Gujarat

કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા શેરડી ગોળ ઉત્પાદન મંડળ દ્વારા ગોળ અને તેના સ્ટોરેજ ઉપર જી.એસ.ટી.રદ કરવા આવેદનપત્ર પાઠવી માંગણી કરી.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ખેડૂતો દ્વારા ખેત ઉત્પન્ન કરાયેલી શેરડીમાંથી ખેડૂતો દ્વારા જ બનાવવામાં આવતા ગોળ ઉપર અને તેના સ્ટોરેજના ભાડા ઉપર જી.એસ.ટી.વસૂલવાનું નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ,ગીર સોમનાથ જિલ્લાના શેરડી  તથા ગોળ ઉત્પાદન મંડળ દ્વારા ગોળ ઉપરના જીએસટી વસૂલવાના સરકારના નિર્ણયને મોકૂફ રાખવાની માંગણી કરતું એક વિસ્તૃત આવેદનપત્ર કોડીનાર મામલતદાર  ને પાઠવ્યું
      ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર તથા તાલાળા ખાતે આવેલી ત્રણેય ખાંડ ફેક્ટરી છેલ્લા ઘણાં વર્ષો થી બંધ પડેલી છે જેથી આ વિસ્તારના ખેડૂતો પોતાની શેરડીમાંથી નવેમ્બર થી માર્ચ મહિના દરમ્યાન ગોળ ના રાબડા ચલાવી ખુશ્બુદાર ગોળ નું ઉત્પાદન કરે છે અને આ ગોળ નું કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરે છે જેથી તેમને પોતાના ખેત ઉત્પન્ન કરેલી વસ્તુના પૂરતા ભાવ મળી રહે,સરકારશ્રી દ્વારા શેરડીની એમ.એસ.પી.નક્કી કરવામાં આવે છે પરંતુ શેરડીની ખરીદી કરવામાં આવતી નથી આ વિસ્તારની ત્રણેય સુગર ફેક્ટરી બંધ હોવાથી ખેડૂતો જાતે જ ગોળ ઉત્પન્ન કરે છે ત્યારે ખેડૂતોના હિતને ધ્યાને લઈ ગોળ અને તેના સ્ટોરેજ ઉપર લાગવામાં આવેલ જીએસટીની વસુલાત તાત્કાલિક રદ કરવા ગીર સોમનાથ જિલ્લા શેરડી ગોળ ઉત્પાદન મંડળના પ્રમુખ બાલુભાઈ ગોહિલે આવેદનપત્ર પાઠવ્યું છે.

IMG-20220721-WA0475.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *