Gujarat

મહુધા કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ.

મહુધા કેળવણી મંડળ સંચાલિત, એમ.ડી.શાહ કોમર્સ અને બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા, ખાતે લલિતકલા સમિતિના ઉપક્રમે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 15 જેટલા વિદ્યાર્થી ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્થાને મલેક માહેનુર બાનું.એમ. ( B.com-5 ), દ્વિતિય સ્થાને સંજના પરમાર ( B.A.-3 ) અને તૃતીય સ્થાને વૃંદા પટેલ ( B.com-5 ) જાહેર થયાં હતાં. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા. કે.બી.ચૌહાણ, ડો. પી.એલ.પટેલ અને પ્રા. મીનાબેન બાવીસીએ સેવા પૂરી પાડી હતી. લલિતકલા સમિતિના કન્વિનર પ્રા. વિજયસિંહ ડાભી તથા કોલેજના આચાર્ય ડો. કમલેશ.એસ.દવેએ વિજેતા વિદ્યાર્થી ભાઈ – બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને વધુમાં વધુ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સૂચન કર્યું હતું.

IMG-20230826-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *