સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની સૌથી વધુ કિંમત એક સ્ત્રી અને માસૂમ બાળકને ચૂકવવી પડતી હોય છે. જામનગરમાં આવી જ એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સાસુ સાથેના સામાન્ય મન દુઃખમાં પતિએ માનવતા નેવે મૂકી પોતાની પત્ની પર લાકડી વડે નિર્મમ હુમલો કર્યો હતો. પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ […]
India
ખીરસરા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને વિદાય સમારોહ
લાલપુરના ખીરસરા સ્થિત પ્રાથમિક શાળામાં શનિવારે, ૨ મેના રોજ વાર્ષિક મહોત્સવ અને વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો, વિવિધ કૃતિઓ અને વિષયને અનુરૂપ વક્તવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સમારોહમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક […]
જામનગરમાં ભાજપના નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા શરૂ
જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો જામનગર પહોંચ્યા હતા. પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને સંગઠન સંયોજક રાજુભાઈ પટેલ નિરીક્ષક તરીકે જામનગર આવ્યા હતા. તેમણે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત કોર્પોરેટરો સાથે વ્યક્તિગત અને સામૂહિક રીતે ચર્ચા […]
ગીર સોમનાથમાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, કામગીરી શરૂ
ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છે, જેથી વરસાદી ઋતુમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુલો નીચે જમા થયેલો કચરો, ડ્રેનેજ લાઈનોમાં અટવાયેલી ગંદકી, કૉઝવે અને […]
કોર્ટે સિક્યુરિટી ચેકનો દુરુપયોગ ઠેરવ્યો, બંને કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા
ઉનાની કોર્ટે 25-25 લાખના બે ચેક રિટર્ન કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.કેસની વિગત મુજબ, ફરિયાદી ધિમંતભાઈ પ્રદીપભાઈ શાહ (રહે. ઉના) એ ફોજદારી કેસ નં. 1328/2018 દાખલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે મુંબઈના મહેન્દ્ર પ્રભાશંકર જોષી, ભઠ્ઠા મહેન્દ્ર જોષી અને રાજેશ મહેન્દ્ર જોષીએ 28.05.2018 ના રોજ […]
મહુવાના બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. ઉના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે, દીવ તરફથી એક સફેદ ફોર વ્હીલ કારમાં (નં. GJ-05-CG-9683) બે શખ્સો થેલામાં દારૂ ભરીને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ કારને રોકવામાં આવી અને તેની તલાશી લેવામાં આવી. કારની પાછળની સીટ પરથી એક […]
આપાતકાલીન સ્થિતિમાં નુકસાન અટકાવવા કલેક્ટર દ્વારા આદેશ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી ””ઝીરો કેઝ્યુઆલિટી””ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપવા આવી છે. કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર […]
જામનગરમાં કાલાવડ નાકાનો જૂનો પુલ બંધ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર આવેલો વર્ષો જૂનો પુલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ થઈ ગયું છે. પુલની નબળી હાલત જોતાં તે વાહન […]
જામનગરમાં નેપાળી યુવાનની હત્યા: મિત્ર આરોપી પકડાયો
જામનગરમાં નેપાળી યુવાનની હત્યા કેસમાં તેના જ મિત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં પત્ની વિશેની ટિપ્પણીથી ઉશ્કેરાઈને હત્યા કર્યાની કબૂલાત કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે બંને મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન મૃતકે આરોપીની પત્ની વિશે ટીકા-ટિપ્પણી કરી હતી, જે તેને ગમ્યું ન હતું. આથી આવેશમાં આવી તેણે પથ્થર મારી હત્યા […]
રણજીતસાગર ડેમ પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં આગ
જામનગર શહેરના રણજીતસાગર ડેમ નજીક આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. લગ્ન પ્રસંગની સીઝન ચાલતી હોવાથી રિસોર્ટમાં મહેમાનોની મોટી હાજરી હતી, જે દરમિયાન આગ લાગતા લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આગ સૌપ્રથમ ફોરેસ્ટ રિસોર્ટના રેસ્ટોરન્ટ વિભાગમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું […]










