રાજ્યના નવા DGP તરીકે જી.એસ. મલિકની નિમણૂક બાદ છેલ્લા ૨૫ દિવસથી ખાલી રહેલી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા હવે ભરાઈ છે. અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. ૧૯૯૭ બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતે શનિવારે શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે વિધિવત રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ચાર્જ હસ્તાંતરણ બાદ રાજ્યના […]
India
વડોદરામાં ૧૦ દિવસમાં બીજી ફાયરિંગની ઘટના
દારૂ પીવા બેઠેલા મિત્રોએ તેમના એક મિત્ર પાસે રહેલી રિવૉલ્વર ખરેખર ચાલે છે કે નહીં તે ચેક કરવા ફાયરિંગ કરી દીધું છેલ્લા દસ દિવસમાં વડોદરા ખાતે ફાયરિંગની આ બીજી ઘટના નોંધાતા શહેરમાં હવે પોલીસ વધુ સક્રિય થઇ ગઈ છે. ભાયલી વિસ્તારમાં આવેલા એરીના-૪૮ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળના ફ્લેટ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું […]
જૂનાગઢના માંગરોળ પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર જનજીવન ભારે ખોરવાયું
જીલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર જનજીવન ભારે ખોરવાયું છે. ધોધમાર વરસાદને લીધે સોમનાથ-પોરબંદર હાઈવે પર મોટા પાયે ધોવાણ થયું છે. હુસેનાબાદ આગળ નેશનલ હાઈવેનું અંદાજે ૪૦ ફૂટ જેટલું ધોવાણ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાતથી જ આ રસ્તો બંધ કરી […]
ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ‘ અંતર્ગત ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા
ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન મિલાપ‘ દ્વારા મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અગાઉના એક મહિનાના સફળ અભિયાન બાદ, તેને માત્ર ૧૦ દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ ટૂંકા ગાળામાં પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરીને વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું […]
રાજકોટ આહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો…
સ્વ. આયુષી રમેશભાઈ બલદાણીયા (ઉં.વ.10) રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આવેલી આલ્ફા એકેડેમી હોસ્ટેલમાં સંચાલકની ઘોર બેદરકારીના કારણે અકાળે અવસાન પામેલ આહીર સમાજની આશાસ્પદ દીકરી સ્વ. આયુષી રમેશભાઈ બલદાણીયાના પવિત્ર આત્માની શાંતિ અર્થે આહીર સમાજ રાજકોટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર ઉપર અચાનક આવી પડેલ આ દુઃખની ઘડીમાં બહોળી સંખ્યામાં આહીર સમાજ ઉપસ્થિત […]
સોલર પ્લાન્ટ-પવનચક્કીના કેબલ ચોરીનો પર્દાફાશ, LCBની કાર્યવાહી
સાબરકાંઠા LCBએ સોલર પ્લાન્ટ અને પવનચક્કીના કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઈડર-હિંમતનગર હાઈવે પરના દેવગઢ કંપા નજીકથી મધ્યપ્રદેશ પાર્સિંગવાળી બાઈક પરથી પકડાયા હતા. તેમની પાસેથી રૂ. 60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. થોડા મહિના અગાઉ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નેત્રામલી નજીક ઉર્જા કંપનીના સોલર પ્લાન્ટ અને અન્ય […]
સાબરકાંઠાના 8 તાલુકામાં 24 કલાકમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તમામ આઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં 30 મિમી નોંધાયો હતો. પોશીના તાલુકામાં 29 મિમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, પ્રાંતિજમાં 18 મિમી, […]
સાબરકાંઠાના આઠ તાલુકામાં જમીન દફતર કચેરીઓ કાર્યરત
સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને પ્રજાભિમુખ બનાવવા માટે મહત્વનો વહીવટી બદલાવ કરાયો છે. જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર (DILR) વર્ગ-2 સંવર્ગ હેઠળની તમામ કચેરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી નાગરિકોને જમીન સંબંધી કામો માટે જિલ્લા મથકે જવું નહીં પડે અને તાલુકા કક્ષાએ જ ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. […]
ચાંદખેડામાં પ્રેમલગ્ન બાદ પતિનું અફેર, ત્રાસની મહિલાની ફરિયાદ
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજની માંગ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાના આક્ષેપ મુજબ, પ્રેમલગ્ન બાદ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તેનું દાંપત્યજીવન નરક સમાન બની ગયું હતું. એટલું જ નહીં સાસરિયાઓએ મહિલાને દબાણ કરી ગર્ભપાત પણ કરાવ્યો આક્ષેપ કર્યો […]
તત્કાલ યોગ્ય કામગીરી કરી સમસ્યામાંથી છૂટકારો આપવા માગ
માંડવી નગરપાલિકાએ ચોમાસા પૂર્વે જ પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રનો હેતુ ચોમાસામાં લોકોને હાલાકી ન પડે તેવો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ગટર લાઈન નાખ્યા પછી રસ્તા પર સીસી રોડ બનાવવાનું તંત્ર ભૂલી જતાં, હાલ પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડનું […]










