શહેરના અલકાપુરી વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા એક નિવૃત RPF જવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી ₹50,000ની ચોરી કરનાર શાતિર રિક્ષા ચાલકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. રસ્તો પૂછવાના બહાને રિક્ષામાં બેસાડ્યા મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના સોખડા રોડ પર રહેતા […]
India
લૂંટ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેરમાં એક્ટિવા ચાલકનો પીછો કરીને ખિસકોલી સર્કલ નજીક રોકીને યુવક પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટનાર તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની ચોરી કરનાર 4 આરોપીઓની ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ચોરીના વાહનો સહિત કુલ રૂ. 56,220નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાલબાગ બ્રિજ […]
રશિયાના વર્ક વિઝાના નામે વેપારી સાથે દોઢ લાખની ઠગાઈ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવાન સાથે રશિયાના વર્ક વિઝા અપાવવાના નામે 1.50 લાખ રૂપિયાની ઠગાઈ એજન્ટ દ્વારા કરાઈ છે. વિઝા પ્રોસેસના બહાને તબક્કાવાર રૂપિયા પડાવ્યા બાદ ઠગ એજન્ટ ઓફિસ બંધ કરી રફુચક્કર થઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 60 દિવસમાં વર્ક વિઝા મળી જશે એવી ખાતરી આપી […]
માતા-પિતા સાથે પણ દીકરીની સામાન્ય વાતચીત, હાર્મની ગ્રુપની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં મૃતકનો ફોન હ્લજીન્માં મોકલ્યો
સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધૂ ખ્યાતિએ મંગળવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સવારે માતા-પિતા સાથે અત્યંત સામાન્ય રીતે વાતચીત કરી હતી, જેમાં રજમાત્ર પણ અણસાર નહોતો કે તે આવું કોઈ અંતિમ પગલું ભરી શકે છે. જાેકે, સાંજે તેની લાશ બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી […]
સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સુરતમાં આવી જ ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીયે ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમયસર માતા પહોંચતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને મેથીપાક આપ્યો હતો. સારોલી પોલીસે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ […]
NRI ના ઘરમાંથી ૧ કરોડ ચોરનારને નારોલ પોલીસે રાતે પેટ્રોલિંગમાં દબોચ્યો
ગાંધીનગરમાં સેક્ટર ૨માં રહેતાં દ્ગઇૈંના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ ૯૯.૫૫ લાખની મત્તાની ચોરી કરનાર આરોપીને નારોલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની […]
માણસાની સગીરા પર દુષ્કર્મના ગુનામાં નરાધમને ૨૦ વર્ષની કેદ, પીડિતાને ૪ લાખનું વળતર
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપી અર્પિતકુમાર નટવરભાઈ પટેલને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર […]
ભારતીય જનતા પાર્ટી ને જામનગર શહેરમાં મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન
જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવા નગરજનો ઉત્સુક. ભારતીય જનતા પાર્ટી જામનગરના તમામ વોર્ડના ઉદ્ઘાટન સમયે જનમેદની જોતા ભારતીય જનતા પાર્ટીની થઇ રહી છે ભવ્ય જીત નિશ્ચિત. જામનગર શહેર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડમાં સમરસતા જળવાઈ, દરેક જ્ઞાતિ સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા ઉમેદવારો ની પસંદગી, જામનગર […]
ભારતીય જનતા પાર્ટી (વોર્ડ. 1) માં જોડાયા કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ સહિત 500 જેટલા સમર્થકો
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી કોંગ્રેસમાં રહેલા નગરસેવકે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ તેના 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે પૂર્વ નગરસેવક અને આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા […]
જામનગરમાં વિદેશ મોકલવાના નામે લાખોની છેતરપિંડી
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયાના બે યુવાનો પાસેથી સવા લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ઘણા યુવાનો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રાજેન્દ્ર મુળુભાઈ […]










