Gujarat

કલોલના કાંઠામાં હડકમાઈ માતાના મેળામાં દર્શનની લાઈનમાં ઉભેલી યુવતીના ગળામાંથી ૧.૭૦ લાખની સોનાની ચેઈન તફડાવનાર મહિલા ઝડપાઈ

ગાંધીનગરના કલોલના કાંઠા ગામમાં હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવીને ભક્તોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શન કરવા આવેલા એક પરિવારની યુવતીના ગળામાંથી ૧.૭૦ લાખની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લેવાના કેસમાં પાટણની કંચનબેન ઠાકોર નામની મહિલા વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના અસારવા કડીયાની ચાલીમાં […]

Gujarat

ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા શ્રી ફળ દ્વારા કીડી નું કીડીયારું પુરવામા આવ્યું

ઓલપાડ વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ની આજુબાજુ જંગલ વિસ્તારમાં સૌ સેવા ના સારથીઓ ના સહયોગથી કિડી નું કીડી યારૂ પુરી સૌ સાથે સિદ્ધનાથ મહાદેવ દાદા ના દર્શન કરી વન ભોજન નો આનંદ માણ્યો. ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા ગૌ સેવા, જીવદયા, અનાથ બાળકો ને જમાડવાની સેવા, ગંગા સ્વરૂપ બહેનો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણ […]

Gujarat

સેવા, સંસ્કાર અને સમર્પણનું જીવંત પ્રતિક અશ્વિનભાઈ મહેતાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ”

“સેવા, સંસ્કાર અને સમર્પણનું જીવંત પ્રતિક અશ્વિનભાઈ મહેતાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ” મળવા જેવા માણસ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી, અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષ, વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અને ભાજપના પ્રખર આગેવાન એવા અશ્વિનભાઈ પી. મહેતા આજે પોતાના જીવનના 62મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસર માત્ર તેમના પરિવાર કે મિત્રવર્તુળ માટે જ નહીં […]

Gujarat

સાયકલની મદદથી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ

કાલુપુર પોલીસે ભીડભાડવાળા વિસ્તારોમાં સાયકલ અથડાવી લોકોના ખિસ્સામાંથી નાણાં સેરવી લેતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગે કાલુપુર વિસ્તારમાં બે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કુલ ₹1.44 લાખની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચોરીની મોડસ ઓપરેન્ડી આ ગેંગ અત્યંત ચતુરાઈથી ચોરીને અંજામ આપતી હતી. ગેંગનો એક સભ્ય સાયકલ લઈને […]

Gujarat

પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું પૂર્વઆયોજિત કાવતરું, 5 શંકાસ્પદો પોલીસ રડારમાં

સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની […]

Gujarat

સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રન-વે પર ઈન્ડિગોની ફ્લાઇટ સાથે શિયાળ અથડાયું

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. હૈદરાબાદથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ જ્યારે રન-વે પર ઉતરાણ કરી રહી હતી ત્યારે અચાનક એક શિયાળ વિમાન સાથે અથડાયું હતું. લેન્ડિંગની ગતિ દરમિયાન થયેલી આ ટક્કરથી પ્લેનમાં જોરદાર ઝાટકો અનુભવાયો હતો, જેના કારણે ફ્લાઇટમાં સવાર 150થી વધુ પેસેન્જરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. […]

Gujarat

સુરત પોલીસ દ્વારા 10 વર્ષમાં 142 ગ્રીન કોરિડોર બનાવી 217 લોકોને જીવતદાન અપાયું

જ્યારે કોઈનું જીવન તેના છેલ્લા શ્વાસ પર હોય છે, ત્યારે સુરતની શેરીઓ ટ્રાફિકથી નહીં, પણ આશાથી ભરેલી હોય છે. સુરત પોલીસ આ પ્રયાસમાં સૌથી મોટી સહાયક છે. આમાં એક શહેરથી બીજા શહેરમાં અંગો પરિવહનનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2015 થી 20 ફેબ્રુઆરી, 2026 સુધીમાં, સુરત પોલીસે 142 ગ્રીન કોરિડોર બનાવ્યા છે, જેનાથી 217 લોકોને નવું […]

Gujarat

બગદાણા પોલીસે ચૂંટણી પહેલા ફૂટ પેટ્રોલિંગ કર્યું

બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પી.આઈ. કે.કે. રાઠોડ અને સમગ્ર પોલીસ સ્ટાફ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત, પોલીસે જનજાગૃતિ અભિયાન […]

Gujarat

ઘોઘારોડ પર ધમધમતા જુગારધામમાં LCBનો દરોડો

ભાવનગર એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં જુગાર રમતા 6 શખસો રંગેહાથ ઝડપાયા ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ […]

Gujarat

રોડ ક્રોસ કરવા જતાં યુવકનું ટ્રક અડફેટે મોત

જામનગર શહેરના ખીજડીયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે ગૌશાળાની સામેથી રોડ ક્રોસ કરવા જતાં યુવકને ટ્રક ચાલકે હડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શહેરના ગોકુલનગર શેરીનં-1માં રહેતા લક્ષ્મીબેન ઉર્ફે શાન્તુબેન પ્રવિણભાઈ ગોહીલ (ઉ.વ.55) નામની પ્રૌઢાએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે […]