સુરત શહેરને નશાબંધી તરફ આગળ ધપાવવા અને યુવાધન નશાની ગર્તામાં ન ધકેલાય તે હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ ખાસ અભિયાન અંતર્ગત સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને નશીલા પદાર્થોની હેરાફેરી કરતી આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગનો પર્દાફાશ કર્યો છે. મહીધરપુરા, અમરોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરી દરમિયાન […]
India
વરસાદે વિરામ લીધા બાદ પણ સુરતના અનેક વિસ્તાર જળમગ્ન
સુરતમાં છેલ્લા 12 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ અટક્યો છે, તેમ છતાં શહેરના નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આફત ઓછી થવાનું નામ લેતી નથી. વરસાદી આંકડામાં ભલે વિરામ દેખાતો હોય, પરંતુ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ દયનીય બનેલી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓમાં પાણીની આવકમાં સતત અને […]
ઉનાના પાતાપુરમાં ખેડૂત સિંહ પરિવાર પાછળ ચાલ્યો
ઉના તાલુકાના પાતાપુર ગામમાં માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વનું અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. એક ખેડૂત મસરીભાઈ ગોહિલ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની આગળ સિંહ યુગલ પોતાના સિંહબાળ સાથે ચાલી રહ્યું હતું. મસરીભાઈ નિર્ભયતાથી માત્ર પાંચ ફૂટના અંતરે તેમની પાછળ ચાલી રહ્યા હતા. આ દૃશ્ય ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ અને વન્યજીવ વચ્ચે […]
ભીડિયા કોળી સમાજે 300થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું
વેરાવળ ખાતે ભીડિયા સંયુક્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ-1થી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 300થી વધુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા. છેલ્લા બે દાયકાથી સતત યોજાતા આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પ્રસંગે ફિશરીઝ કોલેજના પ્રોફેસર ડૉ. જીતેશ સોલંકીએ જણાવ્યું […]
ઉંડ-1 ડેમ વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો
ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉંડ-1 ડેમ વિસ્તારમાં અંદાજે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે વોકળા અને નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. ધ્રોલ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ પડ્યો ન હતો. જોકે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીના પાંચ કલાકના ગાળામાં […]
જામનગરમાં BAPS સંસ્થા દ્વારા ‘નશામુક્ત યુવા’ કાર્યક્રમનું આયોજન
જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નાઘેડી સ્થિત મંદિરે “નશામુક્ત યુવા માટે વિકસિત ભારત” વિષય પર યુવાસભાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ કોઠારી ધર્મનિધિ સ્વામીજીના હસ્તે થયો હતો. આ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ હતી. તેમનું મુખ્ય સંબોધન જામનગર સહિત સમગ્ર દેશમાં લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ યુવાનો સહિત દેશભરના […]
પત્નીને ઘરમાં પૂરી પતિ મેરેજ બ્યૂરોમાં સાળી સાથે પરણ્યો
વડોદરા શહેરમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ સાળી સાથે પ્રેમસંબંધ બાંધીને બીજા લગ્ન કરી લીધા હોવાનો અને પત્ની પર મિલકત પોતાના નામે કરી આપવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરણિતાએ પોતાના પતિ અને નાની બહેન સામે વડોદરાના મહિલા […]
ઢાઢર નદીમાં પૂરથી કોઝવે પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેના પરિણામે પાદરા તાલુકાના સોખડા-રાઘુ-કોટણા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ કોઝવે પાદરા અને કરજણ વચ્ચેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વાહનવ્યવહાર બંધ […]
ડોનેટ લાઇફ દ્વારા ભરૂચમાં જીવનદાનની અનોખી પહેલ, ૨૨ વર્ષીય યુવાનના અંગદાનથી ૬ લોકોને નવજીવન મળ્યું
ડોનેટ લાઈફના માધ્યમથી ભરૂચ જિલ્લામાંથી ત્રીજું હૃદયદાન અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું હતું. બ્રેનડેડ અતુલ ભાવેશભાઈ પટેલ, ઉંમર ૨૨ વર્ષના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી અતુલના હૃદય, લીવર, પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ અને કોર્નિયા દાન કરવાનો મહાન ર્નિણય લીધો. તેમના આ ત્યાગથી કુલ ૬ લોકોને નવું જીવન મળ્યું અને સમાજમાં માનવતાની ખુશબૂ ફેલાઈ. […]
રાજકોટના ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ સીઝનમાં બીજી વાર છલકાયો
તાલુકા અને જિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં ન જવા તથા પશુઓને નદીપટથી દૂર રાખવા ખાસ અપીલ જિલ્લાના ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં બીજી વખત સંપૂર્ણ ભરાઈને છલકાયો છે. ઉપરવાસમાં પડેલા સાવર્ત્રિક ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની વિપુલ આવક થઈ રહી હતી. પાણીની આવક વધતાં જળસપાટી જાળવી રાખવા […]










