લીલીયા તાલુકા નિ વાઘણીયા પ્રાથમિક શાળા માં એક વૃક્ષ એક વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો શાળામાં અભ્યાસ કરતા ફોરમબેન શેલડીયા,ધારાબેન ગોસાઈ તેમજ સમૃધિબેન જીકાદ્રા ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ ઉછેરનો સંકલ્પ લઈ તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, શાળા નું પર્યાવરણ નંદનવન બને તેમજ વિધાર્થીઓ વૃક્ષ ના જતન અને મહત્વને સમજે અને પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગરૂપે સૌને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં વાઘણિયા ગામનાં સરપંચ બાલાભાઈ પડસારીયા ,ઉપ સરપંચ ભરતભાઈ શેલડીયા, ચેતનભાઈ દેલવાડીયા , કાળુભાઇ સોલંકી તેમજ શાળાના વિપુલભાઈ કોટડીયા, મંજુલાબેન નારીયા, મનિષાબેન ચત્રોલા, પૂર્વીબેન ધામત તેમજ ભરતભાઈ પરમાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.તેમ શાળા ના આચાર્ય મનસુખલાલ મેવાડા સહિત ના ગ્રામ જનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


