વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે મેટ્રો સહિત જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ અપીલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કેબિનેટમાં મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તે ધ્યાને લઈને GMRC દ્વારા મેટ્રો સેવાઓને 18 મેથી રાત્રિના 11 વાગ્યા સુધી દોડાવવાનો […]
India
વેકેશનમાં માતાપિતાના સમયના અભાવે બાળકોમાં વધ્યો એકલતાનો તણાવ
સ્કૂલ વેકેશન દરમિયાન નોકરીયાત માતાપિતા સંતાનોને પૂરતો સમય ન આપી શકતાં બાળકો એકલતા અને માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મણિનગર, થલતેજ અને વસ્ત્રાપુરમાં ત્રણ સગીરોએ ગુસ્સે થઈ તોડફોડ, ઘર છોડવાની અને આત્મહત્યાની ધમકી આપતાં 181 અભયમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘરમાં એકલો હોવાથી ખોટા વિચારો આવે છે વસ્ત્રાપુરમાં 16 વર્ષીય સગીરનાં […]
કન્સલટન્સીના ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીની ઉચાપત કરી
અમદાવાદમાં વિઝાના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવ બનતા હોય છે, ત્યારે હવે કન્સલટન્સીના ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીના પૈસા બારોબર લઈ લીધા છે. મેનેજરે ફીની રકમ ના તો યુકેની યુનિવર્સિટીમાં જમા કરાવી કે ના વિદ્યાર્થીઓને પરત આપી હતી. જેથી કન્સલ્ટન્સી દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટી મેનેજર વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીની ઉચાપત […]
સુત્રાપાડાના વાવડીમાં દીપડો પાંજરે પુરાયો
સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહત અનુભવી છે. વન વિભાગે વાળા પુંજાભાઈ કાળાભાઈની માલિકીની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરામાં પકડાતા જ સુત્રાપાડા રાઉન્ડનો વન વિભાગનો સ્ટાફ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે […]
ગીર સોમનાથ જિલ્લામાં સંકલનની બેઠક
ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરે તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવે, સૂત્રાપાડાની જેટીના પ્રશ્નો તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના બીનઅધિકૃત […]
ઢોર ડબ્બામાં અસહ્ય ગરમી અને સુવિધાના અભાવે 4 મહિનામાં 71 ગૌવંશના મોત
જૂનાગઢમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સામાન્ય લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પશુ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલા અબોલ પશુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મનપા દ્વારા શહેરમાંથી પકડેલા રખડતા ઢોરોને ખામધ્રોળ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પંપ પાસેના […]
યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડીયાએ ડિવાઈસ લોન્ચ કર્યું
જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગ્રત થાય તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્ગ યોજાયો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાધનને શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ […]
શિવનગરમાં ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા જતા યુવકો પર તલવાર-છરીથી હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત
ભાવનગરના શિવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગની આમંત્રણ પત્રિકા આપવા ગયેલા ટેમ્પો ચાલક યુવક અને તેના મિત્ર પર પાડોશીઓએ તલવાર, છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે […]
ભાવનગર LCB એ દારૂ કેસના ફરાર આરોપીને ઝડપ્યો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી તળાજા પંથકમાંથી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર રેન્જ, અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને […]
બે યુવતીએ યુવકના ફ્લેટે પહોંચી હોબાળો કર્યો; બહેન-માતા વચ્ચે પડતા ઝપાઝપી કરી
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની બાબતને લઈને ભારે હોબાળો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક સાથે લગ્ન કરવાની જીદ લઈને બે યુવતીઓ મધ્યરાત્રિએ તેના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. યુવકના પરિવારજનોએ સમજાવવાનો પ્રયાસ કરતાં બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળાગાળી કરીને યુવકની માતા તથા બહેન સાથે ઝપાઝપી કરી […]










