મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં […]
India
અમદાવાદ ખાતે સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુના નિયંત્રણ અર્થે સી.આઇ.ડી. ક્રાઇમ શ્ રેલ્વેઝના ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે પશ્ચિમ રેલ્વે માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રેન અને રેલ્વે સ્ટેશનો પર થતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારી જેવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા […]
FIBA અંડર-૧૮ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-અમદાવાદ
૧૩મી ઑગસ્ટથી યોજાનારી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ ગજવશે રોનાલ્ડો મૂળ ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સને રમતના સંસ્કારો વારસામાં મળ્યા છે: માતા પણ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર હતાં અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૩મી ઑગસ્ટથી યોજાનારી એશિયા-ઓશિનિયા FIBA અંડર-૧૮ બાસ્કેટબૉલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, મૂળ ભાવનગરનો રોનાલ્ડો હોપકિન્સ. બાસ્કેટબોલની રમત પ્રત્યે આકર્ષણથી […]
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત
રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી ‘ઝીરો ટોલરન્સ‘ નીતિ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને […]
દેવભૂમિ દ્વારકા SOG પોલીસે કલ્યાણપુરના રાવલ ગામમાંથી ચરસ સાથે યુવકને ઝડપી પાડ્યો
નશાના કાળા કારોબાર સામે પોલીસની વધુ એક મોટી એક્શન, જિલ્લાની એસ.ઓ.જી. પોલીસે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે દરોડો પાડીને એક યુવકને લાખો રૂપિયાની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી ૨.૫૯ લાખ રૂપિયાની કિંમતનું ૧.૩૬ કિલોગ્રામ ચરસ કબજે કરીને વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. પોલીસની […]
વિદેશથી આવતી ફ્લાઇટ્સમાં સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે કરવામાં આવેલ યુક્તિનો પર્દાફાશ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કતાર એરવેઝની ફ્લાઇટમાં દોહા થઈને જેદ્દાહથી અમદાવાદ આવેલા એક ૨૪ વર્ષીય યુવાન પાસેથી અંદાજે ૬૬ લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપાયું છે. કસ્ટમ્સ એઆઇયુના અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ મુસાફરને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં આ ભાંડો ફૂટ્યો […]
બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ટ્રેનિંગ વિમાન રનવે પરથી લપસી જતાં ક્રેશ થયું
મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ વિમાન લપસી જતા અકસ્માત સર્જાયો હતો પરંતુ તેમાં સવાર તાલીમાર્થી પાઇલટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. વિમાન ક્રેશ થવાના સમાચાર મળતાં જ એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો. ટ્રેનિંગ વિમાન પોતાની કાયમી ઉડાન બાદ મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટના રનવે પર લેન્ડ કરી રહ્યું હતું અને તે જ સમયે […]
કેનેડામાં ભીષણ જંગલની આગને કારણે ૨૦,૦૦૦ થી વધુ લોકોને રાતોરાત ઘર થી બેઘર થયા
પશ્ચિમ કેનેડાના જંગલોમાં આગ શહેરો તરાફ આગળ વધી, જેના કારણે તેના માર્ગમાં આવતા ઘરોનો નાશ થયો જ્યાંથી ૨૦,૦૦૦ થી વધુ લોકોને રાતોરાત તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાલ્ડ રેન્જમાં લાગેલી આગની જાણ સૌપ્રથમ શુક્રવારે સાંજે થઈ હતી, પરંતુ માત્ર કલાકોમાં જ તે આશરે ૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. તેણે ફોલ્ડરની […]
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં – પરિમલ નથવાણી
ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે- વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર […]
સરદાર એસ્ટેટની જગ્યાએ 33 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનશે
વડોદરા માહનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટની જગ્યા ઉપર અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. કોર્પોરેશનની આ નવી બિલ્ડિંગમાં હાલમાં જૂની કચેરીમાં કાર્યરત તેમજ અન્ય સ્થોળોએ કાર્યરત 9 વિભાગોને ટ્રાન્સફર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે જન્મ મરણ શાખા, સોલિડ વેસ્ટ વિભાગ, ટ્રાફિક વિભાગ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. સ્થાયી સમિતિની તા. 7 ઓગષ્ટના રોજ મળેલી બેઠકમાં આ કામને મંજૂરી […]










