આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર કેતનભાઇ વાણિયાના ને પત્રકાર મુકેશ જીંજાળા ને જણાવ્યા મુજબ આહિર સેના ગુજરાત હાલ આખા ગુજરાતની અંદર આહીર સમાજનું સંગઠન મજબૂત બનાવી રહી છે ત્યારે સુરતની અંદર પણ વસતો આહિર સમાજ આહિર સમાજના યુવાનોને નવી દિશા બતાવવા માટે સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર […]
India
ઉચ્છલ હાઇવે પર ST બસ-કન્ટેનર કાદવમાં ફસાયા
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. ઉચ્છલના ટોકરવા ગામ નજીક રોડ પર ચીકણા પદાર્થને કારણે સુરતથી નિઝર-નંદુરબાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનર કાદવમાં ફસાયા હતા. આ ઘટનામાં એક બાઇકનો કચ્ચરઘાણ થયો, જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો. એક જ દિવસમાં આ રોડ પર કુલ 8 અકસ્માતો થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, […]
સોનગઢના વડપાડામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની વડપાડા પ્ર. ઉંમરદા ગ્રામ પંચાયતમાં બુધવારે ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન અભિયાન શરૂ કરાયું હતું. આ પહેલ ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવાનો છે. આ અભિયાનમાં પર્યાવરણને અનુકૂળ ઈ-રિક્શા કચરા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના દરેક ઘરેથી […]
જાંબુવા ચેક પોસ્ટ પરથી 49 ગ્રામ MD સાથે એક ઝડપાયો, 5 હજારના કમિશન માટે મધ્યપ્રદેશ જઈને ડ્રગ્સ લઈ આવ્યો
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ શહેર SOG અને મકરપુરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને જામ્બુવા પોલીસ ચેક પોસ્ટ નજીકથી 49 ગ્રામ 690 મિલિગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સ અને મોબાઇલ ફોન સહિત કુલ 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે […]
સોશિયલ મીડિયા પર પ્રેમ કરવો કિશોરીને ભારે પડ્યો
અમદાવાદ ખાતે રહેતી 16 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા પરથી યુવક સાથે મિત્રતા બંધાઈ હતી, ત્યારે પ્રેમી લગ્ન કરવા માટે વાત કરતા વિશ્વાસમાં આવી ગયેલી સગીરા પોતાનું ઘર છોડી વડોદરા શહેરના સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ તેણે ફોન કરતા યુવકે એને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અને લેવા આવ્યો ન હતો. લગ્ન કરવા […]
સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ સોપ બનાવવાનું નેટવર્ક ઝડપાયું
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા વેદાંત ઈન્ડસ્ટ્રીઝ-03 પ્રગતિ ઈકો પાર્ક ખાતેથી કોપીરાઈટ એક્ટના ભંગ બદલ અમરોલી પોલીસે દરોડા પાડીને આરોપી વેપારીની ધરપકડ કરી છે. જાણીતી કંપની યામી ઘર શોપ પ્રા.લી.ના નામે ડુપ્લીકેટ કોસ્મેટિક સોપ બનાવી વેચાણ કરતા ઈસમ પર કંપનીના અધિકૃત અધિકારીની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 1,81,200ની કિંમતનો […]
સુરત જિલ્લામાં ભારે વરસાદ, 11 રસ્તાઓ બંધ
સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 11 રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. સૌથી વધુ પાંચ રસ્તાઓ પલસાણા તાલુકામાં પ્રભાવિત થયા છે. આના કારણે લોકોને 2 થી 10 કિલોમીટર સુધીનો લાંબો ફેરવો કરવો પડી રહ્યો છે. પલસાણા તાલુકામાં બલેશ્વર એપ્રોચ રોડ […]
મર્ડર કેસનો આરોપી ‘યુનુસબાણુ’ MD ડ્રગ્સ સાથે ઝડપાયો
મહારાષ્ટ્રમાં માત્ર ધોરણ-4 સુધી અભ્યાસ કરનાર અને જમીન લે-વેચના વ્યવસાયની હેઠળ કાળો કારોબાર ચલાવતો 36 વર્ષીય યુનુસ ઉર્ફે યુનુસબાણુ કાદર શેખ(રહે.કમરૂનગર, હાલ-માનદરવાજા, સુરત)ને એમ.ડી ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી યુનુસ અત્યંત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. વર્ષ 2017માં તેણે પોતાના પિતા, ભાઈઓ અને સાગરીતો સાથે મળીને લીંબાયતમાં સાબિર નામના યુવકની તલવારના ઘા ઝીંકી […]
નેધરલેન્ડ, નોર્વે અને સ્પેનના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ઠગાઈ
આણંદના ટ્રાવેલ્સ સંચાલક સહિત બે અરજદારો પાસેથી વડોદરાની ઇમિગ્રેશન કન્સલ્ટન્સી સંચાલક મહિલાએ નેધરલેન્ડ, નોર્વે અને સ્પેનના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 2.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આણંદના શિવાયટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સ્નેહલભાઈ વ્યાસે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ […]
બે ભાઈ સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી અને અગાઉથી જ સરકારી સંપાદન હેઠળ ગયેલી તથા બિનખેતી (N.A.) થઈ શકે તેમ ન હોવાની જાણ હોવા છતાં, જમીનનું વેચાણ બાનાખત કરી આપીને ₹ 3.84 કરોડથી વધુની માતબર રકમની છેતરપિંડી આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કપુરાઈ ગામના બે ભાઈઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જમીન […]










