Gujarat

૯૬૧૦ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક

ગાંધીનગર
દરેક રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય નાગરિકો અને દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્યસેવાઓ સરળતાથી પહોંચે ત્યારે જ ખરા અર્થમાં સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજની રચના અતિઆવશ્યક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સારવાર મળી રહે તે માટે તેમની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના તમામ રાજ્યોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ૯૬૧૦ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને આ સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની સંખ્યામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય છે.
ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત એ સમાન, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તમામ સુધી પહોંચી શકે તે માટેનું એક પ્લેટફોર્મ છે, જે લોકોની જરૂરિયાતોની દરકાર કરે છે. આ પ્લેટફોર્મ હેઠળ સ્થાપિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નાગરિકોને તેમના ઘરઆંગણે વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડે છે, અને આ રીતે બીમારી, મૃત્યુદર અને આરોગ્ય સંભાળ માટેના લોકોના ખર્ચમાં પણ ઘટાડો કરે છે.

રાજ્યમાં ૯૬૧૦ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત
ઓગ્સ્ટ, ૨૦૨૩ સુધીમાં ગુજરાત રાજ્યમાં ૯૬૧૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત છે, જેમાં ૭૪૧૯ સબ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (જીઝ્ર – ૐઉઝ્ર), ૧૪૬૯ પ્રાઇમરી હેલ્થ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (ઁૐઝ્ર – ૐઉઝ્ર), ૩૭૪ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (ેંઁૐઝ્ર – ૐઉઝ્ર), ૧૦૧ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (ેંૐઉઝ્ર) અને ૨૪૭ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (છરૂેંજીૐ ૐઉઝ્ર) નો સમાવેશ થાય છે. આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (છમ્ – ૐઉઝ્ર) હેઠળ આપવામાં આવતી આરોગ્ય સંભાળની સેવાઓ

આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ નીચે મુજબની બેઝિક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવે છેઃ
૧. ગર્ભાવસ્થા અને બાળકના જન્મ સમયે સ્વાસ્થ્ય સંભાળ
૨. નવજાત અને શિશુ આરોગ્ય સંભાળ સેવાઓ
૩. બાળપણ અને કિશોરાવસ્થાની આરોગ્ય સંભાળ સેવાઓ
૪. કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ અને અન્ય પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ
૫. ચેપી રોગોનું સંચાલનઃ નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ
૬. ગંભીર પણ સરળ બીમારીઓ (એક્યુટ સિમ્પલ ઇલનેસ) અને નાની બીમારીઓ માટે જનરલ આઉટ-પેશન્ટ કેર
૭. બિનચેપી રોગો અને ક્રોનિક ચેપી રોગોનું સ્ક્રીનીંગ, નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન જેવાં કે, ક્ષયરોગ અને રક્તપિત્ત

વધારાની આરોગ્ય સંભાળ સેવાઓ

૮. બેઝિક ઓરલ એટલે કે મોંઢાની આરોગ્ય સંભાળ સેવાઓ
૯. સામાન્ય ઓપ્થાલ્મિક (આંખ સંબંધિત) અને ઈદ્ગ્‌ સમસ્યાઓ માટે આરોગ્ય સંભાળ
૧૦. વૃદ્ધો માટે અને પેલિયેટિવ એટલે કે ઉપશામક આરોગ્ય સંભાળ સેવાઓ
૧૧. બર્ન્સ અને ટ્રોમા સહિતની ઇમરજન્સી મેડિકલ સેવાઓ
૧૨. માનસિક બીમારીઓનું સ્ક્રીનિંગ અને બેઝિક મેનેજમેન્ટ
આજની જીવન શૈલી પ્રમાણે તંદુરસ્ત જીવન માટે વેલનેસ પ્રવૃત્તિના ભાગરૂપે યોગને પણ આવરી લેવામાં આવેલ છે.
હાલ તમામ કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ બેઝિત તમામ ૭ આરોગ્ય સંભાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડે છે અને માર્ચ ૨૦૨૪ સુધીમાં તમામ ૧૨ સેવાઓનું પેકેજ પ્રદાન કરવાનું આયોજન પ્રતિબદ્ધતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

મહીસાગર જિલ્લામાં ભારતનું પ્રથમ દ્ગઊછજી પ્રમાણિત સબ સેન્ટર
મહીસાગર જિલ્લાના ડોકલેવમાં ભારતનું સર્વ પ્રથમ નેશનલ ક્વૉલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (દ્ગઊછજી) પ્રમાણિત સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. રાજ્યમાં હાલ કુલ ૨૯૭ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્ગઊછજી પ્રમાણિત છે. તેમાંથી ૩૮ સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટ છે, જે રાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે છે.

રાજ્યના પ્રવાસન સ્થળોએ મોડલ ૐઉઝ્રજ નો વિકાસ
ગુજરાતભરના પ્રવાસન સ્થળોએ મોડલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (ૐઉઝ્રજ) વિકસિત કરવામાં આવી રહ્યા છે. ગિર સોમનાથ જિલ્લામાં હાલ રામરેચી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. અન્ય જિલ્લાઓના પ્રવાસન સ્થળોએ પણ મોડલ ૐઉઝ્રજ વિકસિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમકે નર્મદા, મહીસાગર અને નવસારી જિલ્લાઓ.

૧૨.૨૧ કરોડથી વધુ લોકોએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની મુલાકાત લીધી
અત્યારસુધીમાં ૧૨.૨૧ કરોડથી વધુ લોકોએ રાજ્યના ૯૬૧૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની મુલાકાત લીધી છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ ૩૬ લોકો, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ ૬૬ લોકો અને સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ ૧૧ લોકો મુલાકાત લે છે.
સબ સેન્ટર કક્ષાએ મિડ-લેવલ હેલ્થ પ્રોવાઈડર તરીકે કુલ ૭૫૦૬ સામુદાયિક આરોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ વેલનેસ સેશન્સ યોજવામાં આવ્યા છે, જેમાં ૧.૨૦ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો છે.

ઇ-સંજીવની ર્ંઁડ્ઢની મદદથી ૫૪ લાખથી વધુ ટેલી કન્સલ્ટેશન
હવે ઇ-સંજીવની ર્ંઁડ્ઢની મદદથી, દર્દીઓ ઓનલાઈન આરોગ્ય સલાહ મેળવી શકે છે. તેનાથી ઘણો સમય અને નાણાની બચત થઈ રહી છે. આ સેવાની મદદથી વર્ષ ૨૦૨૦થી નાગરિકો ઘરે બેસીને તબીબો પાસેથી આરોગ્યની સલાહ મેળવી રહ્યા છે. રાજ્યના કુલ ૫૪,૧૯,૦૨૭ થી વધુ નાગરિકોએ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (ઝ્રૐર્ં)/ તબીબો દ્વારા ઇ-સંજીવની પોર્ટલની મદદથી ટેલી કન્સલ્ટેશનનો લાભ મેળવ્યો છે.

ઠ-ઠ-ઠ

File-02-Page-Ex-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *