International

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો

યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો છે. આ અગાઉ ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તેણે કેટલાક બંધકોના બદલામાં યુદ્ધવિરામને રમઝાન સુધી […]

International

ઈઝરાયલના હાઈફા શહેરમાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજીના બનાવમાં ૧ વૃદ્ધનું મોત, ૪ ઘાયલ

ઈઝરાયલમાં ફરી એકવાર શાંતિ દોહળવાનો પ્રયાસ થયો હતો, હાઈફા શહેરની એક ઘટનામાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં ૭૦ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે. આ હુમલો સોમવારે (ત્રીજી માર્ચ) સવારે બે આતંકી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાંથી […]

International

જાપાન ના ઓફુનાટો શહેરના જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી; ૮૦થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ

જાપાનના ઓફુનાટો શહેરમાં જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી મચી ગઈ છે, અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ૮૦થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. શુષ્ક હવામાન અને પવનને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તો […]

Gujarat

18 કરોડ લઇને વડોદરાની ટ્રી હાઉસ સ્કૂલનો કબજો ન આપનાર મુંબઇના 10 સંચાલકો પૈકી 2ની મુંબઈથી ધરપકડ

વડોદરા શહેરની અટલાદરાની ટ્રી હાઉસ સ્કૂલની જગ્યાનો 18 કરોડ ચૂકવી દસ્તાવેજ થઈ ગયો હોવા છતાં એનો કબજો નહીં સોંપાતાં લેન્ડ ગ્રેબિંગ અને વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપી પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડાયરેક્ટરો સહિત 10 આરોપી સામે […]

Gujarat

વડોદરામાં GSECL કંપનીમાં એપ્રેન્ટીસ કરનાર યુવાનો નોકરી માટે ધરણાં પર બેઠા, ભારે સૂત્રોચ્ચાર કરાયા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક કોર્પોરેશન લિમિટેડ વીજ ઉત્પાદન કરતી કંપની છે. આ કંપનીના રાજ્યમાં આવેલા વિવિધ થર્મલ પાવર સ્ટેશન ઉપર એપ્રેન્ટીસ કરનાર યુવાનોએ નોકરીની માંગ સાથે આજે વડોદરા ખાતે આવેલી ઉર્જા વિકાસ નિગમની મુખ્ય કચેરી ખાતે ઘરના પ્રદર્શન કર્યું હતું. યુવાનોએ નોકરી આપોને માંગ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા શહેરના […]

Gujarat

ધો.10-12માં આખા બિલ્ડિંગમાં માત્ર 1 વિદ્યાર્થી પરીક્ષા આપશે, સુપરવાઇઝર સહિત 5 કર્મીઓ ખડે પગે રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 1‌2ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કેટલાક ઓપ્શનલ વિષયના પેપરમાં સમગ્ર બિલ્ડિંગમાં માત્ર એક વિદ્યાર્થી આપશે.ઇતિહાસના પેપર માટે સ્વામી વિદ્યાનંદજી, નવયુગમાં રાજ્ય શાસ્ત્રના પેપરમાં માત્ર એક વિદ્યાર્થી માટે પરીક્ષા લેવામાં આવશે. 5 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ માટે 5થી વધુ સભ્યોનો સ્ટાફ પરીક્ષાની કામગીરી કરશે. બોર્ડ […]

Gujarat

બારડોલીમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ છતાં રોડનું સમારકામ ન થતાં હાલાકી

બારડોલીના કડોદ રોડ પર પાણી પુરવઠા વિભાગ દ્વારા સુરત બલ્ક પાણી યોજના માટે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. શિવાજી પ્રતિમથી રેલ્વે ફાટક સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં એક લેન બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવતા આજુબાજુના સોસાયટીના રહીશો પણ હેરાન થઈ ચૂક્યા છે. […]

Gujarat

ઓટલાં પર શાકભાજી, દુકાનમાં બુરખાના ધંધાની આડમાં આરોપીઓએ 125 કરોડથી વધુનું USDT કૌભાંડ આચર્યું

અત્યંત ચકચારી એવા યુએસડીટી હવાલાકાંડમાં એસઓજીની ટીમે હજાર પાનાથી વધુની દળદાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ સમગ્ર કાંડમાં રિકવરી માટે હવે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે પણ એન્ટ્રી કરી છે. હવાલાકાંડના આ કેસમાં આરોપીઓની નવી જ મોડસ ઓપેરેન્ડી સામે આવી છે, જેમાં હવાલાના રૂપિયા સ્મગલિંગમાં ટ્રાન્સફર કરીને ‘કૌભાંડ પર કમાણી’નો નવો ચીલો આરોપીઓએ ચાતર્યો છે. રૂપિયા […]

Gujarat

સુરતમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીની તબિયત લથડી, 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડતા સમયસર સારવાર મળી

સુરતમાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીની તબિયત અચાનક ખરાબ થતા સ્કૂલમાં દોડધામ થઈ ગઈ હતી. આ મામલે સ્કૂલ દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થીનીને ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ ખસેડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીને છાતીમાં દુખાવો થતો હતો અને અડધું જ પેપર હજુ લખી શકી […]

Gujarat

સાઈબર ગઠિયા ન તો OTP પૂછશે, ન લિંક મોકલશે, કોલ મર્જ કરશો એટલે તરત જ તમારું બેન્ક ખાતું ખાલી થઈ જશે

સાઈબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ ના તમને ઓટીપી પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની. બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે, તમે કોલ મર્જ કરો એટલે તમારું બેન્ક ખાતું ખાલી. કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેશ માત્ર […]