Gujarat

ઉના વિધાનસભામાં યુવા મોરચા દ્વારા રન ફોર ડેવપમેન્ટ મેરેથોન દોડ યોજાઈ…

ઊના  –  ઉના વિધાનસભામાં યુવા મોરચા દ્વારા રન ફોર ડેવપમેન્ટ મેરેથોન દોડની સ્પર્ધા યોજાય હતી.  ગુજરાત ભાજપ યુવા મોર્ચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં યુવા મોરચા દ્વારા રનફોડ ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવેલ જેને લઇ ઉના વિધાનસભામાં પણ કાર્યક્રમ યોજાયેલ જેમાં દ્રોણ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને ૩ કિ.મી. જેટલું મેરેથોન દોડ સ્પર્ધા યોજાયેલ. જેમાં યુવા મોરચા જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ઓઝા, યુવા મોરચા વિધાનસભા સંયોજક કુણાલભાઈ સોલંકી જીલ્લા યુવા મંત્રી હાર્દિકભાઈ પાનસુરીયા,  શહેર યુવા મોરચા પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા, ગીરગઢડા યુવા મોરચા પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, મહામંત્રી કિરીટભાઈ વાજા, ઉપપ્રમુખ કિશનભાઇ મકવાણા તેમજ ગુરુકુળના આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા. આ મેરેથોન દોડને આચાર્ય દ્વારા ગુરુકુળના વિદ્યાર્થીઓને લીલી જંડી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં યુવાનો મેરેથોન દોડને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે યુવાનો દ્વારા સ્ટેજ પરફોર્મ્સ રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા .જેમાં ગુરુકુળના આચાર્યઓ તેમજ ઉના શહેર ગીરગઢડા યુવા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા..

 

રન-ફોર-ડેવપમેન્ટ-મેરેથોન-દોડ-યોજાઈ…-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *