સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન પુણા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કુલ 9 મોટરસાયકલ રિકવર કરી છે. પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ […]
India
માધવપુરમાં વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનો પ્રારંભ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-2026’નો માધવપુર ખાતેથી પ્રારંભ થયો હતો. દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ સુદ્રઢ બને અને તટીય વિસ્તારના નાગરિકોમાં શિક્ષણ તથા આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને CISFના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને […]
પોરબંદર પોલીસે વિદેશી દારૂના આરોપીને પાસા હેઠળ જેલ ભેગો કર્યો
પોરબંદર પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ, 1.28 ક કરોડ રૂપિયાના દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી ભીમા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ ઓડેદરાને પાસા (PASA) હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવ્યો છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના મુજબ, આરોપી ભીમા ઓડેદરા (ઉંમર 37, રહે. છાંયા નવાપરા, પોરબંદર) […]
વેરાવળમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, વાહનો બળીને ખાખ, ફાયર ટીમે સમયસર કામગીરી કરી
વેરાવળ-જુનાગઢ બાયપાસ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સતત પાણીનો મારો […]
ભરૂચમાં જળ-સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. બેઠકની શરૂઆતમાં 22મી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરી બહાલી આપવામાં […]
વાગરાના ચાંચવેલ નજીકનો પુલ જર્જરિત, લોખંડના ટેકા પર ટકેલો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ નજીક આવેલો પુલ હાલ ગંભીર સ્થિતિમાં છે. દહેજ-ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ મહત્વનો પુલ વર્ષોના ઉપયોગથી અત્યંત જર્જરિત બન્યો છે. તેને તૂટી પડતો અટકાવવા માટે નીચે લોખંડના સળિયા અને એંગલનો કામચલાઉ ટેકો આપવામાં આવ્યો છે. આ પુલ પરથી દિવસ-રાત 40 થી 50ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો અને ડમ્પરો […]
ભરૂચ હાઈવે પર યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ
ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પર હાજર GRD જવાન અને પોલીસે સમયસર દખલગીરી કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ યુવતીનું કાઉન્સેલિંગ કરીને તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતી હાઈવે પર કોઈ વાહનની આગળ કૂદી પડવા જેવી શંકાસ્પદ […]
ગીર સોમનાથના ઉકડીયા ગામે સિંહની લટાર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે ફરી એકવાર સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો એક સિંહ ગામની ગલીઓમાંથી પસાર થતો CCTV કેમેરામાં કેદ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ઉકડીયા ગામમાં બાપા સીતારામની મઢૂલી નજીક બની હતી. શાંત વાતાવરણ વચ્ચે અચાનક સિંહની હાજરીથી ગ્રામજનોમાં દહેશત […]
અમદાવાદ એરપોર્ટ પરથી 1.52 કરોડના સોનાની હેરાફેરી, બેની ધરપકડ
જેહાદથી અમદાવાદ આવતી અકાસા એર ફ્લાઈટમાં ચાર મહિલા પાસેથી 1.52 કરોડની કિંમતની સોનાની બંગડીઓ તથા ચેઇન કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જપ્ત કરી હતી. આ ગુનામાં કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ્સ એજન્ટ સહિત બેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછતાછમાં આ સોનાની હેરાફેરી કરવા એજન્ટને 50 હજાર રૂપિયા આપ્યા હતા. આ સોનાની વસ્તુઓ મૂળ બનાસકાંઠાના વતની અને હાલ મદીનામાં ડ્રાયફૂટનો […]
જામનગરમાં CCTV કેમેરાના પોલને નુકસાન, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પોલીસ ફરિયાદ
જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના પોલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બેડેશ્વર રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે વાલસુરા રોડ પર બની હતી. જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ હસ્તક લગાવવામાં આવેલા લોખંડના પોલ અને સીસીટીવી કેમેરાને નુકસાન થયું છે. કુલ રૂપિયા 53,536નું નુકસાન […]










