Gujarat

બે પરિણીતાને ઘર કંકાસમાં મળ્યો ન્યાય, વૃદ્ધાનું પુન: મિલન

પાલિતાણા અને તળાજા વિસ્તારમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ અને સમયસર કામગીરી ફરી એકવાર મદદગાર સાબિત થઈ છે. ઘરેલુ હેરાનગતિનો સામનો કરતી બે પરિણીત મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા રાહત અપાઈ, જ્યારે ઘર છોડીને નીકળી ગયેલી એક વૃદ્ધાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. આ ત્રણેય બનાવોમાં 181 ટીમે કાનૂની સમજણ સાથે માનવતાનો સ્પર્શ આપી […]

Gujarat

જામનગરના પટેલ કોલોની એપાર્ટમેન્ટમાં આગ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી હતી. આ ઘટના શેરી નંબર 12 માં બની હતી, જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટાંગેલા વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ […]

Gujarat

ઓનલાઈન ફ્રોડમાં જામનગર સાયબર પોલીસ બની દેવદૂત, 120 દિ’માં 61.43 લાખ રિકવર કર્યા

આજના ડિજિટલ યુગમાં જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેતરપિંડી કરનારા ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને નિર્દોષ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. જોકે, આ વધતા જતા ગુનાઓ સામે પોલીસ તંત્ર પણ હવે વધુ સતર્ક બન્યું છે. ત્યારે જામનગરમાં માત્ર ચાર જ […]

Gujarat

જામનગર ધોરણ 12 પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહ 92.99%, વિજ્ઞાન 89.90%

જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 92.99 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 89.90 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સામાન્ય પ્રવાહમાં કુલ 8200 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 7415 વિદ્યાર્થીઓ સફળ રહ્યા, જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ […]

Gujarat

2017થી ધરણીધરના મીઠાવી ચારણમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, 50% જમીન બિનઉપજાઉ બની

ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી ભરાવા અને ખારાશની ગંભીર સમસ્યા સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અનેકવાર સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. વર્ષ 2017થી ગામના તળાવમાં પાણી ભરાવાની સમસ્યા વધતી જ રહી છે. […]

Gujarat

કોબના માથાભારે શખ્સનો પોલીસ પર હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં આતંક મચાવનાર એક કુખ્યાત શખ્સે પોલીસ પર પણ હુમલો કર્યો છે. હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં ઝડપાયેલા આ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતી વખતે પોલીસે તેને હાથે-પગે દોરડાથી બાંધવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચાર દિવસ પહેલા […]

Gujarat

રાજકોટમાં 5,568 વિદ્યાર્થીઓની NEET પરીક્ષાનો પ્રારંભ

ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. એડમિટ કાર્ડ સાથે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત […]

Gujarat

વેપારીના 9 કિલો ચાંદી ચોરી કેસમાં રાજસ્થાની બેલડી ઝડપાઇ

રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેપારીને ત્યાં નોકરીએ રહી પ્રથમ દિવસે જ અંદાજે 9 કિલોથી વધુ ચાંદીની ચોરી કરી નાસી જનાર મામા-ભાણેજની જોડીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 કિલોથી વધુ ચાંદી અને રોકડ રકમ સહિત કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજસ્થાનથી બંને આરોપીઓ નોકરી માટે […]

Gujarat

તળાજા વૃદ્ધ દંપતી હત્યામાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કેસમાં પુત્ર, પુત્રવધૂ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 19 એપ્રિલની રાત્રે તળાજામાં એક વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, પુત્ર અને પુત્રવધૂએ અન્ય બે સાગરીતોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. […]

Gujarat

પાલીતાણાના તળાજા રોડ પાસે જુગાર રમતા 2 શખસો ઝડપાયા

પાલીતાણા ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તળાજા રોડ પર રેડ પાડી હતી, જેમાં મોબાઈલની લાઈટમાં જુગાર રમતા બે શખસોને ₹14,500ની રોકડ અને બે મોબાઈલ સહિત કુલ ₹49,500ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતાં. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીલવાસમાં જૂગાર રમતા બે શખસો […]