Gujarat

સ્નેહમિલનમાં સમૂહલગ્ન માટે 2.14 લાખનું દાન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

આજરોજ ખેરવા ખાતે શ્રી પાટણવાડા સતવારા કડિયા કેળવવી પ્રગતિ મંડળના સંયોજનમાં સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ 2025 યોજાયો. કાર્યક્રમની ભવ્ય શરુઆત શ્રી વિશ્વકર્મા દાદાના જયઘોષ, પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગતગીતથી કરવામાં આવી હતી. સભાના કાર્યકારી પ્રમુખ તરીકે ખેરવા ગામના શ્રી જશવંતભાઈ કડીયાની વરણી કરવામાં આવી. સમાજના મહેમાનો તથા ટ્રસ્ટીઓનું પુષ્પ ગુચ્છ થી સન્માન […]

Gujarat

મહેસાણા રેલવે સ્ટેશને TCએ વગર ટિકિટે પકડતાં ઘટસ્ફોટ, 181 અભયમનું કાઉન્સેલિંગ, પરિવાર સાથે મિલન

મહેસાણા રેલવે સ્ટેશન પર એક પરપ્રાંતીય સગીરાને વગર ટિકિટે મુસાફરી કરતા રેલવે ટિકિટ ચેકર (TC) દ્વારા રોકવામાં આવી હતી. સગીરાને રેલવે પોલીસને સોંપવામાં આવી હતી, જ્યાં તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા વ્યક્તિગત હકીકત સામે આવી હતી. તે હરિયાણાથી પ્રેમીને મળવા માટે ગુજરાત આવતી હતી. જોકે, 181 અભયમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર પાસે પરત જવા સમજાવી હતી. સગીરાની […]

Gujarat

પીઠડ ગામની સીમમાંથી 1204 બોટલ સાથે એક આરોપી પકડાયો, 5.87 લાખનો મુદ્દામાલ કબજે

જોડીયા પોલીસે પીઠડ ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખારાવાડ વિસ્તારની બાવળની ઝાડીમાંથી અશોક લેલેન્ડ મિની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં મોરબીના ખાનપુર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજાની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઓલ સીઝન્સ ગોલ્ડ કલેક્શન વ્હિસ્કીની 84 બોટલ, રોયલ સ્ટેગ સુપીરિયર વ્હિસ્કીની 96 બોટલ, […]

Sports

ફિલિપ્સનો કેચ જોઈ કોહલીની આંખો પહોળી થઈ, શમીને બોલ વાગ્યો, કેપ્ટન સેન્ટનરના ચશ્માં પડ્યા; મોમેન્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીની 12મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં શ્રેયસ અય્યરના 79 રનની મદદથી ભારતે 9 વિકેટે 249 રન બનાવ્યા. વરુણ ચક્રવર્તીની 5 વિકેટના કારણે કિવી ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને કોહલીનો એક હાથે કેચ પકડ્યો. વિલિયમસન જાડેજાને આઉટ કરવા […]

Gujarat

ગૌતમ પરમારે વાહન અને હોટલ ચેકિંગ કર્યું, કંટ્રોલ રૂમની કામગીરી તપાસી, પોલીસને માર્ગદર્શન આપ્યું

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રીના “કોબિંગ નાઈટ”ના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. ગઈકાલે અડધી રાતે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા અને વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વાહન ચેકિંગ અને દંડ […]

Gujarat National

જિપ્સીમાંથી કેસૂડા તોડ્યા, સૂતેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઊભી રાખી, સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી

વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. ખુલ્લી […]

Gujarat

ઇન્દિરા બ્રિજથી એપોલો સર્કલ સુધીની સફરમાં મહિલા મુસાફર પાસેથી 1.80 લાખની રોકડ ચોરી કરી

ગાંધીનગરમાં રિક્ષા ગેંગે વધુ એક મહિલા મુસાફરને નિશાન બનાવી છે. રાજસ્થાનના ભીનમાલથી આવેલી મહિલા પાસેથી 1.80 લાખની રોકડ ચોરાઈ છે. ચંપાદેવી મોહનલાલ સોલંકી તેમના માસીને મળવા માટે ગાંધીનગર આવી રહ્યા હતા. 19 ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યે તેઓ કાલુપુર રેલવે સ્ટેશનથી ઇન્દિરા બ્રિજ સુધી પ્રાઇવેટ વાહનમાં આવ્યા હતા. ઇન્દિરા બ્રિજ પર પાંચ મિનિટ રાહ જોયા […]

Gujarat

પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા આયોજિત ૧૨૨ વ્હાલી દિકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫ પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો. નવ યુગલોને દાંમ્પત્ય જીવનની શુભકામનાઓ […]

Gujarat

સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેજા હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૫૦ કર્મચારીઓએ ભાગ લીધો

દરેકને સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવાનું માધ્યમ અપનાવવાનું જાેઈએઃ ડૉ. મનસુખ માંડવિયા ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર સમર્થક માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે સવારે ૭થી ૮ વાગ્યા દરમિયાન પોરબંદરના સર્કિટ હાઉસ પાસે સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રીના નેતૃત્વ […]

National

પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભત્રીજા આકાશ આનંદને તમામ પદેથી હટાવ્યાં

ઉત્તર પ્રદેશના રાજકરણમાં આવી શકે છે નવો વળાંક, પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બસપાને બે નવા રાષ્ટ્રીય સંયોજકો મળ્યા છે. આકાશ આનંદના સ્થાને તેમના પિતા અને પાર્ટીના મહાસચિવ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. બસપા પ્રમુખ માયાવતીએ લખનઉમાં પાર્ટીની […]