Gujarat

આજનું રાશિફળ (04/03/2025)

મેષ આજના દિવસે તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. કોઈ ની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે। પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી […]

Gujarat

જીવનની ટફ વિકેટ પર બાળકોને ધીરજપૂર્વક રમતાં શીખવાડે એ સાચો શિક્ષક : પ્રફુલભાઈ પાનસેરિયા

ચાણક્ય કપ-2025 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત રાજ્ય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લો ચેમ્પિયન જ્યારે ખેડા જિલ્લો રનર્સઅપ  (સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની તાપ્તિવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેમિફાઇનલ તથા ફાઈનલમુકાબલો યોજાયો) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫ યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું. આયોજન મુજબ સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજયમાં […]

Gujarat

સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય તૃતિય સમૂહ લગ્ન મહોત્સવ સંપન્ન

સાવરકુંડલાના બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આ મહોત્સવમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તમામ જ્ઞાતિના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું. આ સમૂહ લગ્ન મહોત્સવ થકી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન ખૂબ ઓછા ખર્ચમાં શક્ય બન્યા હતા. બાબા રામદેવ યુવક મંડળ દ્વારા દરેક દીકરીને ૫૧ થી વધુ […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી શામજીબાપુ ઉપવન ખાતે શહેરની પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય સોનિક જ્વેલર્સ દ્વારા આયોજિત સત્કાર સમારંભ યોજાયો 

સાવરકુંડલા શહેરમાં સોનિક જ્વેલર્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ અંતર્ગત સંગીત સંધ્યા સાથે ડિનર કાર્યક્રમ યોજાયો  આ સત્કાર સમારંભના અતિથિ વિશેષ તરીકે આયોજક શ્રી પરેશભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માનવમંદિરના પ. પૂ. ભક્તિરામબાપુ, પત્રકાર બિપીન પાંધી, યોગેશ ઉનડકટ, દીપક પાંધી સૂર્યકાંત ચૌહાણ, યશપાલ વ્યાસ, લાયન્સ કલબના કમલ શેલાર, કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, નગરપાલિકા પૂર્વ […]

Gujarat

આંગળીથી કપચીઓ ઉખડી જાય છે એક જ વરસાદમાં રોડ ધોવાઇ જવાની ભીતિ

જોરાવરનગરથી વઢવાણને જોડતો મેઇન રોડ જે ઘરશાળાથી વઢવાણ જાય છે, તે ઘણા સમયથી બિસમાર હોવાથી તેના નવિનીકરણ માટે અનેક રજૂઆતો કરાઇ હતી. ઘણા વર્ષો બાદ આ રસ્તો બનાવવાનું શરૂ કરાયું છે. ત્યારે સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર મુખ્ય રોડની ગુણવત્તામાં પોલંપોલ હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. વળી રોડમાં અપૂરતો ડામર અને ઓછી […]

Gujarat

હીરામાં તેજીના સંકેત, રફ હરાજીમાં 1 વર્ષ પછી 15% ઊંચા ટેન્ડર ભરાયાં

ડાયમંડ માર્કેટમાં તેજીના સંકેત જેવા મળી રહ્યા છે. રફની હરાજીમાં 1 વર્ષ પછી 10થી 15 ટકા ઊંચા ભાવે ટેન્ડર ભરીને રફ હીરા ખરીદી થઈ રહ્યા છે. ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં યોજાયેલી ડીબિયર્સ અને લુકારા રફ માઈનિંગ કંપનીની હરાજીમાં પણ ઊંચા ભાવે ટેન્ડરો ભરાયાં છે, જેના કારણે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ માહોલ હોવાનો સુરતના વેપારીઓ મત વ્યક્ત કરી […]

Gujarat

નાના વરાછામાં વેપારીએ ફલેટ લેવાના ચક્કરમાં 8 લાખની રકમ ગુમાવવી પડી

શહેરના નાના વરાછામાં લેસ પટ્ટીના વેપારીએ ફલેટ લેવાના ચક્કરમાં 8.10 લાખની રકમ ગુમાવી છે. વેપારી અક્ષય ધામેલીયાએ આ અંગે લસકાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આશીષ ઘનશ્યામ લીંબાસીયા(રહે, વિક્ટોરીયા ટાઉનશીપ, પાસોદરા પાટિયા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. લેસપટ્ટીના વેપારીએ ફલેટ લેવા માટે કાકાને વાત કરી હતી. આથી કાકાએ સીલીકોન પ્લાઝામાં પાનનો ગલ્લો ચલાવતા […]

Gujarat

કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના રસ્તા પર કપચી જ કપચી, ટુ-વ્હીલર સ્લિપ થવાનો ડર; પાર્કિંગની વ્યવસ્થા પણ નબળી

વડોદરા શહેરનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં ઇન્ટરનેશનલ મેચો સતત રમાઈ રહી છે. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટર પણ અત્યારે રમવા માટે આવ્યા છે, તેમ છતાં મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો હજી તૈયાર કરવામાં આવ્યો નથી. જેના કારણે મેચ જોવા માટે આવતા ક્રિકેટ રસિકોને હેરાન થવું […]

Gujarat

વડોદરાના ડભોઇથી વાઘોડિયાનો મુખ્ય માર્ગ એક વર્ષથી બંધ, નાળાનું કામ મંથર ગતિએ થતાં દેખાવો

જિલ્લાના ડભોઇથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક વર્ષથી નાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ, આ નાળાની કામગીરી પૂરી ન થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. છેલ્લા એક વર્ષથી આપદા ભોગવી રહેલા ગ્રામજનોએ નાળા પાસે પહોંચી દૈખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ રસ્તો બંધ હોવાથી ગ્રામજનોને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ […]

Gujarat

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ વિદેશગામી સંતને 21 ફૂટનો હાર અર્પણ કરાયો

મણિનગર સ્થિત કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. તેમને 21 ફૂટનો વિશાળ હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમની 83 વર્ષની દીક્ષા પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું હતું. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમને સૌ પ્રથમ ત્યાગી સંતની દીક્ષા આપી હતી. પાલડી કુમકુમ મંદિરના પાટોત્સવ નિમિત્તે ભગવાનનું […]