સુરેન્દ્રનગર જિલ્લામાં કટુડા ગામના વિદ્યાર્થીઓને મોટી મોટી વાતો કરી, સરકારી ઓકરી અપાવાની ખાતરી આપી વિશ્વાસઘાત કરવાના મામલે જાેરાવરનગર પોલીસને અરજી કરવામાં આવી હતી, તે મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એક મોટી ગેંગનો પર્દાફાસ થયો છે. પોલીસે આ બાબતે તપાસમાં ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાને એક ટોળકી દ્વારા વિદ્યાર્થી દીઠ […]
India
મોરબી જિલ્લામાં અવિરત વરસાદથી હળવદ સહીત બીજા તાલુકાઓના અનેક ગામો જળબંબાકાર, NDRF-SDRFની ટીમો થઇ કાર્યરત
મોરબી જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદથી હળવદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હળવદના માલણીયાદ ગામમાં પાંચ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે […]
ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વડોદરાના જાબુવા ગામમાં ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા
છેલ્લા ૪-૫ દિવસોથી જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના છેવાડે આવેલા જાબુવા ગામ પાસેથી પસાર થતી જાબુવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં ઢાઢર નદીમાં પાણીની આવક વધતાં જાબુવા નદી બે કાંઠે વહેવા લાગી છે. પરિણામે ગામને જાેડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ નદીમાં મગરોના વસવાટને […]
સુરત જિલ્લા પંચાયતની પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન આરોગ્યની જાળવણી અને રોગચાળા નિયંત્રણ માટે ઝુંબેશ
સુરત જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ, પશુધનની સુરક્ષા અને સંભવિત રોગચાળાને અટકાવવા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. મયુર ભીમાણીના નેતૃત્વ હેઠળ ૧૨ વિશેષ તબીબી ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક પશુ રોગ પ્રતિકારક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ રાહત કામગીરી […]
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા જિલ્લા પંચાયતની યુદ્ધના ધોરણે પશુ આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ ઝુંબેશ
વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના ૩૭ પશુચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં […]
ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શનિવારે અંબાજીથી આરંભ થયેલી પવિત્ર ‘કળશ યાત્રા‘ નું રવિવારે મહેસાણા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું
ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની માટી યુક્ત પવિત્ર કળશનું પૂજન કર્યું સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના ૬૫૦માં જન્મજયંતી વર્ષ અન્વયે ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શનિવારે અંબાજીથી આરંભ થયેલી ‘કળશ યાત્રા‘ નું રવિવારે મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ થકી ગુજરાત સહિત સમગ્ર દેશના યુવાઓને સંબોધિત કર્યા
‘નશા મુક્ત યુવા વિકસિત ભારતનાં નિર્માણ’ માટે યુવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી -NFSU, ગાંધીનગર ખાતે “Gen-Z Against Addiction – નશા મુક્ત યુવા […]
જામનગર મહાનગરપાલિકાએ ૧૫૪ તૈયાર ફ્લેટના વેચાણ માટે ફરી અરજીઓ મંગાવી
એક મહત્વના ઘટનાક્રમમાં જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં તૈયાર પડેલા કુલ ૧૫૪ રેડી પઝેશન ફ્લેટના વેચાણ માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી છે. ફ્લેટ મેળવવા ઇચ્છુક નાગરિકો માટે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અરજીપત્રકનું વિતરણ અને સ્વીકારવાની કામગીરી જાેગર્સ પાર્ક સામે આવેલી નિર્ધારિત બેંક શાખા ખાતે કરવામાં […]
જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે: અમદાવાદ સિવિલમાં જટિલ ઓપરેશન સફળ
છેલ્લા એક વર્ષમાં બાળ સર્જરી વિભાગે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીના ૭ સફળ કેસો પાર પાડ્યા:- તબીબી અધિક્ષક રાકેશ જાેશી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી છે. જ્યાં જન્મજાત અન્નનળી ન હોવાની – પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસુમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ […]
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રી હવાઈ માર્ગે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પધાર્યા ત્યારે તેઓનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે એરપોર્ટ પર મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, DIG નિર્લિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા […]










