Gujarat

CM, Dy.CM, પ્રદેશ પ્રમુખ સહિત તમામ મહામંત્રીઓ દિલ્હી પહોંચ્યા; સાંસદો સાથે મહત્વની બેઠક

ગુજરાત ભાજપના સંગઠન અને સરકાર માટે મહત્વપૂર્ણ ગણાતી બેઠકોનો દોર દિલ્હીમાં શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન દિલ્હીમાં ગુજરાતના ભાજપના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

વૃદ્ધને ઠગવાની સાયબર ઠગોની ચાલ ઊંધી પડી

ડિજિટલ એરેસ્ટ સામે સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. નકલી પોલીસ અને ઇ.ડી.ના અધિકારી બનીને સાઇબર ઠગોએ એક વૃદ્ધને સતત છ દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.2.01 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઠગોની ચાલ સમજી ગયેલા ચતુર વૃદ્ધે સમયસૂચકતા વાપરીને માત્ર 201 રૂપિયા જ ટ્રાન્સફર કર્યા […]

Gujarat

નિપુણ ગુજરાત અભિયાન બાદ 12-13 ઓગસ્ટે 3,247 શાળામાં બાહ્ય મૂલ્યાંકન

‘નિપુણ ગુજરાત અભિયાન’ અંતર્ગત રાજ્યની શાળાઓમાં થયેલા શૈક્ષણિક કાર્યનું હવે બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા આગામી 12 અને 13 ઓગસ્ટ, 2026 દરમિયાન શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન (Third Party Assessment) હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જિલ્લાવાર બાહ્ય મૂલ્યાંકનકારોની પસંદગી કરી તેમને શાળાઓ ફાળવવામાં આવી છે. રાજ્યના 6 […]

Gujarat

મોરવા હડફના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામે રખડતા શ્વાનના આતંકની ગંભીર ઘટના સામે આવી છે. બંગલી ફળિયામાં પોતાના ઘર આંગણે રમી રહેલી માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માતાએ દોડી આવી બાળકીને છોડાવી મેખર ગામના બંગલી ફળિયામાં રહેતા પંકજભાઈ બારીયાની દોઢ […]

Gujarat

લાયન્સ સ્કૂલ દ્વારા જાગૃતિ રેલી, સિંહ સંરક્ષણના નારાથી શહેર ગુંજી ઉઠ્યું

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 10 ઓગસ્ટના રોજ માણાવદરની લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે માણાવદર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશા આપતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા. […]

Gujarat

જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં અસુવિધાઓ અને મારપીટના આક્ષેપથી ખળભળાટ

​જૂનાગઢમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલમાં સંચાલન અને હોસ્ટેલની સુવિધાઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શાળા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પ્રશાસન, ટ્રસ્ટીઓ અને સ્ટાફ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વાલીઓનો મુખ્ય આરોપ છે કે છેલ્લા બે મહિનામાં શાળાનો સમગ્ર સ્ટાફ અને ટ્રસ્ટીઓ બદલાઈ ગયા બાદ હોસ્ટેલમાં વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ […]

Gujarat

જામનગરમાં 440 વિદ્યાર્થીએ શાળામાં પુનઃપ્રવેશ મેળવ્યો

જામનગર: રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકામાં “સમરસ વિદ્યા સેતુ અભિયાન” અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન હેઠળ બંને તાલુકાના કુલ 440 વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃપ્રવેશ મેળવી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા. કાર્યક્રમને સંબોધતા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસો અને શિક્ષણ વિભાગની કાર્યનિષ્ઠાના પરિણામે […]

Gujarat

જામનગરમાં હિન્દુ સેનાનો સ્થાપના દિવસ ઉજવાયો

જામનગરમાં હિન્દુ સેના દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ ઓગસ્ટના રોજ હિન્દુ સેનાએ 15 વર્ષ પૂર્ણ કરી ૧૬મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ નિમિત્તે ‘આસુરી શક્તિ’ના નાશ માટે ભૈરવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ જામનગરના શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર, જેને ‘કરોડપતિ હનુમાનજી મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં યોજાયો […]

Gujarat

લાલપુર જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા, પદભાર સંભાળ્યો

લાલપુરની ૧૪ નંબરની જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા વર્ષાબેન તૃષારભાઈ માકડિયાની જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ લાલપુર પંથકમાં તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ વર્ષાબેનની મુલાકાત લઈ તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વર્ષાબેન માકડિયાએ જામનગર જિલ્લા પંચાયત ખાતે […]

Gujarat

LCBએ ભલસાણ સીમમાંથી ₹1.39 લાખનો દારૂ ઝડપ્યો

જામનગર LCB પોલીસે ભલસાણગામની સીમમાંથી ₹1,39,390/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ 228 બોટલ જપ્ત કરી હતી. જોકે, મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવા […]