Gujarat

જાહેરમાં જુગાર રમતી 4 મહિલા સહિત 5 ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આડોડીયાવાસમાં સફળ દરોડો પાડ્યો છે. પોલીસે જાહેર જગ્યા પર કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર મહિલાઓ સહિત કુલ પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારોની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરૂદ્ધ ઘોઘારોડ […]

Gujarat

ભાવનગરમાં પોલીસની હાજરીમાં જ યુવક પર હુમલો

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખેડૂતવાસ મુક્તનગર વિસ્તારમાં જૂની અદાવતમાં અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું પંચનામું કરવા ગયેલા ફરિયાદી અને પોલીસ સ્ટાફની નજર સામે જ સામા પક્ષના શખ્સોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ પોલીસની હાજરીમાં જ ફરિયાદી પક્ષ પર ભારે પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની […]

Gujarat

જામનગરમાં પાંચ ‘શી ટીમ’ એક્શન મોડમાં, અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા

જામનગર શહેરમાં વિદ્યાર્થિનીઓ અને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 5 સ્પેશિયલ ‘શી ટીમ’ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમોએ ટ્યુશન ક્લાસીસ અને જાહેર બાગ-બગીચા તેમજ બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળોએ લુખ્ખા તત્વો તેમજ બિનજરૂરી આંટાફેરા મારી ભય કે અસલામતીનો […]

Gujarat

જામનગર જેલમાં કલેક્ટર-SPની સરપ્રાઈઝ વિઝિટ

જામનગર જિલ્લા જેલમાં કાયદો અને વ્યવસ્થા તથા કેદીઓની સુવિધાઓ સુદ્રઢ કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા અને જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈનીએ સંયુક્ત રીતે જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. મુલાકાત દરમિયાન, ઉચ્ચ અધિકારીઓએ જેલના વિવિધ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેદીઓની બેરેક, રસોઈઘર […]

Gujarat

જામનગર ડમ્પિંગ સાઇટની આગ ચોથા દિવસે પણ યથાવત

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ ખાતે લાગેલી આગ સતત ચોથા દિવસે પણ યથાવત છે. ફાયર વિભાગની ટીમો રાઉન્ડ ધ ક્લોક આગ બુઝાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ અને ધૂંધવાટો સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા નથી. છેલ્લા ચાર દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા 70થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરવામાં […]

Gujarat

સુરત એરપોર્ટ પર આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરના સમયે ભારે દોડધામ મચી ગઈ હતી. ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને અચાનક ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સેનાનું IA-1165 હેલિકોપ્ટર વડોદરા એરફોર્સ સ્ટેશનથી નાસિક જવા માટે રવાના થયું હતું. આ હેલિકોપ્ટરમાં આર્મીના ચાર જવાનો સવાર હતા. ઉડાન દરમિયાન અચાનક કોઈ યાંત્રિક ખામી સામે આવતા પાયલટે અત્યંત સૂઝબૂઝ અને […]

Gujarat

NRI જમીન માલિકોના નામે બોગસ એકાઉન્ટ ખોલી રકમ સેરવનાર ઝડપાયો

સુરતમાં NRI જમીન માલિકો સાથે છેતરપિંડી પ્રકરણમાં મુખ્ય આરોપી અઝમતસાહીદ ઈમ્તિયાઝ શેખની ઈકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેણે યસ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ રચી જમીન માલિકોના નામે બોગસ NRI એકાઉન્ટ ખોલવાનું મોટું કૌભાંડ આચર્યું હતું. આરોપીએ બેંક કર્મચારીઓની મદદથી ખોટા દસ્તાવેજના આધારે ખાતા ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, જેમાં બેંકના કર્મચારીઓની શંકાસ્પદ […]

Gujarat

અમદાવાદમાં ચાર મિત્રોએ ચોરીનો પ્લાન ઘડી આંગડિયા પેઢીમાં નોકરી લાગ્યા

મોજ-શોખ કરવા, બ્રાંડેડ વસ્તુઓ ખરીદવા અને વિદેશ પ્રવાસ કરવા માટે ચાર મિત્રોએ ચોરીનું ષડયંત્ર રચ્યું અને આંગડિયા પેઢીમાં નોકરી લાગી 80 લાખની ચાંદીની ચોરી કરી. મામલો થાળે પડી જાય ત્યાં સુધી મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમાં ઉતરી ગયો અને તેના બે સાગરીતો ચાંદી વેચીને રોકડા રૂપિયા મેળવવા માટે માણેક ચોકમાં આવ્યા અને ઝડપાઈ ગયા. પોલીસે 80 લાખની […]

Gujarat

ગીરમાં સિંહ જોવા ગેરકાયદે પ્રવેશ, ત્રણ ઝડપાયા

ગીરના જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર ત્રણ ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કુલ 75,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઘટના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી બીટના જંગલ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે બની હતી. વન વિભાગની ટીમે ઋત્વિક રામાનંદી, બ્રિજેશ […]

Gujarat

સોમનાથના તોફાની દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા, બેનો બચાવ

યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર નજીકના દરિયામાં મહારાષ્ટ્રના સોલાપુરથી દર્શનાર્થે આવેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. દરિયાના ઉછળતાં મોજાની મજા માણવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંચા મોજાની ઝપટમાં આવી જતાં ત્રણેય દરિયામાં ગરકાવ થયા હતા. જોકે, બે યુવકોનો બચાવ થયો છે. જ્યારે એક હજુ લાપતા છે. આ ઘટનાથી યાત્રાધામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અચાનક જોરદાર મોજાની […]