રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે, રેન્જ ટીમે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં એક વાડીની ઓરડી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ.10.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ખાસ […]
India
જામનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી
જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામ નજીક ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં આશરે ₹40 લાખની કિંમતના ત્રણ વાહનો સીઝ કરવામાં આવ્યા છે ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ગેરકાયદેસર ખનન અને વહનની ફરિયાદના આધારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમમાં નિખીલભાઈ, આનંદભાઈ અને રજનીભાઈનો સમાવેશ […]
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્ત્વના નિર્ણયો
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવક વૃદ્ધિ, વિકાસકામોને મંજૂરી અને મહિલા સભ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ સભામાં બિન-ખેતી ઉપકર પ્રતિ રૂપિયે 150પૈસા સુધી વધારવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ઉપરાંત, ₹5.70 કરોડના ખર્ચે 82વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. પંચાયત ધારા અધિનિયમ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પોતાની આવક વધારવા માટે […]
રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસેથી હાઇ-વે ઉપરથી ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસેથી હાઇ-વે ઉપરથી ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે ટ્રાન્સપોર્ટનગર ના ખુણે માર્કેટીંગયાર્ડ […]
રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ શીવ હોટલ સામેથી ગાડીમાંથી એકસપ્લોજીવ ને લગત જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ શીવ હોટલ સામેથી ગાડીમાંથી એકસપ્લોજીવ ને લગત જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર, આર્મ્સ એકટ મુજબની તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એ.એસ.ચાવડા તથા […]
શ્રી પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી
રાજ્ય સભાના સંસદસભ્ય શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘गीर की अमूल्य धरोधर’ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે. આ ડોક્યુમેન્ટ્રી પોતાના સામ્રાજ્ય પર […]
ઝઘડો અટકાવવા ગયેલી બે બહેનો પર ધારીયા-ધોકાથી હુમલો
ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટીમાં ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં ભાઈ સાથે ચાલતી બોલાચાલી અટકાવવા વચ્ચે પડેલી બે બહેનો પર કાકાના ચાર સંતાનોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. જૂની તકરાર કે બોલાચાલી સંદર્ભે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત બંને બહેનોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના […]
અમદાવાદના PSIએ ફરજ બાદ 7 માસ સુધી નિ:શુલ્ક તાલીમ આપી 17 યુવાનોને PSI બનાવ્યા
નારાયણ ફાર્મ સંસ્થા દ્વારા ચાલતી તાલીમમાં જોડાયેલા 82 વિદ્યાર્થીઓ પૈકી 50ને વિવિધ સરકારી નોકરી મળી છે, જ્યારે 17 પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા છે. મુકેશભાઈ આજરા અનુસાર, 8 મહિના પહેલાં તેઓ સવારે વૉકિંગ માટે નીકળ્યા ત્યારે ઘર પાસે કેટલાક યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જોયા હતા. તેમનો સંઘર્ષ જોઈ તેમણે સ્વૈચ્છિક માર્ગદર્શન આપવાનો નિર્ધાર કર્યો હતો.મોટા […]
બાવળા હાઈવે પર આધાર કાર્ડ, પાસબુક મળ્યા
બાવળા હાઈવે પર રજોડા કેનાલ નજીકથી મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળી આવેલા દસ્તાવેજોમાં મૂળ આધાર કાર્ડ, બેંક પાસબુક અને જિલ્લા કલેક્ટરની નોટિસો સહિતના અતિ સંવેદનશીલ કાગળોનો સમાવેશ થાય છે. રસ્તા કિનારે આવા દસ્તાવેજોનો જથ્થો ફેંકી દેવાયેલો જોવા મળ્યો હતો નાગરિકોની અંગત […]
શટલરિક્ષા ગેંગે વૃદ્ધાને ધમકાવી 2 લાખની લૂંટ ચલાવી
મુંબઈથી ભાભીની અંતિમવિધિ પતાવી અમદાવાદ પરત ફરેલા 69 વર્ષીય વૃદ્ધા ઈલાબેન શાહને કાલુપુર રેલવે સ્ટેશન બહારથી રિક્ષા ભાડે કરવી ભારે પડી હતી. મેમનગર જવા માટે રિક્ષામાં બેઠેલા ઈલાબેનને રિક્ષાચાલક અને તેની સાથે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી ગેંગે રસ્તામાં ધમકાવીને લૂંટી લીધા હતા. ગઠિયાઓ તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર અને રૂ.8 હજાર રોકડા મળી કુલ 2.18 લાખ રૂપિયાનો […]










