વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે આર.ટી.ઓ. (RTO) વડોદરા કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વર્ષ 2026 ના જૂન માસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ખાસ ચેકિંગ અભિયાન હેઠળ કુલ 2,646 ગુનાહિત વાહનો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન વડોદરા RTO દ્વારા વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમભંગ બદલ કુલ રૂ.1,06,38,204 […]
India
સુરતમાં વધુ એક પાટીદાર યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર
સુરત શહેરના કઠોદરા વિસ્તારમાં લગ્નના નામે મોટી છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 40 વર્ષીય અપરિણિત પાટીદાર વેપારીને લગ્નની લાલચ આપી વચેટીયા અને મહારાષ્ટ્રની યુવતીએ મળીને કુલ ₹2.99 લાખની મતા પડાવી લીધી અને લગ્નના ગણતરીના દિવસોમાં જ દુલ્હન ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ લસકાણા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી […]
નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધી થતું વેઠઉતાર કામ
ડભોઇના નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધીના માર્ગ પર હાલમાં રોડની બંને સાઈડ વરસાદી કાંસ (ગટર) બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં સ્ટેટ હાઇવે વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ જાતના ટેકનિકલ લેવલિંગ વગર થઈ રહેલા આડેધડ કામથી ચોમાસામાં રોડ પર પાણી […]
માણેજા ગાર્ડન પાસેના જુગારઅડ્ડા પર મકરપુરા પોલીસનો દરોડો
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માણેજા ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 10 શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.56,000નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમતા 10 શખસોને ઝડપાયા વડોદરા શહેર […]
ધંધુકા-ધોલેરા રોડ પર સુમો કાર પલટી
ધંધુકા-ધોલેરા માર્ગ પર રોજકા ગામ નજીક આજે TATA કંપનીના ઇજનેરોને લઈ જતી સુમો કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ ઇજનેરોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકો અને રાહદારીઓએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર […]
બાવળાની કેનાલમાંથી 11 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો
બાવળા તાલુકાના રજોડા ગામ નજીક આવેલી કેનાલમાંથી 11 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી […]
અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રના પ્રતિભાગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા
અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આયોજિત વિશિષ્ટ વર્કશોપ “ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026” ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ ઐતિહાસિક શૈક્ષણિક સેમિનારમાં ૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ, રોટરી સભ્યો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન be10xના સહ-સ્થાપકો આદિત્ય ગોએંકા અને આદિત્ય કચાવે […]
જામનગર મનપાની સામાન્ય સભામાં વિપક્ષના આકરા પ્રહારો
જામનગર મહાનગરપાલિકા (JMC)ના અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નગરસેવકોએ પ્રી-મોન્સૂન કામગીરી અને ટીપી સ્કીમના મુદ્દે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં કેનાલોની સફાઈ માત્ર કાગળ પર જ થઈ […]
જામનગર GIDCમાં બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટથી બે દાઝ્યા
જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ નંબર 333માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં બપોરે આશરે 2 વાગ્યે બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે. આ અકસ્માતને પગલે ફેક્ટરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ભઠ્ઠીમાં બ્રાસ ઓગાળવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક જોરદાર ધડાકા […]
લાલપુર D.D. ટીમના 10 ખેલાડીઓ SGFI જિલ્લા કક્ષાએ વિજેતા
લાલપુરની ટીમ D.D.ના દસ ખેલાડીઓએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI)ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. આ ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની SGFI સ્પર્ધામાં લાલપુરનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા તાજેતરમાં જામનગર સિટી અને જામનગર ગ્રામ્ય ખાતે યોજાઈ હતી. ટીમ D.D.ના કુલ તેર ખેલાડીઓએ આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી દસ ખેલાડીઓ વિજેતા બન્યા […]










