Delhi

પૂર્વ ગૃહમંત્રી દેશમુખને મુખ્ય આરોપી બનાવ્યા

નવીદિલ્હી
દેશમુખ પર આક્ષેપ થઈ રહ્યા છે કે તેમણે ગૃહપ્રધાન તરીકેના તેમના પદનો દુરુપયોગ કરીને સચિન વાઝેને દર મહિને બાર અને રેસ્ટોરન્ટના માલિકો પાસેથી રૂપિયા ૧૦૦ કરોડની ખંડણી ઉઘરાવવા કહ્યું હતું. તે ઉપરાંત ઈચ્છિત નિમણૂક માટે પણ ગોઠવણો કરતા હતા.ચાર્જશીટમાં સંખ્યાબંધ આઇપીએસ-એસપીએસ કેડરના પોલીસ અધિકારીઓના નિવેદન છે. તે અધિકારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, દેશમુખ ગૃહપ્રધાન હતા ત્યારે દેશમુખની ભલામણ થકી તેમણે પોસ્ટિંગ મેળવ્યા હતા. ઈડી આ કેસમાં રાજ્યના ગુપ્તચર વિભાગના કમિશનર રશ્મિ શુક્લાના અહેવાલની નકલ મેળવી શકી નથી. શુક્લાએ જે કેટલાક વગદાર લોકો નાણાંની અવેજીમાં પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગની વાતચીત કરી રહ્યા હતા તે વાતચીત રેકર્ડ કરી હતી.ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને મુખ્ય આરોપી જાહેર કર્યા છે. ઈડીએ મુંબઇની પીએમએલએ કોર્ટમાં દાખલ ૭,૦૦૦ પાનાની પૂરક ચાર્જશીટમાં દેશમુખનું નામ મુખ્ય આરોપી તરીકે નોંધ્યું છે. ચાર્જશીટમાં અનિલ દેશમુખના બન્ને પુત્ર રિશીકેશ અને સલિલના નામનો પણ સમાવેશ થાય છે. ચાર્જશીટમાં અનિલ દેશમુખ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંતે, મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ અને અન્યોએ આપેલા નિવેદનનો પણ સમાવેશ થાય છે. ઈડીએ આ કેસમાં આ બીજી ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલાં ઈડીએ ઓગસ્ટ મહિનામાં દેશમુખના નાગપુર સ્થિત ટ્રસ્ટ શ્રાી સાંઇ શિક્ષણ સંસ્થા, દેશમુખના તત્કાલીન અંગત સચિવ સંજીવ પલાન્દે, અંગત સહાયક કુંદન શિંદે સહિત અન્યો સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *