Gujarat

જેતપુર નગરપાલિકાએ ભીંતચિત્રોથી નગરજનોને પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ: સ્વચ્છતાનાં ચિત્રોથી શહેર રંગબેરંગી બન્યું

જ્યાં ત્યાં કચરો ન ફેંકવો તે પણ સ્વચ્છતા તરફનું પહેલું પગલું કર્મયોગીઓની મહેનત રંગ લાવી, સૂકા-ભીના કચરા બાબતે ગૃહિણીઓને જાગૃત કરાયા આપણે સૌ જાણીએ છીએ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલન બનાવ્યું છે. સામાજિક સંસ્થાઓ, સેલિબ્રિટીઓ, જન પ્રતિનિધિઓ, કર્મયોગીઓ તેમજ સ્વચ્છતાગ્રહી જનતા  દેશને સ્વચ્છ બનાવવા ઝુંબેશના ભાગરૂપે સતત કાર્યરત છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગામ, શહેર અને સમગ્ર દેશ […]

Gujarat

કોટડાસાંગાણી ખાતે ૪૦ લાખના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, દિવ્યાંગોને ૧૧.૨૫ લાખના સાધનો અને આંગણવાડી માટે રમકડા સેટ વિતરિત કરાયા

વહીવટીતંત્રની ત્રિવિધ કામગીરીને શિવ સંકલ્પરૂપ બિલીપત્ર સાથે સરખાવતા સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા વિકસિત ભારતના સંકલ્પ માટે આત્મનિર્ભર ગામડાઓ જરૂરી: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી કોટડાસાંગાણી સ્થિત ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ ખાતે જન કલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.   સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, કલેકટરશ્રી પ્રભવ જોશી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાલેજ ગ્રાઉન્ડ ખાતે  રૂ. […]

Gujarat

સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન ગોંડલ નગરપાલિકા દ્વારા ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાવી સ્વચ્છતાનો સંદેશ અપાયો

રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતાની કામગીરી અવિરત કરવામાં આવી રહી છે. જે અન્વયે શહેરમાં ઠેર-ઠેર સ્વચ્છતાનો સંદેશ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતાં. આ હોર્ડિંગ્સમાં ‘સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન’, ‘ગુજરાતને હરિયાળું અને સ્વચ્છ બનાવીએ’ જેવા સૂત્રોથી […]

Gujarat

માંગરોળ મામલતદાર કચેરી ખાતે માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી જૂનાગઢના પ્રાન્ત અધિકારી ચરણસિંહજીના અઘ્યક્ષ સ્થાને યોજાતા ભાજપના પ્રમુખ તેમજ બીએસપી ના ઉપપ્રમુખ ચુંટાતા માંગરોળમા કેસરીયો લહેરાયો

માંગરોળમા ભાજપ એ ચુંટણી બાદ બીએસપી સાથે ગઢબંધન કરી સુધરાઈ ની સત્તા મેળવી કેસરીયો લહેરાવ્યો માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીમાં ભાજપે બીએસપી સાથે ગઠબંધન કરી પાલિકાની ચુંટણીમાં સત્તા મેળવવામા સફળતા મળી છે,  પાલીકા પ્રમુખ તરીકે પ્રથમ વાર સદસ્ય તરીકે ચુંટાયેલ ભાજપના મહીલા  ઉમેદવાર કીષ્નાબેન  થાપણીયાને  4 બસપાના અને 15 ભાજપ એમ  19 મત મળ્યા […]

Gujarat

માંગરોળ શ્રી લીમડા પે સેન્ટર શાળાના  ગ્રાઉન્ડ ખાતે વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો તેમજ ફન ફેર નુ સુંદર આયોજન કરવમા આવેલ

આ કાર્યક્રમ નુ ઉદ્ઘાટન માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા રિબિન કાપીને કરવામા આવેલ સાથે શિક્ષણ ગણ રહેલ હતો, આ આયોજનમા ગ્રામ્ય લેવલથી છે છેવાડાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામા સુંદર કૃતિઓ પ્રદર્શિત કરવામા  આવેલ હતી તેમજ પુસ્તક મેળામા વિઘાર્થીઓ ને ઉપયોગી તેમજ મહા પુરુષો ના જીવન ચરિત્ર ની જાણકારી મળી રહે તેવા પુસ્તકો રાખવામા આવેલ […]

Gujarat

ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલ – પરિમલ નથવાણી

ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું […]

Gujarat

દૈનિક રાશિફળ (06/03/2025)

મેષ આજે તામારુ સ્વાસ્થ્ય સારૂં રહેશે. અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. મહત્વના લોકો સાથે […]

Gujarat

દેવધરી પોસ્ટ ઓફિસમાંથી ઉચાપત કરનારને વીંછિયા કોર્ટ દ્વારા કરવામાં આવેલ સજાને કાયમી રાખતી સેશન્સ કોર્ટ રાજકોટ

આ કેસની ખરી હકીકત જોતા રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના દેવધરી ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર વલ્લભ ઉર્ફે વિક્રમભાઈએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના ખાતેદારો દ્વારા તેમના ખાતા માટે સુપરત કરવા આપેલા નાણાંની ખાતેદારની પાસબુકમાં એન્ટ્રી આપી પરંતુ પોસ્ટ ઓફિસના ચોપડામાં એન્ટ્રી નહીં આપી રકમ પોતાની પાસે રાખી છેતરપિંડી આચરેલ. જેની આ બાબતે પોસ્ટ વિભાગના […]

National

કોઈને ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહેવું ભલે ખોટું હોય, પરંતુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવો ગુનો નથીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોટર્માં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાને લઈને ઝારખંડ હાઈકોટર્ના ર્નિણય સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈને ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહેવું ભલે ખોટું હોય, પરંતુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવો ગુનો નથી. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચ ઝારખંડ હાઈકોટર્ના ર્નિણય સામે દાખલ કરવામાં […]

National

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) પાસીઘાટ કેમ્પસે ગર્વભેર તેના નવા ફોજદારી કાયદા અને જેલ કલ્યાણ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે જેલ વહીવટ અને કેદીઓના કલ્યાણને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ના ડાયરેક્ટર જનરલ આઇપીએસ રાજીવ કુમાર શર્મા વર્ચ્યુઅલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત […]