Gujarat

તત્કાલ યોગ્ય કામગીરી કરી સમસ્યામાંથી છૂટકારો આપવા માગ‎

માંડવી નગરપાલિકાએ ચોમાસા પૂર્વે જ પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રનો હેતુ ચોમાસામાં લોકોને હાલાકી ન પડે તેવો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ગટર લાઈન નાખ્યા પછી રસ્તા પર સીસી રોડ બનાવવાનું તંત્ર ભૂલી જતાં, હાલ પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડનું […]

Gujarat

નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ, NDRF ટીમ સ્ટેન્ડબાય

સુરત જિલ્લા અને ઉપરવાસમાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આને કારણે જિલ્લાની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની ભારે આવક થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીનું જળસ્તર હાઇ-બેરલ બ્રિજ સુધી પહોંચી ગયું છે. નદીમાં પાણીનું સ્તર […]

Gujarat

નટવરનગર શાળામાં 55 લાખના ખર્ચે નવા વર્ગખંડો

સાવલી તાલુકાના નટવરનગર ગામે આવેલી વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ગખંડો રૂ. 55 લાખના ખર્ચે નિર્માણ પામ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે આ વર્ગખંડોનું લોકાર્પણ કરાયું હતું. આ નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે. આનાથી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. […]

Gujarat

વડોદરામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે 1.51 કરોડની ઠગાઈ

વડોદરામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટમાં વધુ નફાની લાલચ આપી સિનિયર સિટીઝન પાસેથી 1.51 કરોડની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વધુ વળતરની લાલચ આપીને 1.57 કરોડ પડાવ્યા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, […]

Gujarat

હાલોલ ST ડેપોમાં 50થી વધુ બાઇકો જપ્ત

પંચમહાલ જિલ્લાના હાલોલ એસ.ટી. ડેપો વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી આડેધડ પાર્કિંગની સમસ્યાનો અંત લાવવા હાલોલ ટાઉન પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ અભિયાન હેઠળ, ડેપો આસપાસ અનિયમિત રીતે પાર્ક કરેલી 50થી વધુ બાઇકો જપ્ત કરવામાં આવી હતી. એસ.ટી. ડેપોમાં પાર્કિંગની સુવિધા હોવા છતાં, વાહનચાલકો રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરતા હતા, જેના કારણે મુસાફરોને […]

Gujarat

દ્વારકા-સોમનાથ હાઇ-વે ધોવાતા વાહન-વ્યવહાર બંધ

રાજ્યમાં 2 જુલાઈથી વરસાદનો જબરદસ્ત રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને 3 જુલાઈએ કેટલીક જગ્યાએ કહેર બનીને વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળીયા હાટીનામાં 14 ઇંચ અને ડાંગના વઘઇમાં 13 ઇંચથી સ્થિતિ વણસી છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી […]

Gujarat

જમીન સંબંધિત કામગીરી હવે તાલુકા સ્તરે સરળ બનશે

અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-2ની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી ખેડૂતો, જમીન માલિકો અને અરજદારોને હવે જમીન સંબંધિત કામગીરી માટે અમદાવાદ શહેર સુધી જવાની જરૂર રહેશે નહીં. આ કચેરીઓ દ્વારા જમીનની માપણી, રેકોર્ડમાં સુધારણા, નકશા અને સીમ નિર્ધારણ સહિતની વિવિધ જમીન સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે. જિલ્લાના […]

Gujarat

ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાએ આપઘાત કર્યો

અમદાવાદના ઓઢવ નારીગૃહ સંરક્ષણ ગૃહમાં એક માનસિક અસ્થિર મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગઇકાલે(3 જુલાઈ) રાત્રિના સમયે બધી મહિલાઓ નીચે હતી ત્યારે દવા નહીં પીવાનું કહી ઉપરના માળે જઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓઢવ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. […]

Gujarat

જોડીયામાં ખાણ ખનીજ ટીમ પર રેત માફીયાઓનો હુમલો

જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં રેત માફિયાઓ બેફામ બન્યા છે અને અધિકારીઓ પર હુમલો કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડીયાના બાદનપર ગામ પાસેથી રેતી ભરેલી 8 ટ્રકો પસાર થતા ખાણ ખનીજ વિભાગની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિખિલભાઈ પોટાયત તેમજ સહકર્મચારી રમેશભાઈ દલસાણીયા સહિતના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યુ હતું. માત્ર એક જ ટ્રક પાસે કાયદેસરની રોયલ્ટી મળી આવી […]

Gujarat

કલેક્ટર પી.બી. પંડ્યાએ જામ આંબરડી ગામની મુલાકાત લીધી

જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયતના વહીવટી રેકોર્ડની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ગામમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં તેમણે ગ્રામજનો […]