Gujarat

ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે રાજકોટ

રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત @ 2047ના વિઝન સાથે રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બપોરે ઉદ્ઘાટન કરશે. આ તકે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે.ગોએન્કા અને અદાણી પોર્ટ ગ્રૂપના કરણ અદાણી ખાસ હાજર રહેશે. સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં રવાન્ડાના હાઇકમિશનર […]

Gujarat

ગળોદર ધાર પાસે દરોડો પાડી 13.69 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 જેલભેગા, મુખ્ય સૂત્રધાર ફરાર

​જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માળિયા-સાસણ હાઈવે પર આવેલી એક એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડી પાંચ શખસને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા […]

Gujarat

જામનગરમાં નિદાન અને રસીકરણ કેમ્પનો સફળતાપૂર્વક આયોજન

જામનગર સ્થિત ખોડલધામ મહિલા સમિતિએ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સમિતિ દ્વારા આયોજિત કેન્સર નિદાન અને રસીકરણ કેમ્પમાં 6000થી વધુ મહિલાઓએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન […]

Gujarat

સોમનાથ મંદિરના ‘સ્વાભિમાન પર્વ‘માં પ્રધાનમંત્રી મોદી ભારતના સભ્યતા વારસાની ઉજવણી કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ત્રણ દિવસની ગુજરાત મુલાકાત માટે રાજકોટના હીરાસર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા સોમનાથ જવા રવાના થતાં પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજકોટના મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાના છે, જાહેર કાર્યક્રમમાં ભાગ […]

Gujarat

ક્રેડિટ કાર્ડના લાખોના બિલ ભરવા વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકી ઝડપાઈ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના લાખો રૂપિયાના દેવા ભરવા માટે સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હતા. સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ વૃદ્ધોના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લેતા હતા. આ કૌભાંડનો મુખ્ય હેતુ […]

Gujarat

રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘે સમીક્ષા કરી, મતદાર યાદી સુધારણા કામગીરી સમયસર પૂર્ણ કરવા ભાર

રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)એ સુરત જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેઓ ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના એમ.ડી. પણ છે. તેમણે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ […]

Gujarat

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા

મગદલ્લા જંક્શન પાસે ચાની દુકાન ચલાવતા રોહિતસિંઘની હત્યાના કેસમાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ રહી હતી કે, અનેક મહત્વના સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હોવા છતાં, વૈજ્ઞાનિક પુરાવાઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ન્યાય મળ્યો હતો. મરનારનું લોહી જે આરોપીઓના કપડાં અને હથિયાર પર મળી આવ્યું હતું, તે […]

Gujarat

અલથાણમાં 235 કિલો સડેલા બટાકા-ચણા અને 10,000 પુરીઓનો નાશ

સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાએ ઝુંબેશ તેજ કરી છે. અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી-ગલ્લાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તંત્રએ સ્થળ પર જ કાર્યવાહી કરી અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા-મસાલાનો નાશ […]

Gujarat

નિકોલ રોડના નરનારાયણ ફ્લેટમાં તસ્કરો બંધ મકાનના તાળા તોડી 9 લાખના દાગીના લઈ ફરાર

શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. શહેરના નિકોલ રોડ પર આવેલા એકજ ફ્લેટના ત્રણ મકાનમાં ધોળા દિવસોએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતા ચકચારમચી ગઈ છે. તસ્કરોએ ત્રણ મકાનમાં તાળા તોડીને ધુસ્યા હતા અને 8.66 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. ધોળા દિવસે ચોરી થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કૃષ્ણનગર […]

Gujarat

શાતિર મહિલા સેકન્ડોમાં સોનાની વીંટીઓ લઈ બગસરાની પધરાવી દેતી

અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી […]