સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026’ની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના અંતિમ દિવસે કલ્યાણપુર તાલુકાના ગાગા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે સુઇનેશ, બામણાસા, બામણાસા વાડી, ગાગા અને ગાગા વાડી શાળાઓના બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. […]
India
કરજણમાં રસોઈ વખતે ગરમ ચોખાથી દાઝી ગયેલા એક વર્ષના બાળકનું લાંબી સારવાર બાદ મોત
વડોદરા જિલ્લાના કરજણમાં એક ચોંકાવનારો અને માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. રસોઈ બનાવતી વખતે ગરમ ચોખાના તપેલાનું ઢાંકણું ખોલવા જતાં એક વર્ષના બાળકના બંને હાથ પર ગરમ ચોખા પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે કરજણ અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું, આ […]
જસદણ પિતા-પુત્રી આત્મહત્યા મામલે બે આરોપી અમદાવાદથી રાઉન્ડઅપ
જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ફિયાઝભાઈની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે ઘર છોડીને જતી રહી હતી. આ ઉપરાંત, લાલા ખીમાણી દ્વારા ફિયાઝભાઈને ફોન પર […]
પત્ની રિસામણે જતા એકલવાયા જીવનથી કંટાળી યુવકનો આપઘાત
રાજકોટ શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના 80 ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડીયારપરામાં રહેતી રૂચીકુમારી અટલ કુમાર (ઉ.વ.21) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રૂચીકુમારીએ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ […]
જામવાળા યુવાન હત્યા કેસ: આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામમાં 35 વર્ષીય મયુર વળવાતરની હત્યાના પાંચ આરોપીઓને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મયુર વળવાતર અને તેના પાંચ મિત્રોએ જમવાની પાર્ટી ગોઠવી હતી. આ પાર્ટી દરમિયાન બોલાચાલી થતાં આરોપીઓએ મયુરની હત્યા કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણ શંભુ ડગિયા, […]
જંગલના રાજાને કાંટો વાગ્યો, ઈલાજ પણ જાતે કર્યો
ઉના તાલુકાના ભાચા અને વાવરડા ગામના સીમ વિસ્તારમાં એક નર સિંહ જોવા મળ્યો હતો, જેની કુદરતી કોઠાસૂઝ અને ધીરજનો એક અદ્ભુત વીડિયો કેમેરામાં કેદ થયો છે. જેમાં તેણે પગમાં ખૂંચેલા કાંટાને પોતાના મોં વડે બહાર કાઢીને પીડામાંથી રાહત મેળવી હતી. માણસ તો કાંટા અને કાંકરાથી બચવા માટે બૂટ-ચપ્પલ પહેરી શકે છે. પણ પશુ અને વન્ય […]
પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન
પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને પાટણ ભીલ સમાજના સહયોગથી 131 આદિવાસી યુગલોના સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રથમવાર આયોજિત સમૂહલગ્નોત્સવ પ્રકૃતિ, પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના સમન્વય સાથે અનોખી થીમ પર આધારિત હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સામાજિક મદદ પૂરી પાડવાનો અને સમાજમાં એકતા લાવવાનો હતો. આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલ […]
PSI સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કલેકટરનો હુકમ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી રવિવારે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (મોડ-2, પેપર-2) ને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આ મહત્વપૂર્ણ લેખિત પરીક્ષા અત્યંત શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે […]
લાલપુર પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરી
લાલપુર પોલીસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન વિવિધ સ્થળોએ ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, પોલીસ ટીમે રોડ પર અલગ-અલગ જગ્યાએ વાહનોની તપાસ કરી હતી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન […]
જામનગરમાં એક રાતમાં 4 હુમલા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હિંસાની ચાર અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. એક જ રાતમાં બનેલા પથ્થરમારા, છરીબાજી અને જૂથ અથડામણના આ બનાવોને કારણે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તમામ ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં બેડી વિસ્તારમાં પાનની દુકાને બેઠેલા ઇકબાલભાઈ બસર પર 7 થી 8 લોકોના […]










