Gujarat

રાણપુરમાં વેપારી મહામંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

કોરોનામાં મૃત્યુ પામેલા વેપારીઓ તથા આગેવાનોને બે મિનિટ મૌનપાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વેપારી મહામંડળ નો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.કોરોના વાયરસના સંક્રમણ ને લઈને બે વર્ષ બાદ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.તેમજ રાણપુર શહેરના વેપારી તેમજ આગેવાનોના કોરોના દરમ્યાન અવસાન થયેલ તમામ ને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.રાણપુરના વેપારીઓ આગામી દિવસોમાં વધુ ને વધુ સમૃધ્ધ બને તેવી એકબીજા ને શુભકામના પાઠવવામાં આવી હતી.તેમજ ડ્રો નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ૨૬ લક્કી વેપારીઓને પ્રોત્સાહિક ઈનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,વેપારી મહામંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા,ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,ભરતભાઈ મેર,સેક્રેટરી હબીબભાઈ વડીયા તથા કારોબારી સભ્યો તેમજ હરીરામબાપુ દેશાણી સહીત રાણપુરના વેપારી આગેવાનો હાજર રહ્યા હતા.તેમજ રાણપુર,વેપારી મહામંડળ દ્વારા સરપંચ નું સન્માન કરવામાં આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Screenshot_20220321-161153_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *