Gujarat

લોન અપાવવાની લાલચ આપી 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લોન અપાવવાની લાલચ આપીને ભેજાબાજે વેપારી સહિત 7 લોકો પાસેથી કુલ 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ 4 લાખ રૂપિયાની લોન તેમજ 30 ટકા સબસિડી અપાવવાની લાલચ આપીને અલગ-અલગ રકમ લીધી હતી. ત્યારબાદ મોબાઇલ ફોન બંધ કરી ભાડાનું મકાન ખાલી કરીને […]

Gujarat

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને શ્રાવણ માસમાં ડ્રાયફ્રૂટ શણગાર

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત દિવ્ય ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ પણ ધરાવાયો હતો, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત છે અને સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી થયું હતું. શ્રીકષ્ટભંજનદેવને બદામ, કાજુ, એલચી સહિતના વિવિધ સુકા મેવાનો મનોહર […]

Gujarat

ગઢડા કન્યા વિદ્યાલયમાં ‘ત્રિવેણી ગૌરવ પર્વ’નું આયોજન

ગઢડા (સ્વા.) ખાતે આવેલી શ્રી ગઢડા કેળવણી સમાજ સંચાલિત શ્રીમતી કં.ર. વિ.ગો. કન્યા વિદ્યાલયમાં 22 ઓગસ્ટ, 2026ના રોજ ‘ત્રિવેણી ગૌરવ પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાનો, નિવૃત્ત થતા કર્મચારીને વિદાય આપવાનો અને દાતાશ્રીનું સન્માન કરવાનો હતો. આ પર્વ દરમિયાન, માર્ચ-2026ની ધોરણ 10ની પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર […]

Gujarat

બોટાદમાં પાયામાંથી બેસી જતાં 2 માળનું મકાન ધરાશાયી; બાળકો શાળાએ હોવાથી જીવ બચ્યો

બોટાદ શહેરના અક્ષરવાડી-2, ભાંભણ રોડ વિસ્તારમાં બે માળનું મકાન ધરાવતા વિજયભાઈ ગઢાદરાનું મકાન અચાનક પાયામાંથી બેસી જતા ધરાશાયી થવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગત 21 ઓગસ્ટના રોજ ઉપરના માળે રૂમમાં વાટા પુરવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સાંજે સાડા ચારથી પોણા પાંચ વાગ્યાના અરસામાં પાયામાંથી મકાન બેસી ગયું હતું. […]

Gujarat

અપહરણ થયેલ સગીરાને ગણતરીના દિવસોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

બોટાદ પોલીસે અપહરણ થયેલી સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ કાર્યવાહી ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ કરવામાં આવી હતી. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 20 ઓગસ્ટ, 2026 ના રોજ 17 વર્ષીય સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને […]

Gujarat

તબેલાની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી ભોયણ ગામની સીમમાં માનવ જિંદગી જોખમમાં મૂકીને ચાલતા ગેરકાયદેસર રાંધણગેસ રીફિલિંગ કૌભાંડનો સી.આઈ.ડી. ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ગાયોના તબેલાની પાછળ પતરાનો શેડ બનાવીને ચલાવવામાં આવતા ગોડાઉન પર દરોડો પાડીને ટીમે 151 ગેસ સિલિન્ડર અને ડુપ્લિકેટ સીલ સ્ટીકરો સહિત રૂ. 3.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ […]

Gujarat

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતની દિશામાં સરકારનું મોટું પગલું

ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ મુદ્દે સર્વગ્રાહી અભ્યાસ કરવા 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. સમિતિના અભ્યાસ અને ભલામણ બાદ દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતની નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્ય […]

Gujarat

બોપલ-ઘુમામાં જળબંબાકાર મુદ્દે યોજાશે ભવ્ય લોક દરબાર

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટના રોજ ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ ગુજરાત મુલાકાતે આવી રહેલા ગૃહમંત્રી આ વખતે જાહેર સભાઓ, લોક દરબાર, વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકોમાં હાજરી આપશે. પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત બોપલ અને ઘુમામાં ભારે વરસાદ બાદ […]

Gujarat

જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત અને રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે AAPના ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર પ્રમુખ પ્રકાશ દોંગા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, કોર્પોરેટર જેનબબેન ખફી સહિત […]

Gujarat

જામનગરમાં દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું

જામનગર શહેરમાં દસ દિવસના દશા માતાના સ્થાપન બાદ મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવ અને લહેર તળાવ નજીક મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના ભક્તો ડીજે અને ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન માટે પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત દશા માતાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જામનગર […]