ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું ગયા મહિને હૅલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી 28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. ગુરુવારે થનારું મતદાન અનેક રીતે મહત્ત્વનું છે. આ વખતે રાષ્ટ્રપતિની રેસમાં કુલ 6 ઉમેદવાર છે અને તેમાંથી 5 કટ્ટરપંથી અને એક ઉદારવાદી નેતા છે. આ ચૂંટણીમાં પહેલી વાર ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધ, પ્રેસ સ્વતંત્રતા જેવા નવા મુદ્દા છવાયેલા […]
International
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન પણ નથી; ફ્રાન્સને જર્મનીની રાજધાની ગણાવે છે
અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનની જાણકારી નથી. વિદ્યાર્થીઓ સામાન્ય ભૂગોળના સવાલના ખોટા જવાબ આપી રહ્યા છે. જર્મનીની રાજધાની પૂછવામાં આવતા તેઓ ફ્રાન્સ કહી રહ્યા છે. મિશિગન યુનિવર્સિટીની સ્વિડિશ વિદ્યાર્થિની મેથિલ્ડા આન્દ્રેએ પોતાના અમેરિકી સહપાઠીઓને ભૂગોળના સરળ સવાલ પૂછ્યા અને તેણીને જે જવાબ મળ્યો તે અમેરિકાની શિક્ષણ પ્રણાલી વિશે મોટા સવાલ ઊભા કરે છે. મેથિલ્ડાએ તેના […]
રશિયાના દાગેસ્તાનમાં આતંકી હુમલો, ૧૭ના મોત, ૨૫ ઘાયલ
રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં રવિવારે મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા અને ૨૫ ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ લગભગ ફક્ત ચર્ચો, પૂજા સ્થાનો અને ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, […]
અમેરિકાના અરકાનસાસમાં એક કરિયાણાની દુકાનમાં ગોળીબાર; ૨ લોકોના મોત અને ૮ ઘાયલ
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અરકાનસાસમાં એક કરિયાણાની દુકાનમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ અરકાનસાસના ફોર્ડીસમાં સ્થિત કરિયાણાની દુકાનમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટના સવારે ૧૧.૩૦ વાગ્યે ફોર્ડીસમાં મેડ બુચર કરિયાણાની દુકાનમાં […]
કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 5 લાખનો દંડ, રાષ્ટ્રપતિએ કહ્યું- આ અભદ્રતાનો પુરાવો છે; દેશમાં 96% વસતી મુસ્લિમ
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તાજિકિસ્તાનને હિજાબના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ઈદના તહેવાર પર બાળકોને આપવામાં આવતી ઈદી પર પણ દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બિશ્કેકની ન્યૂઝ એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાને હિજાબને ‘વિદેશી વસ્ત્રો’ ગણાવતા પ્રતિબંધની જાહેરાત કરી છે. નવા કાયદાનું પાલન ન કરવા બદલ રૂપિયા 60 હજારથી લઈને 5 લાખ રૂપિયા […]
45 ભારતીયોના મોત થયા હતા, કુવૈત સરકાર મૃતકોના પરિવારજનોને 12.5 લાખ રૂપિયાનું વળતર આપશે
કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગના સંબંધમાં સત્તાવાળાઓએ 3 ભારતીયો, 4 ઇજિપ્તવાસીઓ અને 1 કુવૈતીની ધરપકડ કરી છે. 12 જૂનના રોજ વહેલી સવારે 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતા, જેમાંથી 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા. અરબ ટાઈમ્સના અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા 8 […]
ઇજિપ્તના 600, ભારતમાંથી 68; આ વર્ષે 1.75 લાખ ભારતીયો હજ પર ગયા હતા
સાઉદી અરેબિયાના મક્કામાં હજ કરવા ગયેલા 922 લોકોના ગરમીના કારણે મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અલગ-અલગ દેશોના ડેટાના આધારે આ જાણકારી આપી છે. એક અરબ રાજદ્વારીએ જણાવ્યું કે, માર્યા ગયેલા લોકોમાં લગભગ 600 શ્રદ્ધાળુઓ તો ખાલી ઇજિપ્તના હતા અને 1400 લોકો હજુ પણ ગુમ છે. જો કે, સાઉદી અરેબિયાથી વિપરીત મૃત્યુની સંખ્યા અંગે હજુ […]
આઠ મહિનાથી જારી જંગના કારણે કેટલાક પરિવારોમાં તો માત્ર 1-2 લોકો જ બચ્યા છે
સાતમી ઓક્ટોબર 2023ના દિવસે હમાસના આતંકી હુમલા બાદ છેલ્લા 8 મહિનાથી જારી ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં હજુ સુધી 37,347 પેલેસ્ટેનિયનો માર્યા ગયા છે. જેમાં 15 હજારથી વધારે બાળકો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી સેનાના હુમલામાં કેટલાક પરિવારો તો ખતમ થઇ ગયા છે. રિપોર્ટમાં 60 કરતાં વધારે પેલેસ્ટેનિયન પરિવારોની […]
હુમલાખોર દ્વારા મિશિગનના ચિલ્ડ્રન વોટરપાકર્માં ગોળીબાર; બે બાળકો સહિત ૧૦ લોકો ઘાયલ
મિશિગનના રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટર પાર્કમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં, હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં બે બાળકો સહિત ૧૦ લોકો ઘાયલ થયા છે. આ બે બાળકોમાંથી એક ની ઉંમર ૮ વર્ષની છે. આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોરને પકડવા માટે પોલીસ દ્વારા સમગ્ર […]
જાપાનમાં ફેલાઈ રહ્યો છે એક દુર્લભ “માંસ ખાનારા બેક્ટેરિયા” થી થતો રોગ જેના કારણે લોકો ૨ દિવસમાં જીવ પણ ગુમાવી શકે છે
જાપાનમાં કોવિડ-યુગના પ્રતિબંધો હળવા થયા પછી ફરી એક વાર ત્યાંના લોકોની ચિંતામાં વધારો થયો છે કારણકે દેશમાં ફેલાઈ રહ્યો છે ગંભીર અને દુર્લભ માંસ ખાનારો બેક્ટેરિયા થી થતો રોગ જેના લીધી વ્યક્તિને ૪૮ કલાકની અંદર પોતાના જીવ ગુમાવો પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝ અનુસાર, સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (એસટીએસએસ) એક આક્રમક રોગ છે […]










