માળીયાહાટીના તાલુકાના પાણીધરા ગામથી કેશોદ તાલુકાના રેવદ્રા ગામ સુધીનો અંદાજે દોઢ કિલોમીટર લાંબો રસ્તો વર્ષોથી બિસ્માર અને ધૂળિયાળો હોવાથી વાહનચાલકો તથા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ₹1.56 કરોડના ખર્ચે નોન-પ્લાન સિમેન્ટ રોડ મંજૂર કરાવવામાં આવ્યો છે. રોડના નિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીફળ વધેરી પૂજા-અર્ચના […]
India
નીચલા દાતાર વિસ્તારમાં મગરનું સફળ રેસ્ક્યુ:
જૂનાગઢ શહેરના નીચલા દાતાર વિસ્તારમાં અચાનક એક મગર આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગિરનારના જંગલ અને નજીકના જળાશયોમાંથી ભટકીને આ મગર રહેણાંક વિસ્તારની ગલીઓમાં આવી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરના શાંત વાતાવરણ વચ્ચે અચાનક મગર જોવા મળતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રહેણાંક વિસ્તારની વચ્ચે મગરને જોઈને […]
ગુમ મધ્યપ્રદેશની મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
જામનગર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક ગુમ થયેલી મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા 181 હેલ્પલાઇનના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બન્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા […]
મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં સમીક્ષા બેઠક યોજી
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી. આ બેઠકમાં મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભો કોઈપણ વિલંબ વગર સમયમર્યાદામાં મળી રહે તે […]
જોગવડ ગામે ચાંદીપુર વાયરસ સામે આરોગ્ય ઝુંબેશ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચાંદીપુર વાયરસ અને અન્ય ચેપી રોગોથી બચાવ કરવાનો હતો. ગામમાં દવાનો છંટકાવ કરીને લોકોને સ્વચ્છતા જાળવવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. ગ્રામજનોને ઘરની આસપાસ પાણી ભરાયેલા […]
જામનગરમાં લમ્પી રોગની આશંકા
જામનગરમાં ફરી એકવાર ગાયોમાં લમ્પી રોગ ફેલાયો હોવાની આશંકાએ પશુપાલકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. શહેરના રણજીત સાગર માર્ગ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં આજે સવારે ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતા લમ્પી રોગના લક્ષણોની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તાવ, ગાંઠો અને […]
જામનગરમાં ગંદકી ફેલાવતા 378 વેપારીઓ સામે કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગંદકી ફેલાવતા 378 વેપારીઓ પાસેથી કુલ ₹2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોમર્શિયલ એકમો અને દુકાનોની આસપાસ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરના અંદાજે 2100 કોમર્શિયલ એકમો અને દુકાનદારોને ન્યૂસન્સ નોટિસો આપવામાં આવી હતી. આ નોટિસોનો […]
કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને શાળાઓ સહિત 36 જાહેર સ્થળોની ચકાસણી
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મનપાની ટીમો દ્વારા શહેરના તમામ વિસ્તારોને આવરી લઈને મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સઘન અભિયાન અંતર્ગત ગત અઠવાડિયામાં મનપાની કુલ 286 ફિલ્ડ ટીમ અને 54 સુપરવાઈઝરો દ્વારા 1,36,075 ઘરોની […]
કડોદરા GIDC પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એકને પકડ્યો
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, કડોદરા GIDC પોલીસે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધની કાર્યવાહીમાં એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. તાતીથૈયા ગામમાંથી દેશી બનાવટની પિસ્તલ અને ખાલી મેગેઝીન સાથે આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે તાતીથૈયા ગામ વિસ્તારમાં એક શંકાસ્પદ ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે ખોડિયાર […]
કેનેડાના એક એવા અબજોપતીની વાર્તાજેનું આકાશને આંબતું અભિમાન દ્વારકાધીશના ચરણોમાં આવીને રાતોરાત ચકનાચૂર થઈ ગયું.
કલ્પના કરો કે તમારા બેંક ખાતામાં ૫૦૦ કરોડ રૂપિયા પડ્યા હોય, તમે દુનિયાના કોઈ પણ ખૂણે પ્રાઇવેટ જેટમાં ફરતા હોય… પણ એક દિવસ એવો આવે કે તમારે ગુજરાતના દ્વારકાના રસ્તાઓ પર ઉઘાડા પગે એક ટંકના ભોજન માટે ભીખ માંગવી પડે, આજે હું તમને કેનેડાના એક એવા અબજોપતીની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેનું આકાશને આંબતું […]










