Gujarat

જામનગરમાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ, ધારાસભ્યના નિવાસેથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઈ

જામનગર શહેરમાં વસ્તી ગણતરીની ઓનલાઈન પ્રક્રિયાનો પ્રારંભ કરાવાયો છે, જેના ભાગરૂપે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના નિવાસસ્થાને ઓનલાઈન ડિજિટલ ફોર્મ ભરીને આ પ્રક્રિયાનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વસ્તી ગણતરીના ઓનલાઈન ડિજિટલ ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાં શહેરીજનો વસ્તી ગણતરીમાં ઓનલાઈન ફોર્મ […]

Gujarat

મંત્રી રિવાબા જાડેજાએ પોતાના પરિવારની વિગતો ભરી ઓનલાઈન નોંધણી પૂર્ણ કરી

દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ ‘વસ્તીગણતરી-2027’ પ્રક્રિયા ડિજિટલ સ્વરૂપે ચાલી રહી છે. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ભારત સરકારના ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાનમાં ભાગ લીધો છે. ગાંધીનગર ખાતેથી તેમણે ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાના પરિવારની વિગતો ડિજિટલ રીતે સબમિટ કરી હતી. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા […]

Gujarat

જામનગર જડેશ્વર પાર્કમાં ડિમોલેશન સામે આહિર સમાજ એકજુથ

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશનના વિરોધમાં આજે સમગ્ર આહિર સમાજ એકજુથ થયો હતો. સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તેમણે “નંદુમાંનો આશરો હતો અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે” જેવા સૂત્રોચ્ચારો સાથે નંદુમાંના આશ્રયસ્થાનને ફરીથી ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમાજના […]

Gujarat

બાંટવા – રાજકોટ પંચાયતનગર વચ્ચે એસટી શરૂ કરવામાં આવી

માણાવદર – બાંટવા શહેર અને તાલુકાની જનતાની વર્ષો જૂની માંગણી એસ.ટી વિભાગ દ્વારા સંતોષતા બાંટવા એસ.ટી ડેપો બાંટવા દ્વારા માણાવદર રાજકોટ પંચાયતનગર સુધી એક્સપ્રેસ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે બસ બાંટવા થી 13.15 કલાકે માણાવદરથી 13.30 કલાકે ઉપડશે. જે વાયા ગાળવાવ ફાટક, સણોસરા, સરદારગઢ ધોરાજી, જેતપુર, વીરપુર રાજકોટ બસપોર્ટ થઈને પંચાયત નગર સુધી […]

Gujarat

પાટણમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ, કાર્યકરોની અટકાયત

પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલિયમ પેદાશોમાં કરાયેલા તોતિંગ ભાવવધારા સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. ​ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો,કોર્પોરેટ રો અને કાર્યકરો એકત્રિત થયા હતા. […]

Gujarat

પાટણમાં ઢોર પકડવા ગયેલી પાલિકા ટીમ પર હુમલો

પાટણ શહેરના જુના પાવરહાઉસ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. પશુપાલકોએ પાલિકા કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરી, પાંજરાનો દરવાજો ખોલી ઢોરોને જાહેર રોડ પર ભગાડ્યા હતા. આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બે નામજોગ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના 16 મે, 2026 ના રોજ […]

Gujarat

પાટણના ખેડૂતને પ્રાકૃતિક ખેતીથી 22 લાખની આવક

પાટણ જિલ્લાના આંબાપુરા ગામના ખેડૂત નિર્મલકુમાર ચીમનભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને ગૌઉત્પાદનોના મૂલ્યવર્ધન દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે. તેઓ ગીર ગાય આધારિત ખેતી અને આયુર્વેદિક ઉત્પાદનોના નિર્માણ થકી વાર્ષિક આશરે રૂ. 20 થી 22 લાખની આવક મેળવી રહ્યા છે. નિર્મલકુમાર પટેલ પાસે હાલમાં આશરે 20 ગીર ગાયો, નંદી અને વાછરડાં છે. તેમનો પરિવાર ગૌશાળા અને […]

Gujarat

સુરેન્દ્રનગરમાં પતરાવાળી ચોકથી મલાર ચોક સુધી ફૂટપાથ બનશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરના પતરાવાળી ચોકથી મલાર ચોક સુધીના માર્ગ પર પેવર બ્લોકની ફૂટપાથ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹18 લાખ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો છે. આ લોકઉપયોગી પ્રોજેક્ટ હેઠળ, રોડની બંને બાજુએ આશરે 2000 સ્ક્વેર મીટર વિસ્તારમાં મજબૂત અને આકર્ષક પેવર બ્લોક પાથરીને આધુનિક […]

Gujarat

મુંબઇ-સુરતની મહત્વની 4 ટ્રેનો કલાકો મોડી થતાં ગોધરા સ્ટેશને લોકો અટવાયાં

દાહોદ રેલવેના કોટા મંડળ હેઠળ આવતા મધ્યપ્રદેશના લૂણી રીછા અને વિક્રમગઢ આલોટ સ્ટેશન વચ્ચે રવિવારે વહેલી સવારે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રિવિન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના બી-1 કોચ અને પાવર કારમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રેન ગાર્ડની સતર્કતાથી માત્ર 15 મિનિટમાં જ કોચમાં સવાર તમામ 68 મુસાફરોને […]

Gujarat

સઈજ પાસેથી આઈ-20 કારમાંથી 637 લિટર દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત

કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સઈજ ગામના અંડરબ્રીજ પાસેથી આઈ-20 સ્પોર્ટ્સ કારમાં ભરીને લઈ જવાતો 637 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 3.27 લાખનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. i-20 કારમાંથી 637 લિટર દેશી દારુ મળી આવ્યો કલોલ તાલુકા પીઆઇ જે.જે. ગઢવીની ટીમને […]