રાજ્યમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે 32 મુદ્દાની વિગતવાર સેફ્ટી ગાઈડલાઇન જાહેર કરી છે. આ ગાઈડલાઇનમાં ચોમાસા દરમિયાન મુખ્ય શિક્ષક અને શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિ કે ઇમરજન્સી સમયે તાત્કાલિક કામગીરી કરી […]
India
ધારીસણાથી રખિયાલ રોડ બનાવવાની આખરે શરૂઆત
દહેગામ તાલુકાના ઘારીસણાથી રખિયાલ વચ્ચેનો 5 કિલોમીટરનો રસ્તો 10 વર્ષથી બગડેલો હતો, જેના કારણે લોકોએ 10 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તંત્ર દ્વારા હવે આ માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તો બનવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને મોટી રાહત થશે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા ઘારીસણાથી રખિયાલ જવાના મુખ્ય માર્ગને ફરી બનાવવાની પ્રક્રિયા શરૂ […]
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક
રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે 10:30 કલાકે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ભારે વરસાદ, સંભવિત અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારીઓની સમીક્ષા બેઠકનું મુખ્ય આકર્ષણ રહેશે. સંભવિત અતિવૃષ્ટિના […]
જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી સહિતના આગેવાનોએ આશીર્વાદ લીધા
જામજોધપુર તાલુકાના સતાપર ગામ સ્થિત શ્રી મોમાઈ મંદિર, ઓરડીધામ ખાતે ભાજપના આગેવાનોએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં જિલ્લા મહામંત્રી ભવાનભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો હર્ષદીપભાઈ અને જેઠાભાઈ, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાગ્યેશભાઈ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચિંતનભાઈ, પૂર્વ ભાજપ પ્રમુખ જે.ટી. […]
જામનગરમાં નેશનલ ડૉક્ટર ડે ઉજવાયો
જામનગરમાં ઇટ્રા (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ) દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૌમારભૃત્ય વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત 40 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું. આયુર્વેદની દૃષ્ટિએ આરોગ્ય અને પર્યાવરણ માટે હિતકારી આ છોડ રોપવામાં આવ્યા હતા. પી.એચ.ડી. અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેમના હસ્તે પણ વૃક્ષારોપણ […]
EDએ જપ્ત કરેલા પૈસા છોડાવી આપવાના બહાને 3.18 કરોડ પડાવ્યા
અમદાવાદની આંગડિયા પેઢીના 11 કરોડથી વધુની રકમ ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા પાંચ શખ્સોએ 40 ટકા કમિશન નક્કી કર્યું હતું જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા પણ હતા.જોકે કમિશન મેળવીને EDએ જપ્ત કરેલી રકમ છોડવી ન આપીને ઠગાઈ કરતા આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત પાંચ શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચના […]
સુરત જિલ્લામાં ભારે વરસાદ, કીમમાં જનજીવન પ્રભાવિત
સુરત જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે કીમ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કીમ ચાર રસ્તા નજીક આવેલ ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદના પગલે કીમ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં દુકાનો સુધી પાણી […]
ગીર સોમનાથ જિલ્લાનાં ઊના તાલુકામાં નવી 6 શાળાઓ મંજૂર
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે એક દૂરોગામી નિર્ણય લેવાયો છે. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શાળાઓનો વ્યાપ વધાર વાના ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં 200 નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ હેઠળ ગીર સોમનાથ જિલ્લાનાં શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, […]
કાલોલ ASI રંગીતસિંહ ચૌહાણ સેવા બાદ નિવૃત્ત
કાલોલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) રંગીતસિંહ ચૌહાણ 32 વર્ષની સેવા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમની વિદાય નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ભરવાડ અને સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પીઆઈ ભરવાડે રંગીતસિંહની કર્તવ્યનિષ્ઠા અને સેવાઓની પ્રશંસા કરી […]
જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. “ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” જેવા બેનરો અને ખેતરમાં વીજ પોલના મુદ્દે “જય જવાન, જય કિસાન”ના નારા લગાવતી આ રેલી આગળ વધી રહી હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે રેલીને નિર્ધારિત […]










