જામનગર શહેરના માનસી હોટલ પાછળ આવેલી ‘ખોડીયાર પ્લાસ્ટિક’ નામની ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને કુલ ₹૩,૦૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગે બી.એન.એસ. કલમ-૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં […]
India
જામનગરમાં બે કુખ્યાત બુટલેગરો પાસા હેઠળ જેલભેગા
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ બે કુખ્યાત પ્રોહીબુટલેગરો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરીને તેમને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપ્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, પ્રોહીબિશનની […]
જામનગરમાં સીઝન ઈફેક્ટના કારણે ઉનાળા પાકનું માત્ર 10,760 હેકટર જમીનમાં વાવેતર
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળા પાકના વાવેતરમાં ઘટાડો થયો હોય તેમ માત્ર 10,760 હેકટર જમીનમાં વાવેતર થયું છે. તો ઓછા વાવેતરનું કારણ પાણીની ઓછી સગવડ તેમજ સીઝન લેઈટ ચાલ્યુ હોવાની ઈફેકટ સામે આવી રહી છે. સૌથી વધુ તલનું 4589 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જામનગર જિલ્લામાં ગત વર્ષે પાછતરા સારા વરસાદના કારણે શિયાળુ તેમજ ઉનાળુ […]
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી માંત્રિપાંખિયો જંગ
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેસરીયા ખેસ, ત્રિરંગા અને ઝાડુના પ્રતીકો સાથે નીકળેલા રેલી સ્વરૂપી કાફલાઓએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્રણેય મુખ્ય પક્ષોએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા પોરબંદરમાં આ […]
રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને શોધી કાઢ્યા
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા અને કેતન અમૃતભાઈ ઘમરને બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ વાલી-વારસ […]
આજરોજ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા સંકલ્પ સંમેલન યોજાયુ
ભાજપ ના 64 ઉમેદવારોએ જનસેવા નો કર્યો સંકલ્પ. આજરોજ ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા લાલ બંગલે ઉમેદવારો માટે સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ ના ગીતથી કરવામાં આવેલ રાજ્યસભા ના સાંસદ પરષોત્તમ ભાઈ રૂપાલા દ્વારા ભારતીય જનતા પાર્ટી એ પસંદ કરેલ 64 ઉમેદવારોને અભિનંદન આપેલ જનસેવા એ જ પ્રભુ સેવા સંકલ્પ લેવડાવેલ […]
કપુરાઈ પોલીસે રોકડ, મોબાઈલ, મોપેડ સહિત 90 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, સોમાતળાવ ભંગારની દુકાનવાળી ગલીમાં ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા પાંચ શખસ જુગાર રમતા ઝડપાયા હતા. કપુરાઈ પોલીસે રોકડ રકમ, મોબાઈલ, મોપેડ સહિત […]
હર્ષ સંઘવીએ કીર્તિમંદિરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે રાજ્યમાં દરેક જગ્યાએ વિધિવત પ્રચારનો પ્રારંભ થયો છે. આજે વડોદરામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’માં હાજરી આપી હતી. મનપાના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લીધા આ કાર્યક્રમ કાલાઘોડા સર્કલ પાસે આવેલા કીર્તિમંદિર ખાતે […]
અમદાવાદ ગ્રામ્ય SOGએ ભરૂચના ગુનામાં પકડ્યો
ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે […]
આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવકે માથું ટીવી પર અથડાવ્યું, પટ્ટા-ટોપી ઉતારવાની ધમકી આપીને કોન્સ્ટેબલના અંગૂઠા પર બચકું ભર્યું
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારી સાથે યુવકે ઝપાઝપી કરી હતી. યુવકે પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભર્યું હતું, જ્યારે યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે યુવકે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપીને જાતે જ માથું ટીવી પર પછાડ્યું હતું. યુવકે પોલીસ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે […]










