વર્તમાન ટેક્નોક્રેટની દુનિયામાં ભાવેણાની જેતલ ઝાલા નામની યુવતીએ વધુ એક ક્રાંતિ લાવી છે. નાની નાની રેસ્ટોરન્ટ, કેફેથી લઈ મોટી હોટલમાં કાર્બન ઉત્સર્જન ટ્રેક કરવા, યુટિલિટી ખર્ચ મોનીટર કરવા અને વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત વધુ સારા ર્નિણયો લેવા SaaS નામનો સોફ્ટવેર વિકસાવ્યો છે.ભાવનગરની જેતલ દેવલભાઈ ઝાલા ઈકોબેલન્સની સ્થાપક તરીકે યુકેમાં નાના બિઝનેસ માટે સસ્ટેનેબલ ટેક્નોલોજીની ઉદયમાન આગેવાન […]
India
રાજકોટમાં વોર્ડ નંબર ૭ માં સૌથી વધુ મતદારો ઘટ્યા, વોર્ડ નંબર ૧૧ માં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ધનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેર ગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં ૧,૦૮,૦૩૯ નો મોટો […]
સુરત પોલીસ દ્વારા ૧૦ વર્ષમાં ૧૪૨ ગ્રીન કોરિડોર બનાવી ૨૧૭ લોકોને જીવતદાન અપાયું
જ્યારે કોઈનું જીવન તેના છેલ્લા શ્વાસ પર હોય છે, ત્યારે સુરતની શેરીઓ ટ્રાફિકથી નહીં, પણ આશાથી ભરેલી હોય છે. સુરત પોલીસ આ પ્રયાસમાં સૌથી મોટી સહાયક છે. આમાં એક શહેરથી બીજા શહેરમાં અંગો પરિવહનનો સમાવેશ થાય છે.ડિસેમ્બર ૨૦૧૫ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં, સુરત પોલીસે ૧૪૨ ગ્રીન કોરિડોર બનાવ્યા છે, જેનાથી ૨૧૭ લોકોને નવું જીવન […]
સુરતમાં ભાગ્યોદય થેપલા હાઉસના માલિકે ૧૮ મહિનાથી યુવતીને ગોંધી રાખી
સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા ‘ભાગ્યોદય થેપલા હાઉસ‘ના માલિકે ૨૭ વર્ષીય યુવતીને છેલ્લા દોઢ વર્ષથી દુકાનમાં બંધક બનાવી રાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘વુમન ઈમ્પાવરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ‘ની સતર્કતા અને પોલીસની દરમિયાનગીરી બાદ યુવતીને મુક્ત કરાવી તેનો બાકી પગાર અપાવવામાં આવ્યો હતો, જાેકે પોલીસ તપાસમાં યુવતી પોતાની મરજીથી ત્યાં રહેતી હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની વિગત […]
આજના દિવસે ઓપરેશન મેઘદૂતમા અમદાવાદના કેપ્ટન નિલેશ સોની થયા હતા શહીદ
૨૯ મે, ૧૯૮૪: સિયાચીન ગ્લેશિયર. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર. ઓપરેશન મેઘદૂત પર કબજાે કરવા માટે સેનાના ૨૦ સૈનિકો પેટ્રોલિંગ પર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. થોડા દિવસોમાં ૧૫ સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ ૫ જવાનોનો અતોપતો મળ્યો નહીં. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ : ભારતીય સેનાએ ૪૨ વર્ષ પહેલાં ઓપરેશન મેઘદૂત દરમિયાન સિયાચીનમાં […]
વટવા ચાર માળિયામાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ, ત્રણ પીધેલા મળ્યા
અમદાવાદના વટવામાં જાહેરમાં કેટલાક શખસોએ તલવારો લઈને જમીન અને દીવાલમાં ઘા મારી સ્થાનિકોમાં ભય ઊભો કર્યો હતો. વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન ૬ ડીસીપીએ ગઇકાલે(૧૨ એપ્રિલ) મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. વટવામાં ચાર માળિયામાં મેગા કોમ્બિંગ દરમિયાન માત્ર એક દારૂ પીધેલો વ્યક્તિ મળી આવ્યો હતો જ્યારે ૪૩૫ દારૂની બોટલનો કેસ કર્યો હતો. […]
ગુજરાત યુનિ.માં રૂ. ૩૦ કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ અગાઉ યોજાયેલી સિન્ડિકેટ બેઠક ભારે તોફાની રહી હતી. બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. આ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિવર્સિટીની બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની રકમ કરતા ?૩૪ કરોડનો વધારાનો ખર્ચ […]
કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને માટે ચલાવેલી ઝુંબેશ અંતર્ગત ઘરફોડ ચોરી કરનાર ૨૦ વર્ષનો રીઢો આરોપી ઝડપાયો
કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. કલોલ શહેર પોલીસે ઘરફોડ ચોરીના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી માત્ર ૨૦ વર્ષની નાની ઉંમરે ૧૪થી વધુ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર જિલ્લામાં વણઉકેલાયા ગુનાઓ શોધવા માટે ચાલી […]
પોલીસની શી ટીમે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી ૨૨૫ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું
ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યરત ‘શી ટીમ’ શહેરની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં શી ટીમ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓના આંકડા પર નજર કરીએતો ખુબજ સરાહનીય કામગીરી કરી છે.ગુજરાત પોલીસની SHE Team (શી ટીમ) અત્યારે ગાંધીનગર શહેરની મહિલાઓ, બાળકો અને વડીલો માટે સાચા અર્થમાં એક રક્ષક અને સાથીદાર સાબિત […]
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ૨ દિવસીય ગુજરાત પ્રવાશે
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૩ અને ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સમરસતા સાથે જાેડાયેલા ત્રણ મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે […]










