સુરતના મગદલ્લા-હજીરા બ્રિજ પર ગત મોડીરાત્રે(26 એપ્રિલ) એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગતિ પર કાબૂ ગુમાવી એક 60 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા […]
India
સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું
સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં જમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં નિદ્રાધીન યુવક પર પથ્થર ઝીંકી હુમલો કરનાર કચરો વીણતા શખ્સને સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને તેની ચાલવાની વિશિષ્ટ ઢબના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ માથા અને છાતીના ભાગે […]
ડિજિટલ વેલીમાં ભીષણ આગ, 2 KM દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ડિજિટલ વેલી પાસે સાંજના સમયે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સાયબર સિટી બિલ્ડિંગની સામે આવેલા એક ખુલ્લા મેદાનમાં એકઠા કરવામાં આવેલા કચરાના જંગી જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં […]
તડકેશ્વરમાં બંધ મકાનમાંથી 32 તોલા દાગીના ચોરાયા
માંડવી તાલુકાના તડકેશ્વર ગામના રોડ ફળિયા વિસ્તારમાં એક બંધ રહેણાક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ 32 તોલા સોનું અને એક લાખ રોકડાની ચોરી કરી હતી. આ ઘટનામાં કુલ રૂ. 8.20 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામમાં કીમ-માંડવી મેઈન રોડ પર આવેલા રોડ ફળિયામાં રહેતા 53 વર્ષીય ઈલ્યાસ ઈસ્માઈલ […]
17 વર્ષના કાનૂની જંગ બાદ પાલિકા સર્વેયરને 3 વર્ષની કેદની સજા
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા ચીમન મંગુ મૈસુરિયા સામે કોર્ટે લાલ આંખ કરી છે. ફરિયાદી પોતાની મિલકતના વેરા બિલમાં પિતાનું નામ ચઢાવવા માટે પાલિકાની કચેરીએ ધક્કા ખાતા હતા. આ કામના બદલામાં સર્વેયર ચીમન મૈસુરિયાએ 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો, […]
ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર સોમનાથ પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગીર સોમનાથ જિલ્લામાં આવી પહોંચ્યા છે. રાજકોટના હીરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું આગમન થયું હતું. આગમન બાદ તેઓ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. હેલિપેડ પર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જિલ્લા કલેક્ટર એન.વી. […]
મંત્રી પરસોત્તમ સોલંકીએ શિવા ગોહિલને જાહેરમાં ઝાટક્યા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળિયા ગામે યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્નમાં રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સ્થાનિક ધારાસભ્ય શિવા ગોહિલની ગેરહાજરી મુદ્દે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રાજકીય ગરમાવો લાવી દીધો છે. મંત્રીએ જાહેર મંચ પરથી ધારાસભ્યને આડે હાથ લેતા ભાજપના આંતરિક વર્તુળોમાં પણ આ નિવેદનની ચર્ચાઓ તેજ બની છે. સમૂહ લગ્નમાં મંત્રીની હાજરીમાં ધારાસભ્યની ગેરહાજરીથી વિવાદ […]
જામનગરમાં બળજબરીથી નાણાં વસૂલવાનો ગુનો નોંધાયો
જામનગર પોલીસે રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારના અપહરણ તથા બળજબરીથી નાણાં વસૂલવાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી આપી અને મારકૂટ કરી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. આ કેસમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત […]
લોધિકામાં ઠંડુ તો બેડલામાં જોરદાર મતદાન, ભાજપના ગઢમાં ગાબડું પડશે કે જળવાશે સત્તા
રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની 11 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામોને લઈને રાજકીય વિશ્લેષકો અને પક્ષોમાં ભારે ઉત્તેજના છે. આ વખતે જિલ્લા પંચાયતમાં નોંધાયેલું 58.98 ટકા મતદાન, જે ગત ચૂંટણી કરતા 4.49 ટકા જેટલું ઓછું છે, તે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે ચિંતાનો વિષય બન્યું છે. ખાસ તો ગ્રામીણ […]
આવતીકાલે મતગણતરી બાદ વિજય સરઘસ દરમિયાન ફટાકડા ફોડી શકાશે નહિ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતગણતરી માટે જાહેરાત કરવામાં આવી છે આ દરમિયાન રાજકોટ શહેરમાં પણ આવતીકાલે અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી થવાની છે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરાનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફરમાવેલ પ્રતિબંધ મુજબ રાજકોટ શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની જીત બાદ વિજય સરઘસ દરમિયાન કોઈ પણ […]










