રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. પટેલને સરપંચ એસોસિયેશન દ્વારા માનભેર વિદાય કાર્યકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થામાં નોંધપાત્ર કામગીરીથી સ્થાનિકોમાં જીત્યો વિશ્વાસ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઈ. આર.કે. પટેલની પાટણ જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં બદલી થતાં રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમના સન્માન સાથે તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી […]
India
અમદાવાદ : ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને
અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે. આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા […]
તાલાલાનાં મોરુકા ગામની જીલ્લા કલેક્ટરે લીધી મુલાકાત
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયે તલાટી દફ્તરની તપાસણી અર્થે તાલાલા તાલુકાના મોરુકા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો અને ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેક્ટરે તલાટીને મહેસૂલના નમૂનાઓ, જેમ કે 16 નંબર અને પાણી પત્રક, અદ્યતન રીતે નિભાવવા સૂચના આપી હતી. આનાથી મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા […]
વેરાવળમાં ‘પુસ્તક આપો, પુસ્તક લઈ જાઓ’ અભિયાન
વેરાવળ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા વેરાવળમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, ‘પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ’ અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યોજાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસે રહેલા વણવપરાયેલા અથવા […]
માધવપુરમાં શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ઉત્સવ સંપન્ન
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીનો પાંચ દિવસીય વિવાહ ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો છે. આ ઉત્સવ સાથે એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ૨૭ માર્ચથી 31 માર્ચ સુધી ચાલ્યો હતો. ભગવાનના લગ્ન ઉત્સવ અને મેળાના આયોજનમાં ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક સાંસ્કૃતિક કલાકારોએ ભાગ લીધો હતો. આ કલાકારોએ પોતાની […]
પાછોતરા વરસાદના કારણે દેશી મરચાની ઓછી આવક થતા મરચાના ભાવમાં કિલે રૂા.100થી 300નો તોતિંગ વધારો
પોરબંદરની બજારમાં બારેમાસ ભરવા માટેના આખા મરચા, હળદર, ધાણા, જીરું, રાય, હિંગ સહિતની ચીજ વસ્તુઓની સિઝન શરૂ થઈ છે ત્યારે બજારમાં મરચાના ભાવ સાંભળીને ગૃહિણીઓ ચોંકી ઉઠે છે. મરચાના ભાવમાં કિલે રૂ. 100 થી લઈને રૂ.300 સુધીનો ભાવ વધારો આવ્યો છે. પાછોતરા વરસાદના કારણે સ્થાનિક કક્ષાએથી મરચાની આવક નથી અને કર્ણાટકથી આવતા મરચાની આવક પણ […]
ગિરનાર રોપ-વે સેવા 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી બંધ રહેશે
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે. […]
જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(31 માર્ચ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હતી, જેમાં વાહનોની લાઈટો અને ઘોંઘાટથી ગભરાયેલા સિંહો દિવાલ […]
રેલવે ડબલિંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ પણ સામેલ હતું. આ પરિયોજનાના ઈ-લોકાર્પણના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે એક […]
આપ ઉમેદવાર જયદીપસિંહ ઝાલાની ધરપકડ
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયદીપસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે […]










