જામનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી (GST) કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગનો કાયદાકીય સકંજો કસાતા જ બ્રાસ સિટીના વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કૌભાંડના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી […]
Gujarat
બનાસકાંઠાના અમીરગઢ નજીક સરોત્રા રેલવે સ્ટેશન પાસે એક યુવકે માલગાડી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
જિલ્લાના અમીરગઢ તાલુકામાં એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં, સરોત્રા રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી એક રેલવે માલગાડી (ગુડ્સ ટ્રેન) ની સામે એક અજાણ્યા યુવકે અચાનક પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. ટ્રેનની ગતિ ખૂબ જ ઝડપી હોવાને કારણે યુવકને બચવાની કોઈ તક મળી ન હતી. આ આત્મઘાતી પગલાંને પગલે રેલવે ટ્રેક અને […]
હવે સપ્તાહમાં બે દિવસ મુંબઈ–કેશોદ–પોરબંદર–અમદાવાદ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવામાં આવી
પોરબંદર અને મુંબઈ વચ્ચે વર્ષોથી વિમાની સેવા કાર્યરત હતી. બાદમાં અમદાવાદ અને દિલ્હી સુધીની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર ત્રણેય રૂટની સેવા બંધ થઈ ગઈ હતી. લાંબા વિરામ બાદ ફરી પોરબંદર–મુંબઈ વિમાની સેવા શરૂ થઈ હતી, પરંતુ ગત ૧૮ એપ્રિલથી તે ફરી બંધ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો […]
બેંગકોકથી લવાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની કરોડોનો સ્ટોક અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગની સતર્કતાથી ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. બેંગકોકથી આવેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાંથી અંદાજે ૧૧ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧૧ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. સ્નિફર ડોગની મદદથી કરવામાં આવેલી તપાસમાં ટ્રોલી બેગમાં સિલ્વર રંગની પાંચ પોલિથીન બેગમાં ખૂબ […]
એક્સપ્રેસવે પર દોડતી GSRTC વોલ્વો બસોના ભાડામાં થયો ઘટાડો
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની બસોના અમુક રૂટના ભાડામાં થયો ઘટાડો,અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નવી એરકંડીશન્ડ એસી બસ સેવા શરૂ કરી છે. જેમાં મુસાફરીનો સમય અને ભાડું ઘટાડાયું છે અને સમગ્ર રાજ્યના મુસાફરી માટે કનેક્ટીવિટી વધુ શ્રેષ્ઠ અને આરામદાયક બની છે. નવી સેવાઓ હેઠળ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે દ્વારા હવે અમદાવાદ અને ભાવનગર […]
હવે ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી દરેક બાળક પર રહેશે ‘પીએમ -એફસીટી’ની નજર
રાજય સરકારની આરોગ્યક્ષેત્રે નવી પહેલ : માતૃત્વ અને બાળ વિકાસનું ડિજિટલ સુરક્ષા કવચ ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ પાયલોટ પ્રોજેકટ પોષણ, શિક્ષણ અને આરોગ્ય વિભાગોના ડેટા એક પ્લેટફોર્મ પર આવતાં હવે‘કોઈ પાછળ નહીં છૂટે’ દેશના બાળકો અને માતાઓના સર્વાંગી ઉત્થાન માટે ભારત સરકારે એક મોટી ડિજિટલ છલાંગ લગાવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી […]
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમીના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે ત્વિષા વ્યાસની પસંદગી
“ગરબા એ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખની જીવંત અભિવ્યક્તિ”: સુશ્રી ત્વિષા વ્યાસ દક્ષિણ ગુજરાતનું નગર બારડોલી… જ્યા સાંજ ઢળતા જ ગરબાના તાલ ગુંજે છે. અહીં એક તાલીમ કેન્દ્રમાં યુવા દીકરીઓ ગરબા શીખી રહી છે. દીકરીઓને એક યુવા કલાકાર ધીરજપૂર્વક ગરબામાં દરેક હાવભાવ, દરેક તાલ અને દરેક પગલાની બારીકીઓ સમજાવે છે.આ યુવા કલાકારનું નામ છે. -સુશ્રી […]
ગુજરાતમાં કુલ ૪૭ જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો
અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો પર્દાફાશ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો પર્દાફાશ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓ પાસેથી અરવલ્લી જિલ્લાના બે ગુના સહિત રાજ્યમાં ૪૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સમગ્ર ગુજરાતમાં મહિલા સાગરીતની મદદથી રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓ સાથે વાતચીત કરી […]
રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો
‘બાળ લકવા નાબૂદી અભિયાન’ અંતર્ગત રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે ૨૯ અને ૩૦ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે બાળલકવા નાબૂદી માટે “પલ્સ પોલિયો અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાળકોને પોલિયો રસી ના ટીપાં પીવડાવીને પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. […]
સુરતના ભેસ્તાન ખાતે ‘ડો.શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક’ ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાનમાં મિયાવાંકી પદ્ધતિથી ૨૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું
પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન-ડિંડોલી ખાતે મેયર શ્રીમતી માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ‘ડો.શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક‘માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરીને આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત […]










