ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી તરફ વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. પાટનગરના વિકાસ નકશામાં પ્રદૂષણ મુક્તિ, આરોગ્ય અને વેલનેસના ત્રિવિધ પ્રોજેક્ટ્સ ઉમેરાયા છે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગરમાં અંદાજિત રૂપિયા 22 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ જનકલ્યાણના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા જેમાં […]
India
બીમાર પીઢ કાર્યકરને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે મધુર ડેરીના નવનિર્મિત પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા ત્યારે તેમને ભાજપના જૂના કાર્યકર રમેશભાઈ ચૌધરીની બીમારીના સમાચાર મળ્યા. આ સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિત શાહ તેમની ખબર પૂછવા એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. રમેશભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘના પૂર્વ મહામંત્રી અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ […]
ગાંધીનગરમાં ‘ટેરાનોવાસ પિત્ઝા’માંથી વંદો નીકળ્યો
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘ટેરાનોવાસ પિઝા’માં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં પિઝા ખાવા ગયેલા એક ગ્રાહકના પિઝામાંથી મરેલો વંદો નીકળતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સના નામે ગ્રાહકોને આકર્ષતી આવી મોટી રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતા અને હાઇજિનના નિયમોને કઈ હદે નેવે મૂકી રહી છે, તેનો આ જીવતો જાગતો […]
ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ પ્રકરણનો પુત્રએ ભાંડો ફોડ્યો
વડોદરા શહેરમાં ભાજપ કાર્યકરની પત્નીના કથિત પ્રેમસંબંધનો પુત્રએ ભાંડો ફોડ્યો હોવાનું સામે આવ્યું છે.. સગીર પુત્રએ માતા અને તેના કથિત પ્રેમી વચ્ચેના વાર્તાલાપ અને હિલચાલના ઓડિયો-વીડિયો રેકોર્ડ કર્યા હતા. આ વાત જાણતાં માતા અને પ્રેમીએ સગીર પર અત્યાચાર કરીને તેને ધમકીઓ આપીને રૂમમાં બંધ કરી દીધો હતો. આખરે સગીરે હિંમત કરીને હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ […]
ભાજપના પૂર્વ કાઉન્સિલરે સંખેડા પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે DGPને અરજી કરી, ગુનાહિત ષડયંત્રના આક્ષેપ કર્યા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષી સામે દારૂની ફરિયાદના કેસમાં વિવાદ વધી રહ્યો છે. વડોદરાના ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા પારૂલબેન પટેલે ગૃહમંત્રી અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 5 પોલીસકર્મીઓ સામે લેખિત અરજી કરી ગુનો નોંધવાની માગ કરી છે. પ્રમોદ પાંડે સામેની ફરિયાદમાં ઓછી કલમો લગાવાઈ હોવાની રજૂઆત […]
ખોડલધામ-લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા વિધવા સહાય કાર્યક્રમ
લેઉવા પટેલ ટ્રસ્ટ અને ખોડલધામના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વિધવા સહાય અને નારી સશક્તિકરણના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી અનાર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તેમની સાથે સંસ્થાના જિલ્લા અને તાલુકા કન્વીનર સ્તરના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ […]
ઈકો કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂની હેરાફેરી
ભાવનગર જિલ્લાના સિહોરના રેલવે ફાટક નજીક લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલી બાતમી આધારે વોચ ગોઠવી ઉભા હતા તે વેળાએ વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી ઈકો કારને ઝડપી લઈ કાર સાથે રહેલા એક શખસની ધરપકડ કરી ઈકોની તલાશી લેતા કારના પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 576 બોટલ મળી આવતા કબ્જે કરી […]
પટેલપાર્કથી બાયપાસ સુધી 200થી વધુ લીમડાનો ઉછેર
જામનગર શહેરના પટેલ પાર્કથી લાલપુર બાયપાસ સુધીનો માર્ગ અત્યારે પર્યાવરણપ્રેમીઓ અને વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સદભાવના નામની સેવાભાવી સંસ્થા દ્વારા થોડા સમય પૂર્વે અહીં જે લીમડાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તે આજે ઘટાદાર વૃક્ષો બનીને લહેરાઈ રહ્યા છે. અંદાજે 200 જેટલા લીલાછમ લીમડાના વૃક્ષો આજે રોડની વચ્ચે એક રક્ષણાત્મક હરિયાળી દીવાલની જેમ […]
જામનગરમાં ‘સ્વાદની રાણી-2026’ ફૂડ સ્પર્ધા યોજાઈ
જામનગરમાં તાજેતરમાં “ઓપન ગુજરાત સ્વાદની રાણી-2026” ફૂડ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્થાનિક રસોઈ કળાને પ્રોત્સાહન આપવાનો અને ગૃહિણીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. આ સ્પર્ધાનું આયોજન મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 200 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ખંભાળિયા, […]
રાજકોટમાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 2 આરોપીઓને સોના-ચાંદીના દાગીનાઓ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટમાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર 2 આરોપીઓને સોના-ચાંદીના દાગીનાઓ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા તથા ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર […]










