રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટર હેઠળની પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા તથા સપડા સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશ મેળવનાર કુલ 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં […]
Gujarat
મોહરમ પૂર્વે જામનગરમાં રેન્જ IGનિર્લિપ્ત રાયએ શાંતિ સમિતિ બેઠક યોજી
જામનગરમાં પવિત્ર મોહરમ તહેવાર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ અંતર્ગત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ શાંતિ સલામતી બેઠક યોજી કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ […]
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ મંદિરના વિકાસ કાર્યો, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે આ અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ મંદિરના વિકાસ અને ધાર્મિક પર્યટનને […]
બીથલીના શખ્સ શાકભાજી ખરીદવા આવ્યા અને અકસ્માત સર્જાયો
ડભોઇ નગરમાં આવેલી સહયોગ શાક માર્કેટ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાકભાજી ખરીદવા આવેલા એક ઇકો કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી તળાવમાં ખાબકી હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે કાર ચાલકને હેમખેમ બહાર કાઢી લેવાતા એક મોટી હોનારત ટળી છે . મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાના બીથલીના રહેવાસી નિલેશભાઈ પાટણવાડીયા […]
યુવક બીજી પત્ની સાથે રહેતો, પીડિતાના પિયરે જઈ ઝઘડા બાદ મારપીટ કરી; પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ મહિલાને તેના પતિએ જાહેરમાં બોલાચાલી કરી ત્રણ વાર ‘તલાક તલાક તલાક’ (ત્રિપલ તલાક) કહી સંબંધ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પીડિત મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિકાહ બાદ તાંદલજામાં ભાડાના મકાનમાં રહેતા હતા ફરિયાદની વિગત અનુસાર, ફરિયાદી મહિલાના નિકાહ […]
માનસિક ત્રાસથી કંટાળી અભયમની મદદ માંગી
વડોદરા શહેરમાં એક મહિલાએ પોતાના પતિ દ્વારા નોકરી પર આવી ધમકીઓ અને ગેરવર્તનનો ભોગ બનતા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. પરિણીત મહિલા પતિના ત્રાસથી કંટાળી છૂટાછેડા લેવા માંગતી હતી, જ્યારે પતિ તેને છોડવા માંગતો ન હતો. આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મહિલાની છૂટાછેડા લેવા અરજી આ મહિલાએ […]
61 ગુનામાં જપ્ત કરાયેલા રૂ.1.43 કરોડથી વધુના મુદ્દામાલ પર બુલડોઝર
અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ મથકોમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાના નાશ માટે વિરમગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કુલ 61 ગુનામાં જપ્ત કરાયેલા ₹1.43 કરોડથી વધુના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં માંડલ ટાઉન […]
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે વૃદ્ધને APK ફાઇલ મોકલી, ફોન હેક કરી 39.70 લાખ ટ્રાન્સફર કરી દીધા
સાયબર ગઠીયાઓ અત્યાર સુધી RTO ચલણની APK ફાઇલ મોકલી ઠગાઈ કરતા હતા ત્યારે હવે નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે. જેમાં નિવૃત થયેલા વૃદ્ધને ટાર્ગેટ કરી પેન્શન વેરિફિકેશન માટેની APK ફાઇલ મોકલે છે જે ડાઉનલોડ કરાવી ફોન હેક કરાવી પૈસા પડાવે છે. અમદાવાદના એક વૃદ્ધને પણ APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા જ વૃદ્ધનો […]
થલતેજમાં ઘરમાંથી કાઢીને મકાન માટે 1 કરોડ અને પતિને મહિને 3 લાખના પગારની નોકરીની માગ કરી
અમદાવાદના થલતેજમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને અન્ય સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.લગ્નના થોડા મહિનાઓ બાદ જ ઘરકામ બાબતે શરૂ થયેલા ઝઘડાઓએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં સાસરિયાઓએ પરિણીતાના પિતા પાસે મકાન અથવા 1 કરોડ રૂપિયા રોકડા અને તેના પિતાની કંપનીમાં પતિને દર મહિને 3 […]
ધોરાજી ભાજપ નેતાએ નગરપાલિકા વહીવટ સામે આક્ષેપો કર્યા
ધોરાજીના ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ નગરપાલિકાના વહીવટ અને પક્ષના કેટલાક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય કાર્યકરો તેમજ નાગરિકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. જયસુખ ઠેસિયાના મતે, પક્ષના કેટલાક ચૂંટાયેલા સભ્યો દ્વારા મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં […]










