujarat

રમત-ગમત રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતને હાર્ટ એટેક આવતા મૈત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીત ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મંત્રીને છાતીના ભાગે તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક સુરતની જાણીતી મૈત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી […]

Gujarat

જેએમસી ના એસ્ટેટ વિભાગના ૫ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા ૪ આરોપીને ઝડપી લેવાયા

તા. ૨૩મીએ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. અંબર ચોકડી પાસે દબાણ હટાવતી વખતે કેટલાક શખ્સોએ મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત.૨૩મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર […]

Gujarat

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં ઐતિહાસિક AVC મેન્સ વોલીબોલ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટુકડીનું સન્માન કર્યું

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ AVC મેન્સ વોલીબોલ કપ ૨૦૨૬માં દેશનો સૌપ્રથમ મેડલ સુરક્ષિત કરીને ઇતિહાસ રચનારી ભારતીય ટુકડીનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું. ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફને અભિનંદન આપતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ મેડલ ઐતિહાસિક છે, પરંતુ આ માત્ર એક શરૂઆત હોવી જાેઈએ. દરેક સિદ્ધિ વધુ મોટી […]

Gujarat

હજયાત્રાના નામે વકીલ સાથે 10.30 લાખની છેતરપિંડી, સુરતના 5 શખસો સામે ફરિયાદ

હજ યાત્રા કરવા ઇચ્છતા વકીલ સહિત દંપતી સાથે લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને દિવાળીપુરા કોર્ટમાં વકીલાત કરતા અલ્તાફહુસેન ગુલામમહંમદ શેખે આરોપ મૂક્યો છે કે, તેમને અને તેમની પત્નીને 2026ની હજ યાત્રા પર મોકલવાનું કહીને વડોદરા અને સુરતના ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ 10.30 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, હજ […]

Gujarat

માણાવદરમાં ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં પદયાત્રા યોજાઈ

માણાવદર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ બોરખતરીયાની આગેવાની હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પદયાત્રા માણાવદરના સિનેમા ચોકથી શરૂ થઈ ગાંધી ચોક સુધી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ પદયાત્રામાં પાર્ટીના તાલુકા પ્રમુખ […]

Gujarat

જામનગરમાં વેગનઆર કારમાંથી 101 દારૂની બોટલ જપ્ત

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ઠેબા ચોકડી રોડ નજીકથી એક વેગનઆર કારમાંથી ₹56,500ની કિંમતની 101 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹5,71,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈને કારચાલક ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે ઠેબા ચોકડી રોડથી રાધિકા સ્કૂલ […]