દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ભાણ ખોખરી પંથકમાં સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે સંયુકત દરોડો પાડી વાડીના મકાનમાં ધમધમતો જુગારનો અખાડો પકડી પાડયો હતો.પોલીસે રૂા. 2.05 લાખની રોકડ સહિત રૂા. 5 લાખથી વધુનો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસસુત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં સ્થાનિક ગુના […]
India
મંત્રી પ્રવીણ માળી, મૂળુ બેરાએ બરડા સફારીની મુલાકાત લીધી
રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અને ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય મૂળુ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા જંગલ સફારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, બંને ધારાસભ્યએ બરડા વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા, જંગલ વિસ્તાર અને વન્યજીવનની વિવિધતા અંગે માહિતી મેળવી હતી. તેમણે બરડા જંગલને પ્રવાસન ક્ષેત્રે વધુ વિકસિત કરવાની શક્યતાઓ પર સ્થળ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત સમયે, વન વિભાગના […]
પંચમહાલ પોલીસે ગોધરાની ઈકબાલ હાઈસ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો
પંચમહાલ પોલીસે ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને આ સાધનોની કામગીરી તેમજ કટોકટીની પરિસ્થિતિમાં પોલીસની ભૂમિકા અને સુરક્ષા વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી […]
માટીના વાસણોની આડમાં દારૂની હેરાફેરી; હરિયાણાના શખ્સની ધરપકડ, રૂ.18.33 લાખનો મુદ્દામાલ કબજે
ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક હાઈવે પર પંચમહાલ LCBએ સફળ દરોડો પાડીને બંધ બોડીની બોલેરો પીકઅપમાંથી ₹18.33 લાખની કિંમતનો મુદ્દામાલ અને 576 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કારચાલક અને હરિયાણાના રહીશ નિર્મલ રામફલ સ્વામીની સ્થળ પરથી ધરપકડ કરી છે. પંચમહાલ-ગોધરા રેન્જ DIG વિધિ ચૌધરી અને SP ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન […]
ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો, 54,600ના મુદ્દામાલ સાથે અટકાયત
ભેસાણ પરબ રોડ પર પટેલ ગેરેજમાં તસ્કરોએ રાત્રીના સમયે પ્રવેશ કરી, દરવાજો તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો ગેરેજમાંથી એક લેપટોપ, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂ. 40,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુનાની કબૂલાત […]
ભાજપના પદાધિકારી-કાર્યકરો ખાદી ભંડાર પર ખરીદી કરવા પહોંચ્યા
7 ઓગસ્ટ હેન્ડલુમ દિવસ પર વડાપ્રધાનની લોકલ ફોર વોકલના આહ્વાનને લઇ જૂનાગઢ મહાનગર ભાજપ ટીમ દ્વારા સ્વદેશી હાથ વટાણની વસ્તુઓ ખરીદીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજ્ય કોરડીયા, પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી સહિતના પદાધિકારીઓ, મહિલા- યુવા મોરચાની ટીમ સહિત 25થી વધુ પદાધિકારી – કાર્યકર્તાઓ જોડાયા […]
જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે ગંભીર આક્ષેપો
જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ઘમસાણ મચી ગયું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ લોકોએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. મહેન્દ્ર મશરૂ સામે સખત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે જલારામ મંદિરમાં પ્રવેશ તથા તેના નવનિર્માણના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય અને મહાજનના હોદ્દેદાર મહેન્દ્રભાઈ […]
મહુવાના મિયાપુરમાં આતંક મચાવનાર દીપડો પાંજરામાં પુરાયો
સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર ગામે છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવનાર દીપડો આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ઝડપાઈ ગયો હતો. દીપડો પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દીપડો ગામની આસપાસના સીમ વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં સતત જોવા મળતો હતો. જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે […]
સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો
સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં લાપતા થયેલા 44 વર્ષીય ઝિયાદ અહેમદનો મૃતદેહ આખરે એક મહિના જેટલા લાંબા સમય બાદ મળી આવ્યો છે. ખાડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને […]
જુહાપુરા-મક્તમપુરામાં પાણી-ગટર મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સાથે ઝપાઝપી
અમદાવાદના જુહાપુરા-મક્તમપુરા વોર્ડમાં પાણી અને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા લોકોમાંથી બે શખસે કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ અને મહિલા કોર્પોરેટર નૂરજહાં દિવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ‘તને છોડીશ નહીં’ કહી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વોર્ડ ઓફિસે રજૂઆત વેળાએ જ તકરાર થઈ […]










