Gujarat

કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સીવીલ હોસ્પિટલ જૂનાગઢમાં ફેકો મશીન ઉપલબ્ધ કરાવો: ઓનલી ઇન્ડીયન

સરકાર દ્વારા જનહિત માટે અને ખાસ વૃધ્ધો માટે આરોગ્યલક્ષી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જૂનાગઢમાં પણ આંખના તબીબ તો છે પરંતુ ફેકો મશીન બંધ હાલતમાં છે અને સરકારમાં માંગણી પણ કરવામાં આવી છે. ફેકો મશીનની સુવિધાના અભાવે આંખના દર્દીઓ અદ્યતન ટેકનોલોજી દ્વારા કરવામાં આવતા આંખના ઓપરેશન માટે બહાર ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.
જૂનાગઢમાં તિરંગા સાયકલ લઈને ફરતા અને ઓનલિ ઇન્ડીયન તરીકે ઓળખાતા જાગૃત નાગરિક દ્વારા સીવીલ સુપ્રિટેનડેન્ટ ડો. સુશીલકુમાર અને સીવીલ સર્જન ડો.પાલાને એક પત્ર પાઠવી તાત્કાલિક ફેકો મશિનની સુવિધા ઉપબ્ધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
રોજના 150 થી 200 આંખના દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ ફેકો મશીન બંધ હાલતમાં હોવાથી ઘણાં દર્દીઓ નારાજ થતા હોવાનું અને ફેકો મશીનની જરૂરિયાત પણ હોવાની રજૂઆત અધિકારીઓને પણ કરવામાં આવેલ હોવાનું  ડો. દેવાંગી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ફેકો મશીન બહુ જૂનું છે અને બંધ હાલતમાં છે ટેકનીશ્યન દ્વારા રીપેર કરી શકાય તેમ નથી. સરકારમાં પણ નવા મશીન માટે માંગણી કરેલ છે અને નવું મશીન ન આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનાં પણ પ્રયત્ન કરવામાં આવેલ હોવાનું ડો. સુશીલ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

IMG_20220422_164024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *