બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પી.આઈ. કે.કે. રાઠોડ અને સમગ્ર પોલીસ સ્ટાફ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત, પોલીસે જનજાગૃતિ અભિયાન […]
India
ભાવનગરના 4 બુટલેગર સહિત 5ને પાસા તળે જેલમાં ધકેલાયા
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ બુટલેગરો તેમજ માથાભારે ઇસમ સહિત કુલ 5 શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી 5 શખ્સોની […]
ભાજપના 52 ઉમેદવારોએ લીધા વિજયના ‘સંકલ્પ’, રણમેદાનમાં ઉતરવા કાર્યકરો સજ્જ
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ, આજે પ્રચાર અભિયાનના શ્રીગણેશ એક ‘સંકલ્પ કાર્યક્રમ’ સાથે કરવામાં આવ્યા હતા. જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય […]
જૂનાગઢમાં પક્ષપલટા અને નારાજગીનો દૌર શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યાંક પક્ષપલટા તો ક્યાંક આંતરિક નારાજગી ભાજપ માટે પડકાર ઉભો કરી રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભાજપે ભાયાણીને […]
જામનગર સ્થાનિક ચૂંટણીમાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ફોર્મ રજૂ થયા હતા. જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે 317 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના 123, કોંગ્રેસના 86, આમ આદમી પાર્ટીના […]
જામનગરમાં ફેક્ટરી ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ₹3.07 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
જામનગર શહેરના માનસી હોટલ પાછળ આવેલી ‘ખોડીયાર પ્લાસ્ટિક’ નામની ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને કુલ ₹૩,૦૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગે બી.એન.એસ. કલમ-૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં […]
જમીન બચાવવા ૧૦ ગામના રહીશો મેદાને ઉતર્યા
મહેસાણા મનપામાં ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં સભા યોજાઇ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના ૧૦ જેટલા ગામોના લોકો હવે એકજૂથ થયા છે. ૯ એપ્રિલની રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ […]
સુવિધા: ભાવનગર -હરિદ્વારની સ્પેશિયલ ટ્રેનને ગાંધીનગરમાં સ્ટોપેજ મળ્યું
ઉનાળુ વેકેશનમાં વિવિધ વિસ્તારોમાં જતી ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ જાેવા મળતી હોય છે જેને ધ્યાનમાં લઇને મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા વેકેશન સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ભાવનગર- હરિદ્વાર ટ્રેનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે જેથી વેકેશનમાં હરિદ્વાર કે દિલ્હી તરફ જતા મુસાફરોને વધુ […]
સાણંદ-ધોલેરામાં બનશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક
રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને હવે સાણંદ-ધોલેરામાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ […]
ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી
ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને શારીરિક અડપલાં કરવાના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અજય ચેતનભાઈ પટેલને ત્રણ વર્ષની સખત કેદની સજા સાથે કુલ ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. પાન પાર્લર પાસેથી આરોપીએ સગીરાનું અપહરણ કર્યું આ ઘટનાની વિગતો મુજબ ડભોડા […]










