Gujarat

આધેડની કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

વડોદરા જિલ્લાના કરજણ પાસે કુરાલીથી કોઠાવ જતી કેનાલ રોડ પર થયેલી આધેડના હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીએ વ્યાજે લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કર્યા બાદ પણ કનકસિંહે વધુ રકમની માંગણી કરીને માનસિક આપ્યો હતો, જેથી કંટાળીને આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી […]

Gujarat

49 વર્ષીય હિનલ ગૌરે ‘સંતુર મોમ સિઝન-2’નો ખિતાબ જીત્યો

ડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે ‘સંતુર મોમ વડોદરા સિઝન-2’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની સ્પર્ધકોને માત આપીને વડોદરાની 49 વર્ષીય હિનલ ગૌરે વિજેતા બનીને હીરાજડિત ક્રાઉન પોતાના નામે કર્યો છે. 70થી વધુ સ્પર્ધકો વચ્ચે રસાકસી આ કાર્યક્રમ અંગે માહિતી આપતા આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના ફાઉન્ડર અને આયોજક રાજશ્રી […]

Gujarat

વડોદરામાં ભર બપોરે બે લુટારુઓ દ્વારા ચાકુની અણીએ લૂંટ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ ઘરમાં આરામ કરતા વૃદ્ધ દંપતિને મતદાન મુદ્દે ધમકાવી ગળું દબાવી તથા ચાકુ બતાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં બપોરના સમયે વૃદ્ધ દંપતિ પોતાના […]

Gujarat

અડાલજ હાઈવેના બમ્પ પરથી જ્યુપિટર ઉછળતા પુત્ર સામે વૃદ્ધાનું મોત

અમદાવાદમાં પારિવારિક પ્રસંગ માણીને મોડી રાત્રે કલોલ પરત ફરી રહેલા પરિવારને અડાલજ પાસે કાળ ભેટી ગયો હતો. જ્યુપિટર ચાલક પુત્રએ હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવી બમ્પ પર કુદાવતા પાછળ બેસેલા તેના 71 વર્ષીય માતા રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા નાના પુત્રએ પોતાના જ મોટા ભાઈ વિરુદ્ધ અડાલજ […]

Gujarat

ખેતરમાં કામ કરતી વખતે બન્યો બનાવ, ગોધરા સિવિલ ખસેડાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છાયાણા ગામે ખેતરમાં કામ કરી રહેલા એક યુવકને ઝેરી સાપ કરડ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ, છાયાણા ગામના રહેવાસી ભારતભાઈ બારીયા આજે પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક ઝેરી સાપે દંશ માર્યો હતો. સાપ […]

Gujarat

મતગણતરી કેન્દ્રોની 100 મીટરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ની મતગણતરી માટેના સ્થળો જાહેર કરાયા છે. આ મતગણતરી કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 28 એપ્રિલ, 2026ના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા […]

Gujarat

જામનગરમાં ધારિયા સાથે દાદાગીરી કરનાર બે શખ્સો જેલ હવાલે

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવા હથિયાર સાથે દાદાગીરી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ એક યુવાન પાસેથી 700 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. બે દિવસના રિમાન્ડ બાદ બંને આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. આ ઘટના ત્રણ દિવસ પહેલા દિગ્જામ સર્કલ વિસ્તારમાં બની હતી. જહાંગીર બાપુ અને […]

Gujarat

મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાની વહારે અભયમ ટીમ આવી, પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી શહેરમાં ભૂલા પડેલા એક અશક્ત વૃદ્ધાને 181 અભયમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વૃદ્ધાવસ્થાના કારણે યાદશક્તિ ઓછી હોવાથી આ વૃદ્ધા સવારથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તો ભટકી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. એક જાગૃત નાગરિકે આ વયોવૃદ્ધ મહિલાને ગુમસુમ હાલતમાં જોતા તાત્કાલિક અભયમ હેલ્પલાઇન પર જાણ […]

Gujarat

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી માતા-પુત્રના મૃતદેહ મળ્યા

ઊંઝાના વૈજનાથ તળાવમાંથી આજે વહેલી સવારે માતા-પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ જોશી રતનબેન કલ્પેશભાઈ (ઉંમર આશરે 42 વર્ષ) અને તેમના પુત્ર જોશી આનંદ કલ્પેશભાઈ (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે આ માતા-પુત્ર મૂળ વાવ-થરાદના તીર્થ ગામના વતની હતા અને હાલ ઊંઝામાં રહેતા હતા. તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હોવાનું જાણવા […]

Gujarat

મુંબઈ ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ઉનાવાથી ઝડપાયો

ઉનાવા પોલીસે મુંબઈના ₹2.66 કરોડના MD ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉંમર 33) ને ઝડપી પાડ્યો છે. આરોપીને ઉનાવા ખાતેની ડિસેન્ટ હોટલમાંથી પકડવામાં આવ્યો હતો. આ ગુનો મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશન, મીરા ભાયંદર વસઈ વિરાર, મુંબઈ ખાતે 04/04/2026 ના રોજ NDPS એક્ટની કલમ 8(સી), 21(ક), 22(6), 29 હેઠળ નોંધાયો હતો. આ કેસમાં […]