ગીર સોમનાથમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે. ઉના તાલુકાના કંસારી ગામેથી ભીચા (ભાચા) તરફ જતા રસ્તા પર આવેલી બાપા સીતારામ બેકરીમાં બોગસ ક્લિનિક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતર અને જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની સંયુક્ત ટીમે દરોડો પાડીને ભાવેશ સોલંકી નામના બોગસ તબીબને રંગેહાથ ઝડપી લીધો છે.₹2,45,439ની એલોપેથીક દવાઓ તથા […]
India
અભયમની ટીમે મહિલાને આપઘાત કરતા બચાવી
વડોદરાના બાપોદ વિસ્તારમાં પારિવારિક તણાવથી કંટાળેલી પરિણીતાએ નેશનલ હાઇવે પર પહોંચી આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. જોકે, અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષિત બચાવી કાઉન્સેલિંગ કર્યું હતું. માસી સાસુના પુત્રએ દારૂના નશામાં મહિલા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની રજૂઆતના આધારે તેને કાયદેસરની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં […]
હાલોલના ટપલાવાવમાં કુવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટપલાવાવ ગામમાં મંગળવારે રાત્રે એક 40 વર્ષીય મહિલાનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાનું નામ કૈલાસબેન દિનેશભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. કૈલાસબેન ટપલાવાવ ગામના લીટી ફળિયામાં પરિવાર સાથે રહેતા હતા. […]
પંચમહાલ જિલ્લા પંચાયતની 8 સમિતિઓના ચેરમેનોની પ્રક્રિયા પૂર્ણ, જિલ્લા પ્રમુખે શુભેચ્છાઓ પાઠવી
પંચમહાલ જિલ્લા પંચાયતની બાકી રહેલી 2 સમિતિઓના ચેરમેનની વરણી સાથે જ તમામ 8 સમિતિઓના ચેરમેન પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લે બાકી રહેલી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે 12 પાસ કુસુમ અશ્વિન સોલંકી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજેશ નારણ પરમારની પસંદગી કરવામાં આવી છે. તમામ સમિતિઓની સત્તાવાર વરણી પૂર્ણ થતાં ભાજપ જિલ્લા […]
ગોધરા જેલના પ્રયાસોથી ગરીબ કેદીને 6 મહિને મુક્તિ મળી
ગોધરા સબ જેલ પ્રશાસનના પ્રયાસોથી પશુ ધારાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના બંદીવાન અરવિંદ મણીલાલ નાયકને ૬ મહિના બાદ જેલમુક્ત કરવામાં આવ્યા છે. એક સંસ્થા દ્વારા રૂપિયા ૩૦ હજારની આર્થિક મદદ મળતા તેઓ જામીન પર છૂટી શક્યા. અરવિંદ નાયક ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૬થી પશુ ધારા હેઠળ ગોધરા સબ જેલમાં બંધ હતા. તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી […]
સુરત જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન, અનેક વિસ્તારોમાં વરસાદ
સુરત જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પધરામણી કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ અને બારડોલી સહિતના તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ખેડૂતો માટે […]
ઓનલાઇન હાજરી ન પૂરનારા 550થી વધુ શિક્ષકોને નોટિસ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન હાજરી પ્રણાલીનો અત્યંત કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી સુરતમાં શિક્ષણના સ્તરને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ વધારાયો છે. જોકે, આ નવી કડક સિસ્ટમના પ્રથમ મહિનામાં જ શિક્ષણ […]
નકલંક ધામ સણોસરીમાં અષાઢી બીજ નિમિત્તે ધાર્મિક મેળાનું આયોજન
લાલપુર તાલુકાના પવિત્ર યાત્રાધામ નકલંક ધામ, રણુજા સણોસરી ખાતે અષાઢી બીજના પાવન અવસરે બે દિવસીય ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 15 અને 16 જુલાઈ, 2026ના રોજ યોજાશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો, સંત-મહંતો અને ગ્રામજનો આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. […]
જામનગરના નવા મોખાણામાં દીપડાના આંટાફેરા
જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. આ કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ દીપડો હજુ પાંજરે પુરાયો નથી. સૌપ્રથમ દીપડો જોવા મળ્યો ત્યારે તેના ફોટા વાયરલ થયા હતા. તે સમયે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો […]
લાલપુર-પોરબંદર હાઇવે પર કાર-બાઈક અકસ્માત
લાલપુર-પોરબંદર હાઇવે પર ભણગોર પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નકલંકધામ સણોસરી ખાતે મેળાનું આયોજન હોવાને કારણે આ હાઇવે પર સામાન્ય દિવસો કરતાં વધુ વાહનવ્યવહાર હતો, જેના કારણે ટ્રાફિકની […]










