Gujarat

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી મંદિરથી પરંપરાગત જળયાત્રા યોજાઈ

૧૬ જુલાઇએ અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સોમવારે (૨૯મી જૂન) ના રોજ પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’નો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે […]

Gujarat

ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની ગાંધીનગર ખાતે સંયુક્ત બેઠક યોજાઈ

લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે ચર્ચા કરાઈ રાજ્યના પાટનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી […]

Gujarat

ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં ગ્લેક્ષોન ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, ૪ લોકો દાઝ્યા

અંકલેશ્વર ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી ગ્લેક્ષોન ફાર્મા નામની કંપનીમાં સોમવારે અચાનક એક મોટો બ્લાસ્ટ થયો હતો અને તે બાદ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કાર્યરત ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક રાહત તથા બચાવ […]

Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, પ્રાકૃતિક કૃષિ, ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ […]

Gujarat

અમદાવાદ પ્લાઝમા કૌભાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો ખુલાસો, મહારાષ્ટ્રની ૮ બ્લડ બેંક સાથે નીકળ્યું કનેક્શન

અમદાવાદ ગ્રામ્ય પોલીસે દેશના સૌપ્રથમ પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કરી મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. SOG જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરવામાં આવેલા બ્લડ યુનિટ્સ સાથે છેડછાડ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. બી.જે. મેડિકલ કોલેજના […]

Gujarat

જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા

જુનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુનામો આચરનાર કુખ્યાત મકસુદ શેતાને એસ.ઓ.જી પોલીસે માણાવદરથી પકડી પાડ્યો જુનાગઢ જીલ્લાના પોલીસ વિભાગને એક મોટી સફળતા મળી હતી જેમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુના આચરનાર કુખ્યાત આરોપી મકસુદ શેતાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માણાવદરના કોઠારીયા રોડ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મકસુદ […]

Gujarat

રાજકોટના જેતપુરમાં રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત, કેન્સરની અસહ્ય પીડાથી કંટાળીને જીવન ટૂંકાવ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

જિલ્લાના જેતપુરના બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ આપઘાત કર્યાના સમાચાર મળતાજ સમગ્ર પંથકના સેવકો અને શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહંતે ગંભીર બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં જાણવા મળ્યું છે. આ ઘટના મામલે મીડિયા […]

Gujarat

વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત‘નો કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઔદ્યોગિક ક્ષેત્રે મધ્ય ગુજરાતની વિશાળ સંભાવનાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્ર્ેં કરવામાં […]

Gujarat

રમત-ગમત રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતને હાર્ટ એટેક આવતા મૈત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીત ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મંત્રીને છાતીના ભાગે તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક સુરતની જાણીતી મૈત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી […]

Gujarat

જેએમસી ના એસ્ટેટ વિભાગના ૫ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા ૪ આરોપીને ઝડપી લેવાયા

તા. ૨૩મીએ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. અંબર ચોકડી પાસે દબાણ હટાવતી વખતે કેટલાક શખ્સોએ મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત.૨૩મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર […]